અક્ષય તૃતીયાસ, પરશુરામ જયંતિ અને રમઝાન ઈદ નો અજોડ સયોગ બન્યો, લોકોએ બંધ પાળી સ્વેચ્છાએ ઘરે તહેવારો ઉજવ્યા

હિન્દ ન્યૂઝ, દિયોદર  કોરોના સમયમાં દિયોદર ખાતે હિન્દુ મુસ્લિમ એકતા ના દર્શન અહીં જોવા મળ્યા. ત્યારે દિયોદર વેપારીઓ અને લોકોએ આજે હિન્દુ સમાજ ના પરશુરામ જયંતી પર ઘરે રહી ભગવાન પરશુરામ ની જ્યંતિ ઉજવી હતી. જ્યાં મુસ્લિમ ધર્મ ના રમઝાન માસ પૂર્ણ થતાં આજે ઇદ નો તહેવાર પણ ઘરે રહી મનાવ્યો હતો. કોરોના સમયમાં સરકારની ગાઈડ લાઈન મૂજબ લોકો પાલન કરવા જાગૃતિ બતાવી રહ્યા છે ત્યારે દિયોદર મા બંને ધર્મો ના તહેવારો કુદરતી રીતે એક જ દિવસે સંજોગ બની આવ્યા છે ત્યારે દિયોદર મા ભગવાન પરસુરામની જન્મ જયંતિ અને રમઝાન…

Read More

દિયોદર નાં રેફરેલ કોવિડ 19 કેર સેન્ટરમાં અલ્પેશ ઠાકોર એ મુલાકાત લીધી

હિન્દ ન્યૂઝ, દિયોદર  બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની મહામારી વચ્ચે દિયોદર રેફરેલ કોવિડ 19 કેર સેન્ટર માં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મુલાકાતે પોહચ્યા હતા. જેમાં કોવિડ 19 કેર સેન્ટર માં સારવાર લેતા દર્દીઓ ની પણ મુલાકાત લીધી હતી. આ બાબતે રેફરેલ હોસ્પિટલ ની મુલાકાત માટે આવેલ અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવેલ કે વર્તમાન સમય કોરોના વાઈરસ ની મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લા ની આજે મુલાકાતે આવ્યો છું અહીં દર્દીઓ ને પુરી સારવાર મળે…

Read More

લુણાલ ગામનો યુવાન કોરોના દર્દીઓની મદદથી મહેકાવી રહ્યા છે માનવતા

હિન્દ ન્યૂઝ, થરાદ      વર્તમાન સમયમાં કોરોનાની વૈશ્વિક મહામારી ધમધમી રહી છે ત્યારે આવા કપરા સમયમાં કોરોનાના યોદ્ધાઓ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના ખડેપગે તૈનાત રહી સેવા કાર્યો કરી રહ્યા છે, ત્યારે થરાદ તાલુકાના લુણાલ ગામના યુવાન પ્રવિણભાઈ ચૌધરી જેઓ કોરોનામાં થરાદની અજુબા હોસ્પિટલમાં અનોખી કામગીરી કરી રહ્યા છે તેમજ આવા કપરા સમયમાં પણ તૈનાત રહી અવિરત સેવા પૂરી પાડતા હોઈ સેવાભાવી ભામાસાઓની કામગીરી ખરેખર માનવતાના દર્શન કરાવે છે. રિપોર્ટ : ધુડાલાલ ત્રિવેદી થરાદ

Read More

થરાદ તાલુકાના લવાણા કળશ ગામમાં અખાત્રીજ ના પાવન પર્વે ભૂદેવો એ યજ્ઞ કર્યો

બનાસકાંઠા જિલ્લા નાં થરાદ તાલુકાના લવાણા કળશ ગામમાં આજે અખાત્રીજ ના પાવન પર્વે કલેશહર માતાજી ના ધામે ભૂદેવો એ યજ્ઞ કર્યો હતો. જેમા હાલ ચાલી રહેલા કોરોના વાયરસ રોગચાળા ને નાથવા માતાજી ને યજ્ઞ રૂપી આહુતી આપી માતાજી ને પ્રાર્થના કરવામાં આવી હતી જેમા યજ્ઞ ના આચાર્ય દીનેસભાઈ દવે, નરસી એચ.દવે તેમજ વિષ્ણુ દવે ભુદેવ એ માતાજી ને પ્રાર્થના કરી કે “માતાજી કોરોના નામ ના દૈત્ય ને તે જ નેસ્તનાબૂદ કરો અને લોકો ની સુખાકારી તેમજ આરોગ્ય સારૂ રહે તેવી પ્રાર્થના કરી હતી. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

લાખણીમાં આજથી આઈ.સી.યુ સાથેની હોસ્પિટલનો શુભારંભ

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી રહી છે. અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા અદ્વૈત હોસ્પિટલ એન્ડ આઇ.સી.યુ ની આજથી શરૂઆત કરવામાં આવી. હોટલ ચંદ્રાસ પેલેસમાં આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, બાયપેક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ હોસ્પિટલની શરૂઆત થતાં સ્થાનિક લોકોને સ્થાનિક કક્ષાએ અદ્યતન સુવિધાઓ મળી રહેશે. ડો.દિગ્વિજયભાઈ દવે (એમ.બી.બી.એસ) જેઓ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા તેઓ આ હોસ્પિટલમાં સારવાર કરવાના હોવાથી તેઓના અનુભવનો લાભ દર્દીઓને મળશે. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા     લાખણી તાલુકામાં લાલપુર ગામે ચાલતી ગૌશાળા માં સ્વ .ઠાકોર બળવંતજી વશાજી રહે.લાલપુર તાલુકો લાખણી જેમનાં મરણ પ્રસગે રૂપિયા 21000/- ગૌ માતા ને ઘાસ ચારા માટે દાન આપેલ છે. હસ્તે ઠાકોર ઉમેદજી તથા ચંદુજી તથા પરબતજી બળવંજી તથા સમસ્ત પરિવાર દાન આપેલ તે બદલ ગૌ શાળા તથા ધમૅ પ્રેમીઓ તરફ થી ધન્યવાદ દાતા શ્રીને, મરણ પામેલા સ્વ.બળવંતજી ના આત્માને ભગવાન સ્વર્ગમાં વાશ આપે એવી ચૌહાણ પરિવાર તરફ થી પ્રાર્થના સહ ભાવભીની શ્રદ્ધાંજલિ. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

સરહદી સુઈગામ તાલુકાના નેસડા (ગો.) ગામે કોરોના વાયરસ વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, સુઈગામ     કોરોના વાયરસ મહામારીને રોકવા વેક્સિનના ડોઝ માટે અગાઉ પણ સરકાર ને રજુઆતો કરવામાં આવેલ છે. કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા વેક્સિનનો બીજો ડોઝ આજે સુઈગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, લીબાળા ના આરોગ્ય કર્મચારીઓ અને આશાવર્કર દ્વારા નેસડા (ગોલપ) ગામે પ્રાથમિક શાળામાં કોરોના વાયરસ સંક્રમણ વધતુ અટકાવવા વેક્સિનનો બીજો ડોઝ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. નિવૃત BSF જવાન ગણેશજી લખમણજીએ પણ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો અને વેક્સિન લેવાથી કોઈ પણ આડ અસર થતી નથી, માટે તમામને રસી લેવા અનુરોધ કર્યો હતો. આ કોવિડ-19 કોરોના વાયરસ સંક્રમણ મહામારીને અટકાવવા…

Read More

સુઈગામ તાલુકાના કાણોઠી ગામને સેનેટરાઈઝ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, સુઈગામ      વૈશ્વિક કોરોના વાયરસ સંક્રમણ મહામારીએ માજા મૂકતાં સરહદી સુઈગામ તાલુકા પંથકના કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે કોરોના વાયરસ સંક્રમણ મહામારી ને અટકાવવા સુઈગામ તાલુકા વિકાસ અધિકારી કુ.કાજલ બેન આંબલિયાની સુચનાથી સરહદી તાલુકાના કાણોઠી ગામમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી હરેશ ભાઈ સોલંકી ના અને સરપંચ જોષી ગંગારામ ભાઈ હેમજી દ્વારા 400 લિટર પાણીમાં સોડિયમ હાઈપોક્લોરાઇડ દવાનુ મિશ્રણ કરી અને કાણોઠીને ગામને કોરોના મહામારીમાંથી સુરક્ષિત રાખવા ગામના તમામ મહોલ્લા, શેરીઓ, રામજી મંદિર તેમજ જાહેર સ્થળ કાણોઠી ગામના દેવપુરા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળા, વૃદ્ધાશ્રમ,શિવજી…

Read More

આગામી વર્ષાઋતુ-૨૦૨૧ની પૂર્વ તૈયારી અંગે ખેડા જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

હિન્દ ન્યૂઝ, નડિયાદ  ખેડા જિલ્‍લામાં આગામી માસમાં ચોમાસાની શરૂઆત થનાર હોઇ પૂર, વાવાઝોડા જેવી પરિસ્‍થિતિમાં સાવચેતીના પગલા લેવા ખેડા જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરી, નડિયાદ ખાતે મીટિંગ યોજાઇ હતી. કલેકટરએ સંભવિત પૂર/વાવાઝોડાની પરિસ્‍થિતિમાં તાત્‍કાલિક સંપર્ક કરી શકાય તે માટે મામલતદારો, ગામના સરપંચ, તલાટીઓ તેમના ગામના આગેવાનોના ટેલિફોન નંબર અદ્યતન કરવા જણાવ્‍યું હતું. આ ઉપરાંત કાંસની સફાઇ કરવી, બિન જરૂરી વૃક્ષો કાપવા, માર્ગો અને પુલોનું જરૂરી રિપેરીંગ કામ કરાવવા તેમજ ડીઝાસ્‍ટર પ્‍લાન અપડેટ કરવા જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.  જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલએ જણાવ્‍યું હતું કે, જિલ્‍લામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓએ પોતાની…

Read More

બજરંગ સેનામાં ધર્મ રક્ષાના જીલ્લા ઉપાધ્યક્ષ તરીકે કરાઈ વરણી

હિન્દ ન્યૂઝ, થરાદ    “ગર્વ સે કહો હમ હિન્દુ હૈ” ના નારાઓનું ગૂંજન કરતું સંગઠન બજરંગ સેનામાં ભુરીયા ગામના યુવકની વરણી કરવામાં આવી હતી. બજરંગ સેનામાં થરાદ તાલુકાના ભુરીયા ગામના વતની અને શાસ્ત્રીજી એવા ઈન્દ્રકુમાર દવેની ધર્મ રક્ષા તરીકે બનાસકાંઠા જીલ્લા ઉપાધ્યક્ષ તરીકેનો હોદ્દો આપ્યો હતો, જોકે સેવા કાર્ય કરતા ઈન્દ્રકુમાર દવેને સંગઠનમાં નવિન હોદ્દો મળતા સૌએ અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર : અતુલ ત્રિવેદી, થરાદ

Read More