રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન “ડી.એન.એસ”, યાજ્ઞિક રોડ, રાજકોટની તપાસ કરતાં સ્ટોરેજ રૂમમાં સંગ્રહ કરેલ ખાદ્યચીજોનો એક્સપાયરી ડેટ વીતેલ મિલ્ક 4 પેક્ડ બેગમાંથી કુલ 20 લીટર જથ્થો નાશ કરેલ તેમજ યોગ્ય સ્ટોરેજ, હાઈજીનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

· રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના રેલ્વે જંકશન સામેના વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.

· ચકાસણી કરેલ ધંધાર્થીઓની વિગત :-  

       ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના રેલ્વે જંકશન સામેના વિસ્તારમાં આવેલ (0૧)ગાત્રાળ ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૨)બાલાજી પાઉંભાજી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૩)રામ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૪)મહાદેવ ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)જય મોમાઈ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૬)જલારામ ગાંઠિયા જલેબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૭)મુરલીધર નાસ્તા હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૮)ગુરુનાનક નાસ્તા હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા (૦૯)શ્રી આશાપુરા કોલ્ડ્રિંક્સ (૧૦)ગાયત્રી મદ્રાસ કાફે (૧૧)બલદેવ પરોઠા હાઉસ (૧૨)ગેબી પાન & ટી કોલ્ડ્રિંક્સ (૧3)સાગર કોલ્ડ્રિંક્સ (૧૪)રાધે ક્રિષ્ના ફરસાણ (૧૫)પટેલ નાસ્તા હાઉસ (૧૬)માં શક્તિ અન્નપૂર્ણા નાસ્તા સેન્ટર (૧૭)અમૃત સ્વીટ્સ & નમકીન (૧૮)ભારત કોલ્ડ્રિંક્સ (૧૯)અશોક બેકરી (૨૦)કે.ઇ.એન. નાસ્તા સેન્ટરની ચકાસણી કરવામાં આવેલ.

· નમુનાની કામગીરી :-

        ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સસ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૦4 નમૂના લેવામાં આવેલ :-

1. ચાની ભૂકી (લુઝ) : સ્થળ- એસ.વી.એન્ટરપ્રાઇઝ, ક્રિસન્ટ એપાર્ટમેન્ટ B-4, એ. જી. ઓફિસ બાજુમાં, રેસકોર્ષ રિંગ રોડ, રાજકોટ.

2. ચા પ્રિપેર્ડ (લુઝ): સ્થળ- એસ.વી.એન્ટરપ્રાઇઝ, ક્રિસન્ટ એપાર્ટમેન્ટ B-4, એ. જી. ઓફિસ બાજુમાં, રેસકોર્ષ રિંગ રોડ,રાજકોટ

3. ચા પ્રિપેર્ડ (લુઝ): સ્થળ- નકલંગ ટી સ્ટોલ, દુકાન નં.5, અમીવર્ષા કોમ્પ્લેક્ષ, કાલાવડ રોડ, સ્વામીનારાયણ મંદિર સામે, રાજકોટ

4. ચાની ભૂકી (લુઝ): સ્થળ- નકલંગ ટી સ્ટોલ, દુકાન નં.5, અમીવર્ષા કોમ્પ્લેક્ષ, કાલાવડ રોડ, સ્વામીનારાયણ મંદિર સામે, રાજકોટ

 

 

Related posts

Leave a Comment