કોડીનારમાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન નો નિર્ણય

હિન્દ ન્યૂઝ, કોડીનાર કોડીનારમાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિ ને ધ્યાને લઇ ચેમ્બર્સ ઓફ કોમર્સ-વહીવટી તંત્ર અને તાલુકાના અગ્રણી આગેવાનો દ્વારા નિર્ણય લેવાયો તા.૧૬-૧૭-૧૮ (શુક્ર-શનિ-રવિવારે) કોડીનારમાં સ્વયંભુ સ્વૈચ્છિક લોકડાઉન સ્વૈચ્છિક લોકડાઉનમાં માત્ર મેડીકલ ઇમરજન્સી સિવાય શાક માર્કેટ-માર્કેટ યાર્ડ સહિત બધું સદંતર બંધ રહેશે દૂધ ની ડેરીઓ માત્ર બે કલાક ચાલુ રહેશે જરૂરી કામ સિવાય લોકો ને ઘરની બહાર ન નીકળવા સૂચન રિપોર્ટર : ભગીરથ અગ્રાવત, કોડીનાર 

Read More

દેવગઢબારીયાના ચીફ ઓફિસર વિજય ઇંટાળિયા દાદીની અંતિમક્રિયા પૂર્ણ કરીને રાતોરાત પરત ફર્યા

હિન્દ ન્યૂઝ, દેવગઢબારીઆ  કોરોના મહામારીને રોકવા માટે સરકારી તંત્ર રાઉન્ડ ધ કલોક કામ કરી રહ્યું છે. અધિકારીઓ-કર્મચારીઓ પોતાના ફરજક્ષેત્રમાં આવતી કામગીરીને દિવસ રાત જોયા વિના પૂરી નિષ્ઠા સાથે કરી રહ્યાં છે. સરકારી તંત્ર સાથે જોડાયેલા કર્મયોગીઓ અંગત જીવનમાં ઘણી મુશીબતો-પરેશાનીઓ વેઠતા હોય છે પરંતુ તેના કારણે મહામારીના આ દોરમાં તેઓ પોતાની ફરજ સાથે જરા પણ બાંધછોડ કરી રહ્યાં નથી. કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં જીપીએસસીની પરીક્ષા સફળતાપૂર્વક પસાર કરીને દાહોદના દેવગઢ બારીયામાં ચીફ ઓફિસર તરીકે ગત તા. ૨૦ જાન્યુઆરીના રોજ ફરજમાં જોડાનારા વિજયભાઇ ઇંટાળિયાએ કર્મચારીઓ આદર્શરૂપ ઉદાહરણ પુરૂં પાડયું છે. તેઓ…

Read More

નર્મદા જિલ્લામાં ડોક્ટરોને અભાવે કોરોના દર્દીઓને મુશ્કેલી પડે છે

હિન્દ ન્યૂઝ, રાજપીપળા નર્મદા જિલ્લાના તબીબો અને નર્સ ને વડોદરા SSG ખાતે ડ્યુટી માટે મોકલાયા છે, તો સાથે રાજપીપળા કોવિડ હોસ્પિટલના વેન્ટિલેટર પણ વડોદરા મોકલાયા છે. જેથી સ્થાનિક દર્દીઓને મુશ્કેલી પડી રહી છે ત્યારે હંમેશા પ્રજા માટે અવાજ ઉઠાવતા મનસુખ વસાવાએ વેન્ટિલેટર અને સ્ટાફ પરત આપવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજુઆત કરી છે. નર્મદા જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. 7 એપ્રિલથી 15 એપ્રિલ સુધી રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 15 થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં તબીબોની અછત વર્તાઈ રહી છે તો બીજી બાજુ વડોદરા એસ.એસ.જી ખાતે મોકલાયેલા નર્મદા…

