મઢી બેડી ફળિયા રોડ ગણવંતી નદી ઉપર રૂ.૨૯૩ લાખ ના ખર્ચે નિર્માણ થયેલ મેજર લેવલ બ્રીજ ખુલ્લો મુકાયો

હિન્દ ન્યુઝ, સુરત  સુરત જીલ્લાના બારડોલી તાલુકા મઢી બેડી ફળળયા રોડ ઉપર ગણુ વતી નદી ઉપર મેજર લેવલ બ્રીજના બાધકામ અને રાજ્ય મા.મ. બારડોલીના ઉનાઈ બહુારી મઢી ઝખવાવ રોડ ગણુ વતી નદી પર નવા નિર્માણ પામેલા બ્રીજ ને ધારાસભ્ય મોહનભાઈ ડી. ઢોડિયા, ધારાસભ્ય ઈશ્વરભાઈ આર.પરમાર, બારડોલી દ્રારા જાહેર અવર જવર માટે ખુલ્લો મુકાયો હતો. જ્યારે ઉનાઈ, બુહારી, મઢી, માંડવી, ઝંખવાવરોડ ગણવંતી નદી ઉપર રૂ. ૬૬લાખ ના ખર્ચે નિર્માણ થયેલ હાઈ લેવલ બ્રીજ નું લોકાર્પણ પણ ધારા સભ્ય શ્રી મોહન ભાઈ ઢોંડીયા ના શુભ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. અહી એક જાહેર સભા…

Read More

નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ લીધેલી મુલાકાત

હિન્દ ન્યુઝ, નર્મદા આદિવાસી મહિલાઓને રોજગાર આપી આત્મનિર્ભર બનાવતી ‘બામ્બુ ક્રાફટ ક્લસ્ટર’ તિલકવાડાની સ્થળ મુલાકાત સાથે મહિલાઓની કામગીરી નિહાળી અત્યંત પ્રભાવિત થયા કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા નર્મદા જિલ્લાનો એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટમાં સમાવેશ થતાં તેમાં ગરીબ તેમજ આદિવાસી પરિવારોના ઉત્થાન માટે સરકાર દ્વારા અનેક વિકાસકામો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન તિલકવાડામાં ‘બામ્બુ ક્રાફટ ક્લસ્ટર’ની થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ભારત સરકાર દ્વારા પુરી પડાતી સહાયની જેમ આ સંસ્થાને પણ ૯૦ ટકા સહાય…

Read More

જૂનાગઢ શહેર અને જિલ્લાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ૨૭૫ બાળકોએ ભાગ લીધો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ           જૂનાગઢ તા.૬ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢ સંચાલિત જૂનાગઢ શહેરકક્ષા /જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૨-૨૩નું આયોજન તા.૦૫/૧૦/૨૦૨૨ના રોજ કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં ૭ થી ૧૩ વર્ષ સુધીના અંદાજીત ૨૭૫ બાળકોએ વિભાગ-અ વિભાગ-બ અને ખુલ્લો વિભાગની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ સ્પર્ધકને સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા બાળ પ્રતીભા સ્પર્ધામાં જૂનાગઢ શહેર/જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા જશે.

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં SVEEP પ્રવૃત્તિ અંતર્ગત પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે કલ્યાણપુર તાલકાના લાંબા ગામે આવેલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં તેમજ દ્વારકા તાલુકાની એનડીએચ હાઈસ્કૂલમાં પોસ્ટરમેકિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. કલ્યાણપુર તાલુકા લાંબા ગામે આવેલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં sveep અંતર્ગત ચિત્ર સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા તથા સ્લોગન લેખન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ચિત્ર દોરેલ તથા પોસ્ટર બનાવ્યા હતા. આ કાર્યક્રમમાં વિધાર્થીઓને તેમના મોટા ભાઈ/બહેન, માતા/પિતા તથા દાદા/દાદી, સગા…

Read More

અવસર છે લોકશાહીનો-ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સરળ અને સુચારૂ સંચાલન માટે ડિસ્ટ્રિક્ટ લેવલ માસ્ટર ટ્રેઈનર્સને તાલીમ

હિન્દ ન્યુઝ, રાજકોટ  આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (GCERT) ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ માટે તાલીમ યોજવામાં આવી હતી. રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર યોજાનાર સામાન્ય ચૂંટણીઓના સરળ અને સુચારૂ સંચાલન માટે મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની કચેરી દ્વારા ચૂંટણી પ્રક્રિયાના વિવિધ વિષયો અંગે તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ માટે યોજાયેલી આ તાલીમમાં EVM અને VVPATની એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર અંગે જે.કે. જગોડા, આદર્શ આચારસંહિતા અંગે એ.કે. ગૌતમ, ઈલેક્શન એક્સપેન્ડિચર મોનિટરીંગ અંગે સુ ડૉ. સુપ્રિયા…

Read More

ભુજનો સર્વાંગી વિકાસ કરવા રાજય સરકાર કટિબધ્ધ – વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

