‘આમરણ અનશન’ નો સુખદ અંત જતીનબાપુ ને જ્યુસ પીવડાવીને સરકાર ના પ્રતિનિધિઓ દ્વારા પારણા કરાવ્યા

હિન્દ ન્યૂઝ, વેરાવળ

     આજ રોજ તા-૧૪-૪-૨૦૨૧ ને બુધવાર ના રોજ હિન્દુ યુવા સંગઠનના જીલ્લા પ્રમુખ જતીનબાપુ રવી એ તા-૩-૪-૨૦૨૧ ને શનીવાર ના દિવસ થી ગૌહત્યા અને ગૌતસ્કરો નો ગુજસીટોક મા સમાવેશ થાય તે માંગ સાથે આમરણ અનશન પર બેઠેલ હોય તેનું તા.14/04/2021 ને બુધવારે આજે ૧૨(બાર) દિવસ થયેલ હોય તો આજે જતીનબાપુ ની અને હિન્દુ યુવા સંગઠન તેમજ સમસ્ત હિન્દુ ધર્મ ની માંગ ને સ્વીકારીને ને સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ઝવેરીભાઈ ઠકરાર, માનસીંગ પરમાર તેમજ ભાજપ ના સ્થાનીક આગેવાનો એ બપોરે 01 વાગ્યે અનશન છાવણી માં હાજરી આપી અને બાંહેધરી આપેલ કે સરકાર સમક્ષ તમામ 14 મુદ્દાઓની રજુઆત આવનારા સમય મા કરશે. આ સમયે હાજર રહેલ હિન્દુ યુવા સંગઠન – ભારત ના અધ્યક્ષ રધુવીરસીંહ જાડેજા અને અનેક જીલ્લા/તાલુકા ના પદાધિકારીઓ ખાસ હાજરી આપેલ અને જ્યુસ પીવડાવીને આમરણ અનશન નો સુખદ અંત લાવેલ છે.

આજ રોજ બપોરે 1 વાગ્યે આમરણ અનશન ના 12માં દિવસે સુખદ અંત આવેલ ત્યાર બાદ હિન્દૂ યુવા સંગઠન ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાઘુવીરસિંહ બાપુ અને જીલ્લા પ્રમુખ જતીનબાપુ તથા જીલ્લા-તાલુકાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ એ દુઃખભંજન હનુમાનજી ના મંદિરે થી સીધા ટાવરચોક ખાતે એકત્ર થઈને આજ રોજ સંવિધાન ના રચિયતા શ્રી બાબા સાહેબ આંબેડકર જી ની જન્મ જયંતિ નિમિતે બાબા સાહેબ ની પ્રતિમા ને પુષ્પહાર કરીને ઉજવણી કરેલ.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment