હિન્દ ન્યૂઝ, કાલાવડ
કાલાવડ તાલુકાના રણુંજા ધામે આવેલ હિરાબાપાની જગ્યામાં છેલ્લા એક વર્ષથી શ્રી રામદેવપીર મહારાજનું નવુ મંદિર બનીને તૈયાર થઈ ગયેલ છે અને કોરોનાના કહેરને પરીણામે નવુ આકાર બની ગયેલ મંદિર ભગવાન વિના સુનુ જોવા મળી રહ્યુ છે. સમય જતા કોરોના કેસોમાં સતત ઘટાડો થતા સમસ્ત ભરવાડ સમાજની મીટીંગ બોલાવીને તમામની સહમતિથી આગામી ચૈત્રસુદ અગિયારસને શુક્રવાર તારીખ ૨૩/૦૪/૨૦૨૧ થી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવાનું સર્વાનુમતે નક્કી કરેલ હતુ પરંતુ હાલમાં કોરોના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને વધતા કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને રણુંજા મુકામે કાલાવડ ઉપરાંત બીજા તાલુકાના આગેવાનોની આપત્કાલીન મીટીંગ બોલાવી હતી અને વર્તમાન પરિસ્થિતિની અને કોવિડ ગાઈડલાઈનની ચર્ચા વિચારણા કર્યા બાદ હાલ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સર્વાનુમતે સ્થગિત કરવાનું નક્કી કરવામાં આવ્યું અને કોરોનાનો કહેર ઓછો થયા બાદ નવેસરથી મીટીંગ બોલાવીને પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત લઈને આયોજન કરવાનું નક્કી કરવામાં આવશે. માટે હાલ રણુંજા ધામે સમસ્ત ભરવાડ સમાજના ઉપક્રમે શ્રીરામદેવપીરના નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોફૂક રાખવામાં આવેલ છે. જેની ભરવાડ સમાજ અને સર્વે ધર્મ પ્રેમી જનતાએ ખાસ નોંધ લેવા શ્રી રામદેવપીર દેવસ્થાન સમિતિ (નવા રણુંજા – હિરાબાપાની જગ્યા) તરફથી જણાવેલ છે.
રિપોર્ટ : ભોજાભાઈ ટોયટા ,નિકાવા