હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા-રાધનપુર ખાતે 20 મી એ ગાંધીનગર મુકામે ગૌમાતા માટે સંતો મહંતો નું એક મહા સંમેલન યોજવાના ભાગરૂપે આજરોજ રાધનપુર ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વધુમાં વધુ ગૌસેવકો ગાંધીનગર જાય અને સરકારે જે જાહેરાત કરી છે તેનો અમલ કરવા અને ફાળવેલ ગ્રાન્ટ મળે તેવા હેતુસર આજરોજ રાધનપુર ખાતે ગૌશાળા માં મીટીંગ નું આયોજન થયું હતું. રાધનપુર તેમજ આજુબાજુની ગૌશાળા ના સંચાલકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. રાધનપુર ખાતે સુરભી ગૌશાળા દ્વારા ગુજરાત સરકારે જાહેર કરેલ ગૌશાળા અને પાંજરાપોળ ની સહાય ના મળતા…
Read MoreMonth: September 2022
રાધનપુર ખાતે બજાણીયા સમાજ ની બેઠક મળી
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રવિધામ વિસ્તાર ના રામદેવપીર મંદિર ખાતે બજાણીયા સમાજ ના આગેવાનો દ્વારા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બજાણિયા સમાજ ના આગેવાનો દ્વારા તારીખ 20 /9/2022 ના રોજ ગાંધીનગર સી.એમ. હાઉસ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે સમાજ ના અમુક ચોક્કસ મુદ્દાઓ માટે બજાણિયા સમાજ ના આગેવાનો દ્વારા મુદ્દાઓ રજુઆત કરવા માટેની આજે રાધનપુર ખાતે બેઠક મળી હતી. બજાણિયા સમાજ ના રજુઆત કરવા માટે ના મુદા (1) બજાણીયા સમાજ માટે વાડી (ખેતર) ના પ્રશ્નો ના નિકાલ બાબતે (2) બજાણીયા સમાજ ના બાળકો ના અભ્યાસ…
Read Moreનેશનલ ગેમ્સ-૨૦૨૨ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્પોર્ટ્સ કાર્નિવલ”માં આજે ત્રીજા દિવસે ફૂટબોલ મેચ સહીતની વિવિધ ગેમ્સ અને એક્ટિવિટીઝ યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે એ પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને નેશનલ ગેમ્સ માટે અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, આ અનુસંધાનેરાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ત્રીજા દિવસે શનિવારે તા. ૧૭-૦૯-૨૦૨૨નાં રોજ સાંજે ૫:૧૫ વાગ્યે રેસકોર્સ ખાતે ફૂટબોલ ગ્રાઉન્ડ, ગ્રાસ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશન v/s મારવાડી…
Read Moreવડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્યે શ્રવણતીર્થ યાત્રાની બસોને ભુજથી પ્રસ્થાન કરાવ્યું હતું
શ્રવણતીર્થ દર્શન યોજના– ૨૦૨૨ હિન્દ ન્યુઝ, ભુજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગઈકાલે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યે શ્રવણતીર્થ યાત્રા અન્વયે તીર્થસ્થાનના દર્શન કરવા જઈ રહેલા વરિષ્ઠ નાગરિકોની પાંચ બસોને ભુજ આશાપુરા મંદિરથી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. સિનિયર સિટીઝન માટેની આ શ્રવણતીર્થ યાત્રામાં ભુજથી ૨૫૦થી વધુ સિટીઝન માટે ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ નાગરિકોમાં દર્શનાર્થે જવાનો ઉત્સાહ જોઈને વિધાનસભા અધ્યક્ષાએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. વરિષ્ઠ નાગરિકોના તીર્થસ્થાનના દર્શનાર્થે જવાની શ્રવણ તીર્થદર્શન યોજના વિશે જાણીએ .વૃધ્ધ માતા-પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવનાર શ્રવણ…
Read Moreવડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ૭૨માં જન્મ દિવસ અનુસંધાને જૂનાગઢ મહાનગરપાલિકા વિવિધ કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના ૭૨ માં જન્મદિવસ નિમિતે મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા ૭૨ વૃક્ષો જુનાગઢ મહાસાગર ટ્રાવેલ્સ ની ઓફિસ ની બાજુમાં મજેવડી ગેટ પાસે રોપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં રાજ્ય સરકારના મંત્રી માન. દેવાભાઈ માલમ, કમિશનર રાજેશકુમાર તન્ના, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ
Read Moreરાધનપુર શહેર મેન બજાર રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય, તંત્ર દ્વારા આંખ આડા કાન
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મેન બજાર માં ચાર રસ્તા થી લઈને બસ સ્ટેન્ડ રોડ થી વડપાસર તળાવ સુધી નો જતો રોડ બિલકુલ રોડ બિસ્માર હાલતમાં જોવાઈ રહેલ છે, આ રોડ એટલો બધો તૂટેલો છે કે અહીંથી નીકળતા વાહનો ડાંસ કરતા હોય તેમ લાગે છે મોટા ખાડા ટેકરા પડી ગયા છે. અહીંયાં રાધનપુર વિસ્તારમાં ચારથી પાંચ મોટા દવાખાના આવેલ છે તેમજ સરકારી રેફરલ હોસ્પિટલ છે જ્યાં જવા માટે પણ નગરમાટે એક જ રોડ છે તેથી આ રોડ કાયમ ટ્રાફિક થી ધમ ધમતો રહે છે છતાય તંત્ર દ્વારા…
Read Moreજસદણ એસ.ટી ડેપોના કર્મચારીએ 1 લાખ રૂપિયાના હીરા ભરેલ પાકીટ મૂળ વ્યક્તિને સોંપ્યું
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ ડેપોની બસ નં-૨૬૭૭ રાજકોટ-ગઢડા રુટની બસમાં એક મુસાફર રાજકોટ થી સરધાર સુધી મુસાફરી કરી રહેલ હોય તે સરધાર મુસાફરી પૂરી થતાં ઉતરી ગયેલ જે મુસાફરનું હીરા ભરેલ પાકીટ જેની અંદાજિત કિંમત રૂ.૧૦૦૦૦૦/- જેટલી હોઈ તે કન્ડક્ટર જીતેન્દ્રભાઈ ચૌહાણ અને દ્રાઈવર હેમેન્દ્રભાઈ શેખવા ને મળેલ જે પાકીટ ઉપર મૂળ માલિકના મો.નં. હોવાથી તેમનો કોન્ટેકટ કરી જાણ કરેલ અને ડેપો ખાતે એ.ટી.આઈ.ની રૂબરૂમાં મૂળ માલિકને સુપરત કરેલ. બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ
Read Moreડો સુભાષ એકેડમી ના પ્રમુખ જવાહરભાઈ ચાવડા ની મહત્વની જાહેરાત જૂનાગઢમાં અધ્યતન યુનિવર્સિટી કેમ્પસ નિર્માણ થશે
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જુનાગઢ આર્ય કન્યા છાત્રાલયના સ્થાપના દિવસ તેમજ અગ્રણી કેળવણી કાર પેથલજીબાપા ચાવડાના ૯૩ માં જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં દો સુભાષ એકેડીના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પેથલજી બાપા નું એક સપનું હતું કે આ સંસ્થા એક યુનિવર્સિટી બને અને તેનો લાભ માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓને નહીં પરંતુ સમગ્ર ભારતના વિદ્યાર્થીઓને મળે તે અંતર્ગત શૈક્ષણિક ક્ષેત્રે અધ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું યુનિવર્સિટી કેમ્પસ ૧૨૫ એકર કરતાં વધારે જગ્યામાં અને લગભગ ૪૦૦ કરોડના ખર્ચ ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓનો અભ્યાસ કરી શકે તેટલી ક્ષમતા વાળી બનશે તેમજ…
Read Moreરાધનપુર અર્બુદા સેના ના કાર્યકર્તાઓ દ્વારા મામલતદાર કચેરી એ આવેદનપત્ર આપવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, રાધનપુર પુવૅ ગુહ મંત્રી અને ગુજરાત અર્બુદા સેના ના અધ્યક્ષ વિપુલ ચૌધરી ની ધરપકડ ને લઈને રાધનપુર વિસ્તારના ચૌધરી સમાજના લોકો માં ભારે રોષ ને લઈને તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં આવે તેવી માગણી સાથે રાધનપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. ભાજપ સરકાર સામે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તો ભાજપ ના નેતા ના ઇશારે વિપુલ ચૌધરી ની ધરપકડ કરવામાં આવી છે તેવું જણાવ્યું હતું. આવનારી 2022 ની વિધાનસભા માં ચૌધરી સમાજ ભાજપ વિરોધ કરશે, વિપુલ ચૌધરી ને મુક્ત નહીં કરવામાં આવે તો ચૌધરી સમાજ ભાજપ સરકાર સામે લાલઘુમ…
Read Moreરાધનપુર ના મધ્ય માં આવેલ વડપાસર તળાવ ઓવરફલો
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મધ્ય માં આવેલ વડપાસર તળાવ ઓવરફલો થતાં મુખ્ય બજાર માં ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયા છે.તળાવ નું પાણી રાધનપુર શહેર ના મેન બજાર રસ્તાઓ માં ઘસ્યું, ઉપરવાસ માં ભારે વરસાદ ના કારણે તળાવ ઓવરફલો થતાં રાહદારીઓ વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો માં પરેશાની જોવા મળી રહી છે. રાધનપુર મંડી ચોક થી બસ સ્ટેન્ડ સુધી પાણી ભરાતા જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે વેપારીઓ તેમજ વાહન ચાલકો થયા પરેશાન. રાધનપુર માં મોડી રાત્રે વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ રહેતા…
Read More