સાંતલપુર વેપારીએ અડધી કિંમતે સોનાના પાંચ નકલી બિસ્કીટ આપીને તેની સાથે 17.50 લાખની ઠગાઈ

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના સાંતલપુર ના શેરપુરા ના યુવાન વેપારી ને વિશ્વાસ માં લઈને બિલ વગરનો માલ સોનાના બિસ્કીટ અડધી કિંમત મળતા અને તે માલ સુરત હજીરા પોર્ટ થી આવે છે,એવો વિશ્વાસ આપીને 5 સોનાના ખોટા બિસ્કીટ આપીને રૂ.17.50 લાખ લઈ લીધા હતા. ત્યારબાદ વેપારીને સોનાના બિસ્કીટ પરત આપી રૂપિયા લઇ જવાનું કહ્યું હતું, તેમજ સોનાના બિસ્કીટ પાછા લઇ લીધા હતા અને રૂપિયા પણ પરત આપ્યા ન હતા, રૂપિયા પરત માંગતા તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વેપારીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને તેને સારવાર માટે…

Read More

જુનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં લો કોલેજ જૂનાગઢના વિદ્યાર્થી પ્રથમ નંબરે

હિન્દ ન્યુઝ, જુનાગઢ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજય સરકાર દ્વારા આયોજિત જુનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં લો કોલેજ-જૂનાગઢના વિદ્યાર્થી હર્ષ સાવલીયાએ ‘ભજન સ્પર્ધા’માં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ નંબર હાંસલ કર્યો છે જે બદલ હાર્દિક શુભેચ્છાઓ ખૂબ આગળ વધી કોલેજનું નામ રોશન કરો તેવી ટ્રસ્ટી મંડળ અને કોલેજ સ્ટાફે શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Read More

જૂનાગઢ ખાતે આવેલ જોષીપુરા શ્રી સરદાર પટેલ ની પૂર્ણ કદની પ્રતિમા તેમજ સર્કલ ના નવીનાકરણના કામનું ખાતમુરત કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 13 સપ્ટેમ્બર એક ઐતિહાસિક દિવસ છે આજના દિવસે એક ભારતના પ્રણેતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે હૈદરાબાદ ઉપર લશ્કરી કાર્યવાહી કરી અને હૈદરાબાદના નિઝામ પાસે હૈદરાબાદને ભારતમાં વિલીનેકરણ કરવા માટેના દસ્તાવેજ ઉપર સહી કરાવેલ અને હૈદરાબાદ ને ભારતમાં વિલીનીકરણ કરેલ આજના ઐતિહાસિક દિવસને યાદ કરીને જોષીપુરા ખાતે શ્રી સરદાર પટેલ ની પૂર્ણ કદની પ્રતિમા તેમજ સર્કલ ના નવીનાકરણના કામનું ખાતમુરત માનની સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા માનની મેયર ગીતાબેન પરમારકમિશનર રાજેશકુમાર તન્ના તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ વિસ્તારના કોર્પોરેટરઓ તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું રિપોર્ટર…

Read More

રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૨૭૩ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ        રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા.૦૮/૦૯/૨૦૨૨ થી તા.૧૩/૦૯/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો રામનાથપરા, જાગનાથ પ્લોટ, તથા આજુબાજુમાંથી ૮ (આઠ) પશુઓ, રામેશ્વર પાર્ક, ગોપાલ ચોક તથા આજુબાજુમાંથી ૭ (સાત) પશુઓ, વિવેકાનંદનગર, નંદા હોલ, રાધા કૃષ્ણનગર, સહકાર રોડ વિગેરે વિસ્તારોમાંથી ૨૪ (ચોવીસ) પશુઓ, તિરૂપતિ સોસાયટી, સ્વાતિ પાર્ક, કોઠારીયા સોલવન્‍ટ, ગણેશનગર, રસુલપરા તથા આજુબાજુમાંથી ૨૨ (બાવીસ) પશુઓ, માંડા ડુંગર, રામનગર, ગ્રીન લેન્‍ડ ચોકડી, જડેશ્વર, શ્યામ પાર્ક તથા આજુબાજુમાંથી ૨૦(વીસ) પશુઓ, જીવરાજ પાર્ક, કણકોટ પાટીયા, મવડી તથા આજુબાજુમાંથી ૪૬ (ત્રેસઠ) પશુઓ, ચુનારાવાડ, થોરાડા, ગુજરાત હાઉસીંગ સોસાયટી તથા આજુબાજુમાંથી ૮ (આઠ) પશુઓ, રૈયા ગામ, તથા આજુબાજુમાંથી ૧૪ (ચૌદ) પશુઓ, વેલનાથ, રંભામાની વાડી તથા આજુબાજુમાંથી ૩૭ (સાડત્રીસ) પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૨૭૩ પશુઓ પકડવામાં આવેલ છે.  

