અતિવૃષ્ટિમાં મિશન મોડ પર કાર્યરત જિલ્લા આરોગ્ય તંત્ર

હિન્દ ન્યુઝ, આણંદ

    છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યભરમાં થયેલ ભારે વરસાદને નિર્માણ પામેલ અતિવૃષ્ટીને પરિસ્થિતિના કારણે આણંદ જિલ્લામાં પણ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ૨૬૬૦ જેટલા લોકોને ૩૭ જેટલા શેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

        જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. દિપક પરમાર દ્વારા આરોગ્ય વિભાગની ટીમો તૈયાર કરીને આ પરિસ્થિતિમાં જિલ્લા આરોગ્ય તંત્ર મિશન મોડ પર કાર્યરત થઈને સ્થળાંતરીતોના આરોગ્યની દરકાર કરી છે.

        જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ૧૯૭૯ પીવાના પાણીમાં આર.સી.ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૭૯૬૮ જેટલી કલોરીન ગોળીનું વિતરણ સહિત ૭૫૬ જેટલા ઓ.આર.એસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

        આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં ૪૭ જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરીને ૧૫૦૦ જેટલા વ્યક્તિઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવી છે.

        અત્રે નોંધનિય છે કે, જિલ્લામાં કુલ ૮ સગર્ભાઓને શેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરાઈ હતી . જે પૈકી એક મહિલાની હોસ્પિટલમાં સફળ પ્રસુતિ કરાઈ છે.

Related posts

Leave a Comment