કેશોદ વાસીઓ એ પોતાના આરાધ્ય ઈષ્ટદેવ નાં મન ભરીને દર્શન કરી ભાવવિભોર બન્યા…

કેશોદ,

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લાગું કરવામાં આવેલ ગાઈડ લાઈન માં લાંબા સમયથી બંધ હાલતમાં રહેલાં ધાર્મિક સ્થળો વિવિધ સુચનાઓ સાથે ખુલ્લાં રાખવાં મંજુરી આપી છે ત્યારે કેશોદ શહેરમાં આજે સવારથી જ ભાવિકો ભક્તો પોતાનાં આરાધ્ય દેવ ઈષ્ટ દેવ નાં દર્શન કરવા પહોંચી ગયાં હતાં. કેશોદ શહેરમાં આવેલાં પ્રસિદ્ધ શિવાલયો શ્રી નિલકંઠ મહાદેવ મંદિર, શ્રી કુંતનાથ મહાદેવ મંદિર, શ્રી રણછોડરાય મંદિર, અને ઠાકોરજી ની હવેલી ખાતે ભક્તો સવારે ઉઠીને નિત્ય કર્મોમાંથી મુક્ત થઇ સીધાં દર્શન નો લાભ લેવા પહોંચી ગયા હતાં. કેશોદ શહેરમાં સંખ્યાબંધ વેપારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ભક્તો નો કાયમી ધોરણે મનોમન નક્કી કરેલ નિયમ છે કે સવારે દેવ દર્શન કરીને જ કામધંધા માટે નીકળવું આવાં ભાવિકો ભક્તો નિયમિત મંદિર ના દ્વાર પર જઈને મનોમન દર્શન કરી લેતાં હતાં ત્યારે આજરોજ નીજદર્શન નો લાભ મળતાં ભાવવિભોર બની ગયા હતાં.

કેશોદ શહેરમાં કોવીડ-૧૯ ની મહામારી માં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈન નું ચુસ્તપણે સ્વયંભૂ પાલન કરતાં ભક્તો નજરે પડ્યાં હતાં. સિત્તેરેક દિવસ નાં લાંબા સમય બાદ ઈશ્વર અને ભક્તો નું મિલન થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ધાર્મિક સ્થળો પર દર્શન નો લ્હાવો લઈને ભાવિકો ભક્તો માં એક અલૌકિક શક્તિ નો સંચાર થયો હોય એવું લાગતું હતું અને અમુક ભક્તો ઈશ્વર સાથે તલ્લીન થઈ જતાં આંખોમાં થી દડ દડ આંસુ પડવા લાગ્યા હતાં ત્યારે કહી શકાય કે ભારત દેશના નાગરિકો ધર્મના તાંતણે બંધાયેલા છે અને અનેકતામાં એક્તા છુપાયેલી છે.

રિપોર્ટ : જગદીશ યાદવ, જુનાગઢ

Related posts

Leave a Comment