હિન્દ ન્યુઝ, ભુજ         સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જનલોકભાગીદારી ગ્રાન્ટ અંતર્ગત ભુજ શહેરના વોર્ડ.૧૧માં રૂા. ૪.૯૧ કરોડના સી.સી.રોડ તથા ઇન્ટરલોકના કામનું વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.           આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાએ જણાવ્યું હતું કે, ભુજનો સર્વાંગી વિકાસ થયો છે, હજુપણ નવા નવા પ્રકલ્પો આકાર લઇ રહ્યા છે. શહેરવાસીઓની માંગણીઓને સંતોષવા માટે નગરપાલિકા સક્રીયપણે કામગીરી કરી રહી છે. પાણી, ગટર અને અન્ય સુવિધા માટે ગુજરાત સરકાર કરોડોની ગ્રાન્ટ શહેરને ફાળવી છે. જે અંતર્ગત વર્તમાન સમયમાં કરોડો રૂપિયાના વિકાસકામો શહેરમાં થઇ રહ્યા છે. ટૂંક સમયમાં ભુજના રસ્તાઓ રીસર્ફેશીંગ કરવામાં…

Read More

દુર્ગા વાહિની દ્વારા બેટ દ્વારકા માં શસ્ત્ર પૂજન કાર્યક્ર્મ યોજાયો

હિન્દ ન્યુઝ, બેટ દ્વારકા દુર્ગા વાહિની દ્વારા બેટ દ્વારકા માં શસ્ત્ર પૂજન ૩ સ્થાન પર કરવામાં આવ્યું. જેમાં ઉપસ્થિતિ સંખ્યા ૧૪૦ બહેનો ની રહી હતી. ઓખા શહેર માં રામ મંદિર ખાતે દુર્ગા વાહિની દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું જેમાં ૧ સ્થાન માંથી કુલ ૬૦ બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા. દ્વારકા શહેર દુર્ગા વાહિની દ્વારા સતવારા સમાજ ની ગરબી મંડળ માં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું જેમાં ૧૫૦ ની સંખ્યા માં બાળાઓ અને બેહનો ઉપસ્થિત રહ્યા. દ્વારકા પ્રખંડ દુર્ગા વાહિની દ્વારા કુલ ૫ સ્થાન પર શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું જેમાં કુલ ૩૫૦ બહેનો…

Read More

રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ  રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૦૩/૧૦/૨૦૨૨ થી તા.૦૯/૧૦/૨૦૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું. ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયેલ છે. થોડા સમયના વિરામ બાદ છુટક છુટક વરસાદ હાલ ચાલુ જ છે. વરસાદની ઋતુ દરમ્યાન મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા…

Read More

સારસ્વતોનું સન્માન સમાજ અને દેશનું ગૌરવ – અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્ય

હિન્દ ન્યુઝ, ભુજ               વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યે પદ્મશ્રી નારાયણ જોશી ’કારાયલ’ના નખત્રાણા તાલુકાના મોરઝર ગામે “સંતશ્રી પુંજલડાડા જો અખાડો” ખાતે કચ્છી સાહિત્યકલા સંઘ, મોરઝર દ્વારા કરાયેલા સન્માનમાં પ્રેરક હાજરી આપી હતી.            પદ્મશ્રી સન્માન અને ગ્રંથ પ્રકાશનના અવસરે પધારેલા વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, ‘“પદ્મશ્રી નારાયણ જોશી ’કારાયલ’ ગુજરાત અને કચ્છનું ગૌરવ છે, જેને પોંખવાનું સૌભાગ્ય આજે મળ્યું છે. કચ્છી સાહિત્યને, કચ્છી બોલીને સમૃધ્ધ કરવાના તેમના પ્રયાસો પ્રશંસનીય છે. મા કચ્છી બોલીના સેવાવ્રતધારી પદ્મશ્રી નારાયણ જોશીનું પોતાના…

Read More

શ્રી સોમનાથ  મંદિરમાં શરદ પૂનમના  પવિત્ર  દિવસથી સુંદરકાંડ પાઠનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, સોમનાથ હવે શ્રધ્ધાળુઓ દર પૂનમે સુંદરકાંડ પાઠનો લાભ લઇ શકશે     શરદ પૂનમના પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન હનુમાનજીની મહાપૂજા શ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇ ના હસ્તે કરવામાં આવેલ. શ્રી સોમનાથ મંદિર પરિસર ખાતે આજરોજ શરદ્પૂનમના  દિવસથી આ સુંદરકાંડ પાઠ નો પ્રારંભ કરવામાં આવેલ. હવેથી દર પૂનમે શ્રી સોમનાથ પરિસરમાં ભક્તો સુંદરકાંડ પાઠનો લાભ લઇ શકસે. જે સુંદરકાંડ પાઠ શાસ્ત્રીશ્રી જશ્મીનભાઇ દવે & ગૃપ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અધિકારી, કર્મચારી સોમનાથ મહાદેવના દર્શને આવેલા દર્શનાર્થીઓ પણ…

Read More