તા.૧૦-૦૭-૨૦૨૧ના રોજ નેશનલ લોક અદાલતનું ખેડા જિલ્‍લામાં આયોજન

હિન્દ ન્યુઝ, નડિયાદ      નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર ખેડા જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્‍લા ન્‍યાયલય, નડિયાદના મહે.અધ્યક્ષ એલ.એસ.પીરઝાદાની સુચના મુજબ જિલ્‍લા અદાલત, નડિયાદ તથા તમામ તાલુકાની કોર્ટ, નડિયાદ, ડાકોર, ઠાસરા, કપડવંજ, ખેડા, માતર, મહેમદાવાદ, મહુધા, કઠલાલ, વસો, સેવાલીયા મુકામે તા.૧૦-૦૭-૨૦૨૧ના રોજ નેશનલ લોક અદાલત યોજવામાં આવનાર છે. તેમાં મોટર અકસ્‍માત વળતરના કેસો, દિવાની કેસો, સમાધાન લાયક ફોજદારી કેસો, ફેમેલી કોર્ટના તથા અન્‍ય લગ્‍ન વિષયક કેસો તથા બેંક, એમ.જી.વિ.સી.એલ, ફાયનાન્‍સ કંપની વિગેરેના પ્રીલીટીગેશન કેસો મુકવામાં આવનાર છે. જેથી જે કોઇ વકિલઓ, પક્ષકારો તેમજ…

Read More

નડિયાદ નગરપાલિકા મા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય

હિન્દ ન્યુઝ, નડિયાદ    ખેડા જિલ્લા મા આવેલ નટપુર તરીકે ઓળખાતા નડિયાદ શહેર જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ નુ જન્મ સ્થળ આવેલ છે અને જે ખુબ જ પ્રચલિત શહેર તરીકે ઓળખવામાં આવે છે.     પરંતુ ઘણા સમય થી નડિયાદ શહેર મા પશ્ચિમ એરિયા મા આવેલ રીંગ રોડ તથા સ્ટ્રીટ લાઈટો ચાલતી નહોવાથી ત્યાં ના વોર્ડ ના રહેવાસી ઓ તથા ત્યાં ના આજુબાજુ ના રહેવાસી ઓ ને ઘણી તકલીફો સહેવી પડતી હતી. ઘણી બધી તે વોર્ડ ના સભ્યો તથા નડિયાદ નગરપાલિકા પ્રમુખ ને કરવા છતાં પણ તેનો નિકાલ કરવામાં આવ્યો ન…

Read More

ગબ્બર પર માઁ અંબેની અખંડ જ્યોત ગાયના ઘીથી ઝળહળશે

હિન્દ ન્યુઝ, થરાદ     થરાદના દાનવીર અને વિશ્વ હિંદુ પરિષદના પશ્ચિમ ઝોનના પ્રમુખ દિનેશભાઇ રાયમલજી બારોટ ગૌમાતાઓમાં અપાર અને અખુટ શ્રદ્ધા ધરાવે છે. ગૌમાતાની ભક્તિમાં ઓતપ્રોત રહેતા દિનેશભાઇ બારોટે છેલ્લા કેટલાક સમયથી થરાદની નર્મદા નહેર ની બાજુમાં આવેલી શ્રી ડાંગેશ્વર ગૌશાળાને પણ દત્તક લીધી છે અને કોરોનાના કપરાકાળમાં કોઇની પણ પાસે દાનની અપેક્ષા રાખ્યા વગર એકલા હાથે તમામ ખર્ચ કરીને તેમનો જીવનનિર્વાહ કરીને પુણ્યના ભાથાની સાથે ગૌસેવાનું પ્રેરણાદાયી કર્મ પણ કરી રહ્યા છે. તેમણે ગત રોજ અંબાજી માતાના ધામમાં આધશક્તિ અંબેમાંનાં મુળ હૃદય વનસ્પતિ) અથવા ભેંસ કે જર્સીનાં ઘી…

Read More

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સાથેની બેઠક બાદ ગુજરાત પ્રભારી અને સ્થાનિક નેતાઓની હાજરીમાં આંદોલનકારી પ્રવીણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે આમ આદમીનો ખેશ ધારણ કર્યો પ્રવીણ રામના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી યુવા મતદારોનો પાર્ટીને મળી શકે છે લાભ 2 દિવસ પહેલા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સાથે પ્રવીણ રામની થઈ હતી બેઠક પ્રવીણ રામ છે ગુજરાતનો લોકપ્રિય ચહેરો પ્રવીણ રામની લડતના કારણે લાખો પરિવારોને થયેલો છે ગુજરાતમાં સીધો ફાયદો બેરોજગાર યુવાનો અને કર્મચારીઓમાં પ્રભાવ ધરાવે છે પ્રવીણ રામ પ્રવીણ રામના આપમાં જોડાવાથી આમ આદમી પાર્ટી ને થઈ શકે છે ગુજરાતમાં મોટો ફાયદો સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Read More

દિયોદરના ધ્રાન્ડવડા ગામે સામાન્ય બોલાચાલી મા સામ સામે હુમલો, બે રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે

હિન્દ ન્યુઝ, દિયોદર     દિયોદર તાલુકાનાના ધ્રાન્વડા ગામે સામાન્ય બોલાચાલી મા એક બીજા સાથે હુમલો કરવામાં આવ્યો હતો. જ્યાં ગામના બન્ને યુવકોને ખાનગી વાહનમાં દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લાવી સારવાર આપી હતી. મળતી માહિતી મુજબ ગત સાંજે દિયોદર ના ધ્રાન્ડવડા ગામે મંદિરમાં દારૂપીને આવવાને લઈને સામાન્ય બોલાચાલી થઈ હતી. જ્યાં બંને યુવકો સામસામે મારામારી કરતા બંને ઘવાયા હતા, જ્યાં યુવકોને માથાના ભાગે, પગે વાગતા ખાનગી વાહન દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જ્યાં બંને યુવકો ને પરિવારે સારવાર આપી ઘર વાપસી કરવામાં આવી હતી. દિયોદર…

Read More

દિયોદર ના ખેડૂતોએ અને ખેડૂત ક્રાંતિ યુનિય સાથે UGVCL કંપનીની વીજ બિલની બેવડી નીતિ સામે પ્રાંત અધિકારી દિયોદર ને આવેદન પત્ર પાઠવ્યું

હિન્દ ન્યુઝ, દિયોદર UGVCL કંપની દ્વારા ખેડૂતોને બોરવેલ ના વીજ બિલમાં બેવડી નીતિ થી ખેડૂતો સાથે અન્યાય ને લઈને દિયોદર ના ખેડતો અને ખેડૂત ક્રાંતિ યુનિય દ્વારા દિયોદર પ્રાંત અધિકારી એમકે દેસાઇને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાતના ખેડૂતો સાથે વીજ કંપની UGVCL દ્વારા ખેડૂતોને એનર્જી ચાર્જ, ફિક્સ ચાર્જ રાહત ૨૦ રૂપિયા પ્રતિ હોર્સ પાવર ને લઈ ખોટો વીજ બિલ આપતા હોવાને લઈને UGVCL કંપની દ્વારા ખેડૂતો સાથે બેવડી નીતિ બંધ કરી-એનર્જી ચાર્જ, ફિક્સ ચાર્જ માંથી મુક્તિ આપવા સરકાર અને UGVCL કંપની સામે આવેદન પત્ર આપ્યું હતું. ગુજરાત સરકાર ની ઊર્જા વિભાગ…

Read More

લાખણી નાં કોટડા ગામે ગ્રામજનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા      લાખણી તાલુકા નાં કોટડા ગામે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ગ્રામજનો સહિત લોકો દ્વારા 50 બોટલ રક્તદાન રક્તદાતાઓ દ્વારા એકત્રિત કરવામાં આવ્યું હતું. જે બ્લડ ધાનેરા વ્હાઈટ ક્રોસ વોલન્ટરી બ્લડ બેંક માં જમાં કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો.દિનેશભાઈ ચૌધરી, દીપકભાઈ ચૌધરી, શંકરભાઈ ચૌધરી એલ.વી.ચૌધરી. રઘુભાઈ સોલંકી રાષ્ટ્રીય કિસાન સંગઠન નાં જીલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

મદદનીશ નિયામક(રોજગાર) કચેરી અને મોડેલ કરિયર સેન્ટર દ્વારા રિસ્યૂમ એટલે શું ? વિષય પર માર્ગદર્શક વેબિનારનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર      મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, ભાવનગર અને મોડેલ કરિયર સેન્ટર, ભાવનગર દ્વારા રિસ્યૂમ એટલે શું ?, રિસ્યૂમનું મહત્વ તથા રિસ્યૂમમાં થતી ભૂલોથી બચવા માટે વિદ્યાર્થીઓના હિતમાં “નોકરીનું પ્રથમ પગથિયું-રીઝયુમ & Your Resume- your first impression” વેબીનારનું તા.૨૯/૦૬/૨૦૨૧ ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે, Google Meet: https://meet.google.com/pei-cors-oic દ્વારા ઓનલાઈન આયોજન કરવામાં આવેલ છે. વિષય અંગેનું માર્ગદર્શન કોર્પોરેટ ટ્રેઈનર – કોર્નર ઈન્ડીયાના મન્સૂરભાઈ મોદન દ્વારા આપવામાં આવનાર છે તેમજ આ કાર્યક્રમનું સંચાલન બી.એન.ચુડાસમા (કેરીયર કાઉન્સેલર) રોજગાર કચેરી-ભાવનગર દ્વારા કરવામાં આવનાર છે તેમ મદદનીશ નિયામક(રોજગાર), ભાવનગર દ્વારા જણાવાયું છે. બ્યુરોચીફ (ભાવનગર)…

Read More

જસદણમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જસદણ      ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ની સૂચના અનુસાર અને રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરિયા, મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઈ ચાંગેલા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ જસદણ શહેરના જીલેશ્વરપાર્ક ખાતે શહેર ભાજપ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપરેલીયા, ઉપપ્રમુખ દીપકભાઈ ગીદા, પૂર્વ ઉપપ્રમુખ પંકજભાઈ ચાંવ, અશોકભાઈ મહેતા, હરેશભાઇ હેરભા, જીજ્ઞેશભાઈ હીરપરા તેમજ શહેર ભાજપના તમામ હોદેદારો અને કોર્પોરેટર હાજર રહેલા. રિપોર્ટર…

Read More

સુત્રાપાડા તાલુકામાં લાઇવલીહુડ મેનેજર તરીકે ફરજ બજાવતા અશોકભાઇનુ અવસાન થતા તેમના વારસદારને રૂા. ૨ લાખની મૃત્યુ સહાય અર્પણ

ગીર-સોમનાથ     જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગીર સોમનાથ હસ્તક ચાલતી દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા ખાતે તાલુકા લાઈવલીહૂડ મેનેજર તરીકે ફરજ બજાવતા સ્વ. અશોકભાઇ દેવાભાઇ વાઢેર ફરજના સમયગાળા દરમ્યાન કોરોના વાઇરસથી સંક્રમીત થવાના કારણે દુ:ખદ અવસાન પામેલ. ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગરના તારીખ:-૧૧/૧૦/૨૦૧૭ ના ઠરાવની જોગવાઈ મુજબ ચાલુ નોકરી દરમ્યાન અકસ્માત/કુદરતી મૃત્યુ થાય તેવા કિસ્સામાં તેમના કુટુંબને (સીધી લીટીના કાયદેસરના વારસદારને) મળવા પાત્ર મૃત્યુ સહાય ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધીકારીશ્રી ગીર સોમનાથ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીમાથી દરખાસ્ત મંજૂર…

Read More