રૈયા રોડ પર રાષ્ટ્રીય પક્ષી મોર ઇજા ગ્રસ્ત હાલત માં મળતા સારવાર અપાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર           દિયોદર તાલુકા ના રૈયા માર્ગ પર શ્વાન ના ટોળા એ એક રાષ્ટ્રીય પક્ષી મોર ને ઘાયલ કર્યો હોવાનું સેવાભાવી યુવાન રમેશભાઈ ભાટી ને ફોન દ્વારા જાણવા મળતા તાત્કાલિક ધોરણે સ્થળ પર દોડી જઇ શ્વાન ના ટોળા એ ઇજા ગ્રસ્ત કરેલ મોર ને તાત્કાલિક ધોરણે પક્ષી સારવાર કેન્દ્ર પર લઈ જઈ સારવાર કરાવી હતી અને સારવાર બાદ આ રાષ્ટ્રીય પક્ષી મોર ને દિયોદર પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. જેમાં ધ્રુવ રાવલ,રાહુલ જોષી, મહિપાલ ચૌધરી વગેરે સેવાભાવી લોકો પણ જોડાયા હતા અને સેવા…

Read More

દિયોદરમાં નવી બજારના રહેણાક મકાનમાં સોર્ટસર્કિટ થી આગ લાગતા ઘરવખરી બળીને ખાખ

હિન્દ ન્યૂઝ, દિયોદર       બનાસકાંઠા જિલ્લામાં આગના અનેક બનાવો બની ચુક્યા છે. જેવા કે અગાઉ ઘણી ગૌશાળા ઓમાં પણ આગ લાગી અને લાખો રૂપિયા નો ઘાસચારો બળી ખાખ થયો હતો. એકાદ વર્ષ પહેલાં દિયોદર માં આવેલો હેપી મોલ પણ આગની ઝપેટમાં આવી જતા લાખોનું નુકસાન થવા પામ્યું હતું, ત્યારે આજે દિયોદર મેઈન બજારના રહેણાંક મકાનમાં ઇલેક્ટ્રિક સૉર્ટ સર્કિટ થતા ઘરવખરી બળી ને ખાખ થઈ ગઈ હતી. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર નવી બજારના મોચીવાસ માં રહેતા અને ઇલેક્ટ્રોનિક ની દુકાન ચલાવતા ઉપનામ ધરવતા બચ્ચન ના રહેણાંક મકાનમાં ટ્યુબલાઇટ…

Read More

ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રી નું લાઇવ પ્રસારણ નિહાળતા ધારાસભ્ય જે.વી. કાકડિયા

હિન્દ ન્યૂઝ, ધારી          ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રી નું લાઇવ પ્રસારણ નિહાળતા ધારાસભ્ય જે.વી. કાકડિયા એ ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય જે.વી. કાકડિયા સહિત ભાજપના કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કેશોદ ખાતેથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ ૧૦ લાખ કુટુંબોને કુટુંબના 50 લાખ લાભાર્થીઓને સમાવેશ કરી હોય જે અન્વયે સામૂહિક અભિવાદન કાર્યક્રમ લાઈવ પ્રસારણ થયું હોય. જેમાં રાજ્યમાં 101 તાલુકામાં પસાર કરવા માટે વિવિધ કે સેન્ટરોમાં વ્યવસ્થા ગોઠવી હોય તે અન્વયે ધારી માર્કેટિંગ…

Read More

“ડભોઇ શહેર-તાલુકાના ગરીબો, શ્રમિકો તેમજ વૃદ્ધોને એ.પી.એમ.સી મેદાન ખાતે રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમ”

હિન્દ ન્યૂઝ, ડભોઇ              ડભોઇ એ.પી.એમ.સી મેદાન ખાતે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા 2013 ની જોગવાઈ હેઠળ 10 લાખ કુટુંબોના 50 લાખ લાભાર્થીઓ તથા રાજ્યના 101 તાલુકાઓનો સામૂહિક કાર્યક્રમનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો. જેમાં ડભોઇ ખાતે ડભોઇના પ્રજાપ્રેમી ધારાસભ્ય શૈલેષ ભાઈ મહેતા(સોટ્ટા) ,મદદનીશ કલેકટર શિવાની ગોયલ, મામલતદાર પૂજા શાહના વરદ હસ્તે ડભોઇ શહેર-તાલુકા ના ગરીબ પરિવારજનોને રેશન કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું .”રાજ્યનો કોઇપણ નાગરિક ભૂખ્યો ન સૂવે તેવી સંપૂર્ણ જવાબદારી સાથે ભાજપ સરકારે પ્રયત્નો…

Read More

આણંદ વિધાનસભા ના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર દ્વારા ખોખરપુરા વિસ્તાર મા પાણી ની ટાંકીનું ખાત મુહૂર્ત

હિન્દ ન્યૂઝ, નડિયાદ            આજે આણંદ વિધાનસભા ના વાસખીલીયા ગામે ખોખરપુરા વિસ્તારમાં વીસ હજાર લીટર પાણી ની ટાંકી નું ખાતમુહર્ત ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે સરપંચ રણજીતસિંહ સોઢા ગ્રામ પંચાયત સભ્ય રમેશભાઈ ઠાકોર, પુર્વ સભ્ય ચીમનભાઈ વાધેલા, દિનેશભાઈ વાધેલા, શંકરભાઈ વાઘેલા, ગગજીભાઈ ભરવાડ, રામાભાઈ ભરવાડ, યોગીનભાઈ પટેલ તથા પુર્વ સભ્ય ઢોલાભાઈ તથા સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પાણી ની ટાંકી મંજૂર થતાં ધરે ધરે નળ થી પાણી સ્થાનિક રહીશો ને મળશે. જેથી સ્થાનિક રહીશો માં આનંદ ની લાગણી વ્યાપી જવા પામી…

Read More

મોરીયાણામાં ગતરાત્રીના રોટવિલર પાળેલ શ્વાનને દીપડો ખેંચી મારણ કર્યું

હિન્દ ન્યૂઝ, નેત્રંગ            તા.૨૦-૧-૨૦૨૧ નેત્રંગ ખાતે મોરીયાણામાં ગતરાત્રીના રોટવિલર પાળેલ કુતરીને દીપડો ખેંચી મારણ કર્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓનું આગમન થયું છે. માનવવસ્તી અને પશુઓ ઉપર જીવલેણ હુમલા સહિતની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં પશુપાલકોના ઢોર ઢાખર અને પાલતુ પ્રાણીઓનું મારણ દીપડા કરી રહ્યા છે. જેમાં નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ મોરીયાણા ગામના ખેડૂતના ખેતરમાં રાત્રીના અંધકારના સમયે પાળેલ રોટવીલર શ્વાન ઉપર હુંમલો કરી ગળામાંથી દબોચી ખેંચી લઈ શિકાર કર્યો હતો. આ બાબતે નેત્રંગ વનવિભાગના…

Read More

સુઇગામ તાલુકા ના ઉચોસણ ગામે પીવાના પાણીની લાઇન લીકેજ થતા વેડફાઈ રહ્યુ છે પાણી

હિન્દ ન્યૂઝ, ભાભર    સરહદી એવા અંતરિયાળ વિસ્તાર એવા સુઇગામ તાલુકાના ઉચોસણ ગામે ગ્રામ પંચાયત ના ટાંકા ની લાઇન લીકેજ થતાં રાત્રી ના સમયે પીવાનું પાણી વેડફાઈ રહ્યુ છે. આ પાણી છેલ્લા ત્રણ મહિનાથી વેડફાઈ રહ્યુ છે. જેમાં ઉચોસણ ગ્રામ પંચાયત ની બેદરકારી જોવા મળી હતી. આ પાઇપ લાઇન નુ સત્વરે રીપેરીંગ કામ કરવામાં નહીં આવે તો હજુ પણ વધારે પીવા નુ પાણી વેડફાઈ જવા ની શક્યતાઓ જોવા મળી હતી. અહેવાલ : બાબુ ચૌધરી,  ભાભર

Read More

શ્રી રામ જન્મભૂમિ પર ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ માટે રાશિ નું સમર્પણ

હિન્દ ન્યૂઝ, વડાલી            શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ મહા અભિયાન અંતર્ગત વડાલી નગર ના શિક્ષક એવા હિતેશ ભાઈ સગર (વાહા) દ્વારા ₹૧૧૦૦૦ નો ચેક તથા તેમના માતા, પત્ની ના ₹૨૧૦૦-૨૧૦૦ ના બે ચેક અને તેમની દિકરી તથા બે દિકરા ના બચત ગલ્લા માંથી ₹૬૩૦૦ રોકડ શ્રી રામ જન્મભૂમિ પર ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ માટે સમર્પણ રાશિ “શ્રી રામ જન્મભૂમિ મંદિર તીર્થક્ષેત્ર” માં અર્પણ કરી. રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી

Read More

ઓખામંડળ ના લોકલાડીલા ધારાસભ્ય પબુભા માણેક ની મહેનત રંગ લાવી

હિન્દ ન્યૂઝ, ઓખામંડળ            આપને સૌ જાણીએ છીએ કે દેવભૂમિ દ્વારકા માં આવેલ ઓખામંડળ એક પર્યટન સ્થળ છે. આ પર્યટન સ્થળોમાં ઘણા યાત્રાળુઓ હજારોની સંખ્યામાં આવતા હોય છે. ત્યારે દર્શનાર્થીઓ તેમજ પ્રવાસકો પાસે દ્વારકા અને બેટ દ્વારકા તેમજ શ્રી નાગેશ્વર દાદા ના દર્શન સિવાય ક્યાંય ફરવા લાયક સ્થળો નો વિકાસ ન થયો હતો. આ માટે આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય પબુભા માણેક દ્વારા સરકારને વારંવાર કરવામાં આવતી રજૂઆતને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકાના ઓખામંડળનાં વિસ્તારો માં ફરવા લાયક સ્થળો નો વિકાસ થાય તેમજ પર્યટકો માટે કંઈક નવું જોવા…

Read More

મહુવા શહેર ના અર્બન હેલ્થ સેન્ટર- 2 ખાતે “કોરોના વોરીયર્સ” આરોગ્ય કર્મચારીઓ નું સન્માન

હિન્દ ન્યૂઝ, મહુવા તા.18, તાજેતર માં મહુવા શહેર ના અર્બન હેલ્થ સેન્ટર- 2 ખાતે “કોરોના વોરીયર્સ” આરોગ્ય કર્મચારીઓ નું સન્માન ગુજરાત ના લબ્ધપ્રતિષ્ઠિત કવિ શ્રી કરશનદાસ લુહાર , ગુજરાત કર્મચારી હિત રક્ષક મંડળ ના પ્રમુખ દિનેશરાજ રાવલિયા, મંગલમૂર્તિ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર ભરતભાઈ હડીયા, હોમ ગાર્ડ ઓફિસર કમાન્ડિગ હરિભાઈ વાઘ, મેડિકલ ઓફિસર ડો. દક્ષિતાબેન જોશી, શિશુભારતી સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર અને કવિ પિયુષભાઈ લુહાર નાં હસ્તે અને ‌ગુજરાત કર્મચારી હિત રક્ષક મંડળ ના પ્રમુખ દિનેશરાજ રાવલિયા દ્વારા સન્માન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે કરણભાઈ વાઘેલા, કમલેશભાઈ ચૌહાણ,…

Read More