નડિયાદ નગરપાલિકા મા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય

હિન્દ ન્યુઝ, નડિયાદ

   ખેડા જિલ્લા મા આવેલ નટપુર તરીકે ઓળખાતા નડિયાદ શહેર જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ નુ જન્મ સ્થળ આવેલ છે અને જે ખુબ જ પ્રચલિત શહેર તરીકે ઓળખવામાં આવે છે.

    પરંતુ ઘણા સમય થી નડિયાદ શહેર મા પશ્ચિમ એરિયા મા આવેલ રીંગ રોડ તથા સ્ટ્રીટ લાઈટો ચાલતી નહોવાથી ત્યાં ના વોર્ડ ના રહેવાસી ઓ તથા ત્યાં ના આજુબાજુ ના રહેવાસી ઓ ને ઘણી તકલીફો સહેવી પડતી હતી.

ઘણી બધી તે વોર્ડ ના સભ્યો તથા નડિયાદ નગરપાલિકા પ્રમુખ ને કરવા છતાં પણ તેનો નિકાલ કરવામાં આવ્યો ન હતો. તેથી જાહેર જનતા એ નડિયાદ શહેર પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ ને મળતા તેઓ એ આવાત ને સાંભળી અને તેમને જલ્દી થી નિકાલ થાઈ તેવું જણવ્યું હતું અને નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ દ્વારા ચીફ ઓફિસર નડિયાદ નગરપાલિકા ને નડિયાદ પશ્ચિમ વિસ્તારમા આવેલ રીંગ રોડ ઉપર રાત્રિના સમય દરમિયાન લાઈટો ન ચાલતી હોવાની ઘણી ફરિયાદો હતી અને પશ્ચિમ ઝલક નહેર થી પીજ રોડ વાળીને સુધી રસ્તા ઉપર ઘણો બધો કચરો જોવા મળેલ હતો કચરો જોતા સાફ નજર લાગે છે કે ઘણા સમયથી સાફ થયેલ હતો નહીં અને આ કચરો જલ્દીથી સાફ થાય અને જનતાને જલ્દીથી સ્ટ્રીટલાઇટો મળે તે માટે ની લેખિત અરજી આજરોજ નડિયાદ શહેર પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ દ્વારા ચીફ ઓફિસર નડિયાદ નગરપાલિકા ને આપવામાં આવેલ છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment