રાજકોટ શહેરના વિસ્તારમાં થશે આજથી કોરોના નો રેપીડ ટેસ્ટ શર

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૩.૪.૨૦૨૦ ના રોજ રેપીડ ટેસ્ટ કિટનો ઉપયોગ તંત્ર દ્વારા આજથી શરૂ કરવામાં આવનાર છે. આ રેપીડ ટેસ્ટ જંગલેશ્વર વિસ્તારના કોરોનાના પોઝિટિવ કેસો શોધવા ખૂબ ઉપયોગી સાબિત થશે. આ અંગે મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે આ રેપીડ ટેસ્ટથી ૧૫ કે ૨૦ જ મિનિટમાં પરિણામ મળશે. પહેલા જે લોકો છેલ્લા ૭ દિવસથી શરદી, ઉધરસ અને તાવ જેવા કોરોનાના લક્ષણો ધરાવે છે. તેઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. બાદમાં જંગલેશ્વર વિસ્તારમાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોના પણ રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ શંકાસ્પદ દર્દીનું સેમ્પલ લેવામાં આવે છે. આ નમૂનો લોહી, પ્લાઝમા કે સીસ્ટમના રૂપમાં હોઈ શકે છે. ત્યારબાદ રેપીડ ટેસ્ટ માટે કિટમાં બતાવેલી જગ્યા પર નિશ્ચિત માત્રામાં સેમ્પલ નાખવામાં આવે છે. ૩ હવે ટેસ્ટ કિટમાં લોહીના નમૂના ઉપર ત્રણ ટીપા એક કેમીકલના નાખવામાં આવે છે. જો રેપિડ ટેસ્ટ કિટ પર માત્ર એક ગુલાબી લાઈન આવે તો આનો મતલબ છે કે વ્યકિત નેગેટીવ છે. ટેસ્ટ કિટ પર C અને M ગુલાબી લાઈન આવે તો દર્દી I.G.T. એન્ટીબોડી સાથે પોઝીટીવ છે. જો કિટ પર G અને M બન્ને લાઈન આવે તો દર્દી I.G.G. અને I.G.M. એન્ટીબોડીની સાથે પોઝીટીવ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment