હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૨૩-૦૬-૨૦૨૩ નાં રોજ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન, પીપાવાવનાં કર્મચારીઓનાં ટ્રેનિંગનાં ભાગરૂપે ફાયરીંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની કલમ- ૧૩૧ મુજબ સજા થશે તેમ જાહેરનામામાં ફરમાવેલ છે.