Read More

દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટેની રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨ અંગે જાહેર જોગ

હિન્દ ન્યુઝ, બોટાદ દિવ્યાંગતા ધરાવતા અંધ, બહેરા-મુંગા, અપંગ તેમજ રકતપિત તથા મંદબુધ્ધિવાળા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર માટે રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા – ૨૦૨૨ માં ભાગ લેવા હેતુસર અરજીપત્રકનો નમુનો રોજગાર ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકશે તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન પરથી વિનામુલ્યે તા.૧૯/૦૯/૨૦૨૨ સુધીમાં મેળવી શકશે. તેમજ ભરેલ અરજીપત્રકો સાધનિક દસ્તાવેજોના બિડાણો સહિત બે નકલમાં તા.૧૯/૦૯/૨૦૨૨ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ મારફત જિલ્લા રોજગાર વિનિમય ક્ચેરી, બોટાદને મોકલી આપવાના…

Read More

છોટાઉદેપુર-વડોદરા હાઇવે નું એક નાળુ જર્જરિત હાલતમાં

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર – વડોદરાને જોડતો નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર છોટાઉદેપુર ઘેલવાંટ ગામ પાસે આવેલ નાળુ ઓરસંગ નદીમાં મળે છે. જે જર્જરિત બનતા અકસ્માતનો ભય ફેલાયો છે. નાળા ઉપરથી મોટા ભારદાર વાહનો પસાર થતા નાળામાં કંપન થતું હોવાની પ્રજા ફરિયાદ કરી રહી છે. ઓરસંગ નદી કિનારે મુખ્ય હાઇવે ઉપર આવેલું આ નાળુ વહેલી તકે રિપેઇર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. આ છોટાઉદેપુર થી વડોદરા નેશનલ હાઇવે ઉપરથી રોજના ગુજરાત સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોના પણ અસંખ્ય નાના મોટા વાહનો પસાર થાય છે. જેમાં મોટા ભારદારી વાહનો…

Read More

કેન્દ્ર-રાજ્ય સરકારમાં પ્રજાએ મૂકેલા અતૂટ વિશ્વાસથી આગળ ધપી રહેલી વિકાસયાત્રા હજી પણ વધુ તેજ બનશે અને સમગ્ર વિશ્વમાં ભારતમાતા પરમ વૈભવના સર્વોચ્ચ શિખરે અચૂક બિરાજશે તેવી અભિલાષા વ્યક્ત કરતાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઇ મોરડીયા

હિન્દ ન્યુઝ, રાજપીપલા ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઇ મોરડીયાના હસ્તે આજે રાજપીપલા અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા સંકુલ ખાતે સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નર્મદા સુગર અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ધનશ્યામભાઇ પટેલ, વિક્રમભાઇ તડવી, તાલુકા પંચાયતના પ્રમુખઓ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યઓ, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, વિવિધ યોજનાના લાભાર્થીઓ અને જિલ્લાવાસીઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા “વિશ્વાસથી વિકાસયાત્રા” ના જિલ્લા કક્ષાના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. રાજપીપલા ખાતે યોજાયેલા “વિશ્વાસથી વિકાસયાત્રા” ના ઉક્ત કાર્યક્રમમાં મંત્રી…

Read More

રાજુલા તાલુકાનાં ખારી ગામના ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની અછત લઈને શીક્ષણ અધિકારી તેમજ ધારાસભ્યને ડેરને રજુઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાજુલા  રાજુલા તાલુકાનાં ખારી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી બાળકોનું શિક્ષણકાર્ય ખોરવાઈ ગયું છે. ત્યારે છેલ્લા ઘણાં સમયથી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી જેને લઇને ગ્રામજનો એકઠા થઇને શીક્ષણ અધિકારી તેમજ ધારાસભ્ય અંબરીષભાઈ ડેરને રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. ખારી ગામના ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ખારી ગામે પ્રાથમિક શાળામાં હાલમાં કુલ ૪ શીક્ષકો પર શાળા ચાલે છે. જેમાંથી ૩ કાયમી શિક્ષક અને એક પ્રવાસી શીક્ષક છે. અને અમારી ગ્રામજનોની માંગ એવી માંગ છે કે, સરકાર દ્વારા ૨ કાયમી શીક્ષકની નીમણુંક કરવામાં આવે પરંતુ…

Read More

રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા વેપારીઓ, વેપારીઓ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર

હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર ખાતે વેપારીઓનું ઉગ્ર આંદોલન પાટણ જિલ્લાના રાધનપુર નગર ની અંદર મેન બજારમાં ગંદકીના સામ્રાજ્યના કારણે રાધનપુરના વેપારીઓ ઉગ્ર બન્યા હતા રાધનપુર મેન બજાર જલારામ સોસાયટી પાસેથી ભવ્ય રેલી કાઢી કાળી પટ્ટી ધારણ કરી ઢોલ વગાડતા વગાડતા વેપારીઓ રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. વેપારીઓ દ્વારા બજારમાંથી ગંદકી દૂર કરવા ગટરો સાફ સફાઈ કરવા બજારમાં પડેલા રોડ ઉપર ખાડા દૂર કરવા માગણી સાથે નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોચ્યા. બજાર માં નાયબ કલેકટર કચેરીએ સૂત્રોચાર સાથે વેપારીઓ ખૂબ મોટી સંખ્યામાં વેપારીઓ એ વિરોધ દર્શાવ્યો…

Read More

રાધનપુર માં ભારે વરસાદ માં રાત્રે વીજળી પડતા પંખીઘર ને નુકશાન

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના રાધનપુર પંથક માં ૨ દિવસ વરસેલા વરસાદ ને કારણે પંખી ઘર માં નુકશાન, રાધનપુર ઠાકોર વાસ ના પંખી ઘર પર વીજળી પડતાં નુકશાન થયું હતું રાધનપુર નગર મા બે દિવસ થી સાંજે એકાએક આકાશ માં કડા ડીબાંગ વાદળો ઘેરાયા હતા ભારે પવન ના સૂસવાટા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો.રાત્રીના સમયે આકાશ માં વીજળી ના ચમકારે ગગન ભેદી ધડાકો થયો હતો,જેને કારણે રાધનપુર નગર મા વીજ પ્રવાહ પણ ખોરવાયો હતો રાત્રે ધડાકા સાથે આકાશ માંથી વીજળી પડી હતી જેમાં રાધનપુર નગર ના રેલવે…

Read More