કોરોનાની બીજી તીવ્ર લહેરના કારણે ડભોઇના બજારો સૂમસામ

હિન્દ ન્યૂઝ, ડભોઇ

     હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીની બીજી તીવ્ર લહેરમાં ડભોઇ નગર અને તાલુકામાં નવા સંક્રમિત કેસોની સંખ્યામાં વધારો થયો છે. જેથી પ્રજાજનોમાં ભયંકર ડરનો માહોલ ઉભો થયો છે. તેમજ તાજેતરના દિવસોમાં ગરમીનું પ્રમાણ પણ ભયંકર રીતે વધી રહ્યું છે ત્યારે ડભોઇના સ્થાનિક બજારોના સંદર્ભ માં પૂરતા પ્રમાણમાં લગ્નસરાની ઘરાકી ન નીકળતા ડભોઇના વેપારીઓમાં મંદીનો માહોલ સજૉશે તેવા ડર જણાઈ રહ્યો છે. હાલના દિવસોમાં ડભોઇ નગરના મુખ્ય બજારોમાં ગ્રાહકોની ચહલ-પહલ તદ્દન ઘટી જવા પામી છે. બજારો સુમસામ જણાઈ રહ્યા છે. વાસ્તવમાં હાલના સમયમાં લગ્નગાળાની સિઝન હોય છે જેથી દૂરદૂરના ગામડાઓમાંથી લગ્નના સંદર્ભ માં ખરીદી કરવા માટે ડભોઇ ના બજારોમાં આવતા હોય છે, જે હાલમાં જણાઇ રહ્યા નથી. તેમજ આવનાર દિવસોમાં રમઝાન માસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. પરંતુ તેને સંદર્ભમાં પણ પૂરતા પ્રમાણમાં બજારમાં ઘરાકી જોવા મળતી નથી. જેથી વેપારીઓમાં ચિંતાનો માહોલ સર્જાય છે. ડભોઇના બજારોમાં કાપડના, તૈયાર વસ્રોના, અનાજ કરીયાણાના, વાસણોના, ફૂટવેરના, દૂધ-દહીં માવાના, ફરાસખાનાના તેમજ ડી.જે સિસ્ટમ ધરાવતા વેપારીઓ માં હાલના સમયમાં ચિંતાનો માહોલ સર્જાય છે. ડભોઇ નગરના બજારોમાં લગ્ન ગાળા ને અનુલક્ષીને પૂરતા પ્રમાણમાં ઘરાકી નીકળી નથી અને ડભોઇના બજારો સુમસામ જણાઈ રહ્યા છે .જેથી વેપારીઓમાં આ સીઝન પણ ફિક્કી રહેશે અને મંદી જ જોવા મળશે તેવા ડરથી ફફડાટ ફેલાયો છે. આમ પણ હાલમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે લગ્ન સમારોહમાં 50 વ્યક્તિ જ ઉપસ્થિત રહી શકશે. જેના કારણે આ લગ્નગાળાની ઘરાકી નિષ્ફળ જશે તેવું હાલમાં લાગી રહ્યું છે ત્યારે ડભોઇ ખાતે નાનો મોટો વેપાર- ધંધો કરતા વેપારીઓ માં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને આર્થિક સંકટ ઊભું થશે તેવો માહોલ જણાઈ રહ્યો છે.

રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ

Related posts

Leave a Comment