રાજકોટ શહેર નીલ સીટી કલબનાં માલિક અને પૂર્વ ધારાસભ્ય તથા તેના મેનેજર સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો

રાજકોટ,

રાજકોટ શહેર તા.૮.૬.૨૦૨૦ ના રોજ ગુજરાત કોંગ્રેસનાં બંને સિંહોએ તેમના ધારાસભ્યોને વિવિધ રીસોર્ટમાં મોકલયા છે. તેમાં પણ સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે તો ૧૯ જેટલા ધારાસભ્યો હાલ નીલ સીટી કલબ રીસોર્ટમાં રોકાયા હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં લલિત વસોયા, હાર્દિક પટેલ, જાવેદ પીરઝાદા, અર્જુન મોઢવાડીયા સહિતનાં અનેક કોંગી ધારાસભ્યો રીસોર્ટમાં રોકાયા છે. બીજી તરફ જાહેરનામાનો ભંગ કરતા નીલ સીટી કલબનાં માલિક અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ તથા તેના મેનેજર સમર્થ મહેતા સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે હોટલ, રિસોર્ટ કોઈપણ રીતે કાર્યરત રહી શકે નહીં. ત્યારે નીલ સીટી કલબમાં તમામ કોંગી ધારાસભ્યોને ઉતારો આપતાની સાથે જ અનેકવિધ પ્રશ્નો પણ સામે આવ્યા છે. જેને લઈ હાલ જાહેરનામાનો ગુનો પણ નોંધાયો છે. જે અંગે નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ મનોહરસિંહ જાડેજા દ્વારા આ મુદ્દે પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. બીજી તરફ પરેશ ધાનાણી દ્વારા એવો પણ બફાટ કરવામાં આવ્યો હતો કે, નીલ સીટી કલબ રીસોર્ટ નહીં પરંતુ પ્રાઈવેટ ફાર્મ છે. બીજી તરફ વર્ષ ૨૦૧૮માં નીલ સીટી કલબે તેની પરમિશન માટે એપ્લીકેશન પણ કરી હતી. પરંતુ રીસોર્ટને હજુ સુધી મંજુરી મળી નથી. ધારાસભ્યોને રાજકોટ, અંબાજી અને આણંદનાં રીસોર્ટમાં રાખવામાં આવ્યા છે. પરંતુ નીલ સીટી કલબનાં અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ અને તેના મેનેજર વિરુઘ્ધ રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉનનાં નિયમોનો ઉલાળીયો કર્યો હતો. જેને લઈ પોલીસે ગુનો નોંઘ્યો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment