“રૂડા” દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના (MMGY) હેઠળ ઇસ્કોન મંદિર પાછળ, કાલાવડ રોડ, મુંજકા ખાતે નિર્માણધિન MIG પ્રકારના આવાસો પૈકી ખાલી રહેલા ૧૩૯ આવાસ માટે તા.૨૭થી તા.૩૦ નવેમ્બર દરમ્યાન અરજી ફોર્મ મેળવી શકાશે

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના(MMGY) હેઠળ ડેકોરા વેસ્ટ હિલની પાસે, હરિ કીર્તન હોલ સામે, ઇસ્કોન મંદિર પાછળ, કાલાવડ રોડ, મુંજકા, રાજકોટ ખાતે નિર્માણધિન MIG પ્રકારના આવાસો પૈકી ખાલી રહેલા ૧૩૯ આવાસની ફાળવણી બાકી છે. તે ખાલી આવાસો ફાળવવા માટે માન્ય અરજદારો પાસે અરજી મંગાવવાની પ્રક્રિયા ચાલુ થનાર છે. અરજદાર આઇ.સી.આઇ.સી. બેન્ક, રાજકોટ શહેરની નીચે મુજબ ની જુદીજુદી શાખાઓ માંથી તા.૨૭/૧૧/૨૦૨૩થી તા.૩૦ /૧૧/૨૦૨૩ સુધીમાં અરજી ફોર્મ મેળવી શકશે.

જે અરજદાર ની કુટુંબની વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખથી રૂ.૭.૫૦ લાખ સુધી હોય અને સમગ્ર ભારતમાં પોતાનું ઘરનું ઘર ધરાવતા ન હોય તેવા કોઈ પણ અરજદારશ્રીઓ ઉપરોક્ત નિયત કરેલ બેન્કની કોઇપણ બ્રાન્ચમાંથી રૂ.૧૦૦/- ની ફોર્મ ફી(નોન રિફંડેબલ) ચૂકવી નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી શકશે. અરજદારશ્રીએ નિયત આધારો તથા વિગતો સાથે ભરેલ ફોર્મ તા.૦૫/૧૨/૨૦૨૩ સુધીમાં ફોર્મમાં દર્શાવેલ બેન્કની નિયત શાખાઓમાં ડિપોઝીટ ની રકમ, રૂ.૨૦,૦૦૦/- (વીસ હજાર) રિફંડેબલ, સાથે જમાં કરવાનું રહેશે.

આવાસની સુવિધામાં ત્રણ રૂમ, એક હોલ, રસોડું, સંડાસ,બાથારૂમ છે જેનો કાર્પેટ એરિયા(અંદાજીત) ૬૦.૦૦(ચો.મી.)હશે. આવાસ ની કિમત રૂ.૧૮.૦૦લાખ (અઢાર લાખ) રહેશે.

મુદત વિત્યાબાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આવેલ અરજીઓ પૈકી ફોર્મ ચકાસણી બાદ માન્ય રહેલ ફોર્મ માટે આવાસની ફાળવણીનો “ઈ-ડ્રો” કરવામાં આવશે. આ માટે વધુ વિગતો અંગે રૂડા કચેરીના ફોન નં.૦૨૮૧૨૪૪૦૮૧૦ પર સંપર્ક કરવા રૂડા કચેરીની યાદી માં જણાવેલ છે.

Related posts

Leave a Comment