જસાપર ખાતે ક્રિશ્ચન મિશનરી દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં પહોંચી હિન્દુ સેના નાં સૈનિકો

હિન્દ ન્યુઝ, જામનગર 

      જામનગરના ધ્રોલ તાલુકા પાસે આવેલ જસાપર ગામ ખાતે નાતાલ નિમિત્તે ક્રિશ્ચન મિશનરી દ્વારા સ્થાનિક મજૂરો તેમજ નાના કામના લોકોને એકત્રિત કરી લગભગ 250 થી 300 લોકોને સાથે રાખી મોટી પાર્ટીનું આયોજન નાતાલ ઉજવવા માટે કરેલ. તેમજ ધર્માંતરને લગતી પ્રવૃત્તિ થયેલ નાં સમાચાર ‘હિન્દુ સેના‘ ને મળતા ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતીક ભટ્ટ નાં માર્ગદર્શન હેઠળ ધ્રોલના હિન્દુ સેના પ્રમુખ ગૌરવભાઈ મહેતા અને તેમના સૈનિકો દ્વારા આ કાર્યક્રમને તાત્કાલિક બંધ કરાવી ધર્મપરિવર્તન ન કરવા આ લોકોને ખુલ્લી ચેતવણી આપેલ તેમજ હિન્દુ સેના નાં સૈનિકો એ પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ કાર્યક્રમ ને રદ કરાવેલ.

Related posts

Leave a Comment