લાખણી ના લવાણા ગામે ત્રણ સંતાન ની માતાને સાસરિયા પક્ષ દ્વારા માનસિક ત્રાસ આપતાં ઉચ્ચ કક્ષાએ રજુઆત

 

હિન્દ ન્યૂઝ, દિયોદર 

    લાખણી તાલુકાના લવાણા ગામ ની એક યુવતી ના (રમીલાબેન) નામ બદલેલ છે. આજ થી 18 વર્ષ અગાઉ સમાજ ના રીતરિવાજ મુજબ થરાદ તાલુકાના સેડલા ગામે લગ્ન થયેલ હતા એ સમય દરમિયાન બે દીકરા અને એક દીકરી નો જન્મ થયેલ હતો પરંતુ સાસરીયા દહેજ ભૂખ્યા હોય વારંવાર રૂપિયાની માંગણીઓ કરતા તેમજ તેના સાસુ-સસરા વગેરે માનસિક ત્રાસ આપતા તેમજ તેનો પતિ નશા ની ટેવવાળો હોઈ અને ઘરેથી કાઢી મૂકતાં અને વધુ રૂપિયાની માગણી કરતા ઘરેથી ત્રણ સંતાન ની માતા ને ઘરેથી તગડી મુકતા ઓશિયાળી જિંદગી જીવી રહી છે તેમજ પોતાના સંતાનો મોટા કરી રહી છે એક બાજુ મહિલાઓ માટે સરકાર શસ્ત્રી કરણ મહિલા ઓના ઉધાન માટે યોજનાઓ બનાવી છે ત્યારે લાખણી તાલુકા ની મહિલા સાથે માનસિક, શારીરિક ત્રાસ, સાથે એક કિસ્સો સામે આવ્યો છે.

ત્યારે મહિલા દ્રારા પોલીસ વડા સાથે ઉચ્ચ અધિકારીઓ ને લેખીત માં રજુઆત કરી છે. ત્યારે મહિલા અધિકાર વિભાગ દ્વારા લાખણી તાલુકાની પીડિત મહિલા ને ન્યાય અપાવશે કેમ અનેક સવાલો ઉભા થાય છે. સરકાર દ્વારા નારી તું નારાયણી અને બેટી બચાવો બેટી પઢાવોના સૂત્ર ના દાવા પોકળ સાબિત થશે કે કેમ ?

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment