ડો.બાબા સાહેબ આંબેડકરની ‘૧૩૦’ મી જન્મ જયંતી પ્રસંગે ડભોઇ નગરમાં આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

હિન્દ ન્યૂઝ, ડભોઇ

    આજરોજ ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો. ભીમ રાવ આંબેડકર (બાબાસાહેબ આંબેડકર)ની ‘૧૩૦ ‘મી જન્મજયંતી પ્રસંગે ડભોઇના આંબેડકર ચોક ખાતે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ રાજકીય પક્ષો વિવિધ સમાજના અગ્રણીઓ, રાષ્ટ્રવાદી યુવા કિસાન સંઘ અને ડભોઈ નગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અશ્વિનભાઇ પટેલના હસ્તે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. ડૉ.બાબાસાહેબ આંબેડકરનું પોતાના સમગ્ર જીવન દરમિયાન વંચિતોના સ્વાભિમાન અને સ્વમાન માટે ઝઝૂમ્યા હતા, તેમનું સ્વપ્ન હતું કે જ્ઞાતિવિહિન સમાજ રચના” તેમજ હાલના બંધારણના ઘડવૈયા તરીકે તેમનું અમૂલ્ય યોગદાન હતું. તેમજ ભારત સરકાર દ્વારા એમને ભારતરત્નનો એવોર્ડ પણ અપાયો હતો. આજરોજ ભારતના મહાન સપૂત એવા ડો. બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે ડભોઇ નગર ખાતે આવેલી આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ડો.બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ભારતીય જનતા પક્ષ, કોંગ્રેસ પક્ષ, આમ આદમી પાર્ટી, અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા પણ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આંબેડકર ચોક ખાતે રાષ્ટ્રવાદી યુવા કિસાન સંઘના- ભારતીય જનતા પક્ષના અગ્રણી વિનોદભાઈ સોલંકી ના નેજા હેઠળ કેક પણ કાપવામાં આવી હતી અને ગરીબ મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવ્યું હતું. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ડભોઇ નગરપાલિકાના પ્રમુખ કાજલબેન દુલાણી, ભારતીય જનતા પક્ષના શહેર પ્રમુખ ડૉ.સંદિપ શાહ, જીલ્લાસંગઠન મહામંત્રી ડો. બી.જે બ્રહ્મભટ્ટ, મંત્રી ડો. મહેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકાના સભ્યો, સ્થાનિક ભાજપ અગ્રણીઓ, દલિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં આ સૌ આગેવાનો દ્વારા માસ્ક પહેરીને, સોશ્યલ ડિસ્ટન્સીંગનુ પાલન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઇ

Related posts

Leave a Comment