Read More

રાજપીપળા પોલીસ દ્વારા હોમ કોરેન્ટાઇન દર્દીઓની ઘરે જઈ તાપસ કરાઇ

હિન્દ ન્યૂઝ, રાજપીપળા કોરોના પોઝિટિવ આવ્યા બાદ જો કોઈ લક્ષણો ન દેખાય તેવા દર્દીઓને તંત્ર દ્વારા હોમ આઇસોલેશનમાં રહેવાની સુવિધા આપવામાં આવે છે, ત્યારે કેટલાક દર્દીઓ બિંદાસ ફરતા હોવાનો કિસ્સો પણ સામે આવે છે ત્યારે રાજપીપળા પોલીસ સ્ટેશનના પી.આઈ. જાદવે પોતાની ટીમ અને આરોગ્ય રેવેન્યુ ટીમ સાથે રાજપીપળાના વિવિધ વિસ્તારોમાં હોમ આઇસોલેશનમાં રહેલ દર્દીઓના ઘરે રૂબરૂ વિઝીટ કરી દર્દીઓની ખરાઈ કરી હતી, ત્યારે તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં જોવા મળ્યા હતા. નર્મદા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારે લોકોને નિયમોનું પાલન કરવા માસ્ક પહેરવા તેમજ સોસીયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.…

Read More

‘આમરણ અનશન’ નો સુખદ અંત જતીનબાપુ ને જ્યુસ પીવડાવીને સરકાર ના પ્રતિનિધિઓ દ્વારા પારણા કરાવ્યા

હિન્દ ન્યૂઝ, વેરાવળ      આજ રોજ તા-૧૪-૪-૨૦૨૧ ને બુધવાર ના રોજ હિન્દુ યુવા સંગઠનના જીલ્લા પ્રમુખ જતીનબાપુ રવી એ તા-૩-૪-૨૦૨૧ ને શનીવાર ના દિવસ થી ગૌહત્યા અને ગૌતસ્કરો નો ગુજસીટોક મા સમાવેશ થાય તે માંગ સાથે આમરણ અનશન પર બેઠેલ હોય તેનું તા.14/04/2021 ને બુધવારે આજે ૧૨(બાર) દિવસ થયેલ હોય તો આજે જતીનબાપુ ની અને હિન્દુ યુવા સંગઠન તેમજ સમસ્ત હિન્દુ ધર્મ ની માંગ ને સ્વીકારીને ને સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ઝવેરીભાઈ ઠકરાર, માનસીંગ પરમાર તેમજ ભાજપ ના સ્થાનીક આગેવાનો એ બપોરે 01 વાગ્યે અનશન છાવણી માં હાજરી આપી અને…

Read More

“ટીકા ઉત્સવ” કોરોના વેક્સિન માટે ચાલી રહેલા રસી કેન્દ્ર ની મુલાકાત

હિન્દ ન્યૂઝ, વડાલી દેશભરની અંદર ચાલી રહેલા “ટીકા ઉત્સવ” કોરોના વેક્સિન ૪૫ વર્ષથી વધુના વય ના લોકો લે તે હેતુથી વડાલી નગરની રામદેવપીર મંદિર સામે, નવાનગર ની આંગણવાડીઓ માં ચાલી રહેલા રસી કેન્દ્ર ની મુલાકાત વડાલી નગર પાલિકાના પ્રમુખ હંસાબેન સગર, ઉપપ્રમુખ જીતુભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ જયદીપસિંહ, નગરપાલિકાના સદસ્ય વિક્રમભાઈ સગર તથા અન્ય સદસ્યોએ મુલાકાત લીધી. રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી

Read More

ડો.બાબા સાહેબ આંબેડકરની ‘૧૩૦’ મી જન્મ જયંતી પ્રસંગે ડભોઇ નગરમાં આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

હિન્દ ન્યૂઝ, ડભોઇ     આજરોજ ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો. ભીમ રાવ આંબેડકર (બાબાસાહેબ આંબેડકર)ની ‘૧૩૦ ‘મી જન્મજયંતી પ્રસંગે ડભોઇના આંબેડકર ચોક ખાતે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ રાજકીય પક્ષો વિવિધ સમાજના અગ્રણીઓ, રાષ્ટ્રવાદી યુવા કિસાન સંઘ અને ડભોઈ નગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અશ્વિનભાઇ પટેલના હસ્તે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. ડૉ.બાબાસાહેબ આંબેડકરનું પોતાના સમગ્ર જીવન દરમિયાન વંચિતોના સ્વાભિમાન અને સ્વમાન માટે ઝઝૂમ્યા હતા, તેમનું…

