મદદનીશ નિયામક(રોજગાર) કચેરી અને મોડેલ કરિયર સેન્ટર દ્વારા રિસ્યૂમ એટલે શું ? વિષય પર માર્ગદર્શક વેબિનારનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

     મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, ભાવનગર અને મોડેલ કરિયર સેન્ટર, ભાવનગર દ્વારા રિસ્યૂમ એટલે શું ?, રિસ્યૂમનું મહત્વ તથા રિસ્યૂમમાં થતી ભૂલોથી બચવા માટે વિદ્યાર્થીઓના હિતમાં “નોકરીનું પ્રથમ પગથિયું-રીઝયુમ & Your Resume- your first impression” વેબીનારનું તા.૨૯/૦૬/૨૦૨૧ ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે, Google Meet: https://meet.google.com/pei-cors-oic દ્વારા ઓનલાઈન આયોજન કરવામાં આવેલ છે. વિષય અંગેનું માર્ગદર્શન કોર્પોરેટ ટ્રેઈનર – કોર્નર ઈન્ડીયાના મન્સૂરભાઈ મોદન દ્વારા આપવામાં આવનાર છે તેમજ આ કાર્યક્રમનું સંચાલન બી.એન.ચુડાસમા (કેરીયર કાઉન્સેલર) રોજગાર કચેરી-ભાવનગર દ્વારા કરવામાં આવનાર છે તેમ મદદનીશ નિયામક(રોજગાર), ભાવનગર દ્વારા જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment