ઓખામંડળ ના લોકલાડીલા ધારાસભ્ય પબુભા માણેક ની મહેનત રંગ લાવી

હિન્દ ન્યૂઝ, ઓખામંડળ

 

         આપને સૌ જાણીએ છીએ કે દેવભૂમિ દ્વારકા માં આવેલ ઓખામંડળ એક પર્યટન સ્થળ છે. આ પર્યટન સ્થળોમાં ઘણા યાત્રાળુઓ હજારોની સંખ્યામાં આવતા હોય છે. ત્યારે દર્શનાર્થીઓ તેમજ પ્રવાસકો પાસે દ્વારકા અને બેટ દ્વારકા તેમજ શ્રી નાગેશ્વર દાદા ના દર્શન સિવાય ક્યાંય ફરવા લાયક સ્થળો નો વિકાસ ન થયો હતો. આ માટે આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય પબુભા માણેક દ્વારા સરકારને વારંવાર કરવામાં આવતી રજૂઆતને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકાના ઓખામંડળનાં વિસ્તારો માં ફરવા લાયક સ્થળો નો વિકાસ થાય તેમજ પર્યટકો માટે કંઈક નવું જોવા લાયક સ્થળ બને સાથે અહીંના લોકો ને ધંધા રોજગાર પણ મળી રહે એવા પ્રયાસો ઘણા સમય થી કરતા હતા.

      આજરોજ અત્યાર સુધી કરવામાં આવેલ રજુવાતો ને વેગ મળ્યો અને આ પ્રયાસો ને રૂપાણી સરકાર દ્વારા આજરોજ ઓખા ખાતે ખાતમુહૂર્ત કરી લીલી ઝંડી આપવામાં આવી. દેવભૂમિ દ્વારકાનાં વિસ્તાર માં ધંધા રોજગાર વધે તે હેતુ થી તેમજ શિવરાજપુર બીચ અને બેટ નું સિગ્નેચર બ્રિજ આવનારા ટૂંક સમય માં મહત્વ નું પ્રવાસન સ્થળ સાબિત થાય તે માટે વિજયભાઈ રૂપાણી હસ્તકે અઢળક ગ્રાન્ટ દેવભૂમિ દ્વારકા ને ફાળવવામાં આવી.

        આ ખાતમુહૂર્તના કાર્યક્રમ માં રાજ્યકક્ષા ના મંત્રી વાસણભાઈ આહીર, સાંસદ સભ્ય પૂનમબેન માડમ, સૌના લોકલાડીલા ધારાસભ્ય પબુભા માણેક તેમજ નામી અનામી મહાનુભાવો તેમજ ભાજપ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : પૂજા દવે, ઓખા

Related posts

Leave a Comment