Read More

કોરોનાની બીજી તીવ્ર લહેરના કારણે ડભોઇના બજારો સૂમસામ

હિન્દ ન્યૂઝ, ડભોઇ      હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીની બીજી તીવ્ર લહેરમાં ડભોઇ નગર અને તાલુકામાં નવા સંક્રમિત કેસોની સંખ્યામાં વધારો થયો છે. જેથી પ્રજાજનોમાં ભયંકર ડરનો માહોલ ઉભો થયો છે. તેમજ તાજેતરના દિવસોમાં ગરમીનું પ્રમાણ પણ ભયંકર રીતે વધી રહ્યું છે ત્યારે ડભોઇના સ્થાનિક બજારોના સંદર્ભ માં પૂરતા પ્રમાણમાં લગ્નસરાની ઘરાકી ન નીકળતા ડભોઇના વેપારીઓમાં મંદીનો માહોલ સજૉશે તેવા ડર જણાઈ રહ્યો છે. હાલના દિવસોમાં ડભોઇ નગરના મુખ્ય બજારોમાં ગ્રાહકોની ચહલ-પહલ તદ્દન ઘટી જવા પામી છે. બજારો સુમસામ જણાઈ રહ્યા છે. વાસ્તવમાં હાલના સમયમાં લગ્નગાળાની સિઝન હોય છે…

Read More

લાખણી ના લવાણા ગામે ત્રણ સંતાન ની માતાને સાસરિયા પક્ષ દ્વારા માનસિક ત્રાસ આપતાં ઉચ્ચ કક્ષાએ રજુઆત

  હિન્દ ન્યૂઝ, દિયોદર      લાખણી તાલુકાના લવાણા ગામ ની એક યુવતી ના (રમીલાબેન) નામ બદલેલ છે. આજ થી 18 વર્ષ અગાઉ સમાજ ના રીતરિવાજ મુજબ થરાદ તાલુકાના સેડલા ગામે લગ્ન થયેલ હતા એ સમય દરમિયાન બે દીકરા અને એક દીકરી નો જન્મ થયેલ હતો પરંતુ સાસરીયા દહેજ ભૂખ્યા હોય વારંવાર રૂપિયાની માંગણીઓ કરતા તેમજ તેના સાસુ-સસરા વગેરે માનસિક ત્રાસ આપતા તેમજ તેનો પતિ નશા ની ટેવવાળો હોઈ અને ઘરેથી કાઢી મૂકતાં અને વધુ રૂપિયાની માગણી કરતા ઘરેથી ત્રણ સંતાન ની માતા ને ઘરેથી તગડી મુકતા ઓશિયાળી જિંદગી જીવી…

Read More

કાલાવડના રણુંજા ધામે હાલ કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રખાયો મોફુક

હિન્દ ન્યૂઝ, કાલાવડ કાલાવડ તાલુકાના રણુંજા ધામે આવેલ હિરાબાપાની જગ્યામાં છેલ્લા એક વર્ષથી શ્રી રામદેવપીર મહારાજનું નવુ મંદિર બનીને તૈયાર થઈ ગયેલ છે અને કોરોનાના કહેરને પરીણામે નવુ આકાર બની ગયેલ મંદિર ભગવાન વિના સુનુ જોવા મળી રહ્યુ છે. સમય જતા કોરોના કેસોમાં સતત ઘટાડો થતા સમસ્ત ભરવાડ સમાજની મીટીંગ બોલાવીને તમામની સહમતિથી આગામી ચૈત્રસુદ અગિયારસને શુક્રવાર તારીખ ૨૩/૦૪/૨૦૨૧ થી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવાનું સર્વાનુમતે નક્કી કરેલ હતુ પરંતુ હાલમાં કોરોના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને વધતા કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને રણુંજા મુકામે કાલાવડ ઉપરાંત બીજા…

Read More