જામનગર ખાતે “મહિલાઓ સાથે થતી હિંસા નિવારણ” અંગે વેબીનાર નું આયોજન

હિન્દ ન્યૂઝ, જામનગર “મહિલાઓ સાથે થતી હિંસા નિવારણ” અંગે તા. 13 જાન્યુઆરી, બુધવાર ના રોજ સાંજે 04:00 કલાકે બટુકભાઇ ખંઢેરીયા ચેરિટેબલ ટ્રસ્ટ તથા જામનગર ની તમામ મહિલા સંસ્થાઓ દ્વારા એક વેબીનાર નું આયોજન કરેલ છે.           આ વેબીનાર માં ખ્યાતનામ વકતાઓ નીચેના વિષયો પર વક્તવ્ય આપશે. 1. જન્મ નો અધિકાર – ડો.નલિની આનંદ – HOD Ob-Gy Dept. જી.જી. હોસ્પિટલ જામનગર 2. સમાનતા નો અધિકાર – શ્રી સુધાબેન ખાન ખંઢેરીયા – ડાયરેક્ટર – એમ.ડી. મેહતા ગર્લ્સ હાઇ સ્કૂલ 3. દીકરાનું ઘડતર – સન્માન નો અધિકાર – જ્વલંત…

Read More

અનલોક હવે ખરી કસોટી દિયોદર ધોરણ 10 -12 શાળા શરૂ

વી.કે.વાઘેલા હાઈસ્કૂલ અને આદર્શ હાઈસ્કૂલ ખાતે વિધાર્થી અભ્યાસ અર્થ આવ્યા હિન્દ ન્યૂઝ, દિયોદર   કોરોના વાઇરસ ની ગંભીર મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સાવચેતી ના ભાગરૂપે શાળા કોલેજો ને બંધ કરી દેવામાં આવી હતી અને છેલ્લા 10 મહિના થી ફકત ઓનલાઈન અભ્યાસ ચાલુ હતો. જેમાં સરકાર દ્વારા 11 જાન્યુઆરી થી રાજ્ય માં ધોરણ 10 -12 શાળા શરૂ કરવાની જાહેરાત કરતા આજે ફરી ઘણા સમય બાદ અનલોક હવે ખરી કસોટી શરૂ થઈ છે. પ્રથમ દિવસે દિયોદર વી.કે.વાઘેલા હાઈસ્કૂલ અને આદર્શ હાઈસ્કૂલ તેમજ અન્ય શાળા માં માસ્ક સાથે વિધાર્થીઓ શાળા એ પોહચ્યા…

Read More

રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકા મથક ખેડૂત જાગૃતિ કાર્યક્રમ ની ગોઠવણી કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, વિછીયા તા.10-01-2021 ના રોજ રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકા મથક ખેડૂત જાગૃતિ કાર્યક્રમ ની ગોઠવણી કરવામાં આવી. જેમાં ખેડૂતોને વધારેમાં વધારે કઈ રીતે મદદરૂપ થવું તે હેતુ અર્થે અનેક ચર્ચા વિચારણા કરવામાં આવી. તેમાં હાલ અત્યારે ચાલી રહેલા ખેડૂત વિરોધી 3 કાળા કાયદા વિશે પણ ચર્ચા કરવામાં આવી. દિનપ્રતિદિન ખેડૂત આત્મહત્યા કરે ખેડૂત દેવાદાર બનતો જાય અનેક પ્રશ્નો ચર્ચા વિચારણા કરવામાં આવી. જેમાં કિસાન કોંગ્રેસ ના પ્રમુખ પાલભાઇ આંબલિયા, વિનુભાઈ ધડુક, મહાદેવભાઇ વકીલ ભોળાભાઇ ગોહિલ, અવસર નાકિયા, વિપુલ ભાઈ બાવળીયા, મુકેશભાઈ રાજપરા, શૈલેષભાઇ પરમાર, અરવિંદભાઈ તલસાણીયા, સુરાભાઈ રાજપરા, ગોરધનભાઈ…

Read More

૧૨મી જાન્યુઆરી ‘સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ’ અને ‘યુવા દિન’ નિમિત્તે રામકૃષ્ણ આશ્રમ દ્વારા સાંજે ચાર થી છ ઓનલાઈન રાષ્ટ્રીય પરિસંવાદ

હિન્દ ન્યૂઝ, રાજકોટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ, જાણીતા નિવૃત આઈપીએસ કિરણ બેદી, પદ્મભૂષણ રમતવીર પુલેલા ગોપીચંદ, પદ્મશ્રી અરુણિમા સિંહા, યુવા શિક્ષણવિદ શરદ સાગર, રશિયાનું સર્વોચ્ચ શિખર સર કરનારા દિવ્યાંગ ચિદુગુલ્લા શેખર, પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપ ગોલ્ડ મેડાલીસ્ટ માનસી જોશી અને તરણવીર ભક્તિ શર્માના વક્તવ્યો. સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એક નેશનલ વેબીનારનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. ‘સ્વામી વિવેકાનંદનો આધુનિક યુવાનોને સંદેશ’ વિષય પર એક દિવસીય હિન્દી પરિસંવાદનું આયોજન ૧૨મી જાન્યુઆરી મંગળવારના રોજ સાંજના ચાર થી સુધી રામકૃષ્ણ આશ્રમની વેબસાઈટ પર કરવામાં આવ્યું છે.…

Read More

ખંભાળિયામાં શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ નુ માનવીય કાર્ય

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા ખંભાળિયામાં દરિદ્રનારાયણ માટે પ્રવૃત એવી સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ તરફ થી સંક્રાતિ પર્વ નિમિતે ખાદ્ય સામગ્રી નુ વિતરણ થયુ હતુ. આ પ્રવૃતિ માટે યુકે ના ગણાત્રા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને શેઠ હિતેનભાઈ ગણાત્રાના સહયોગથી સમર્થન મળ્યું હતું.                          જરૂરિયાતમંદ એવા કુલ ૧૬૦ પરિવારોને આશરે ૬૦૦ રૂપિયા સુધીની કીટ નું વિતરણ આજરોજ કરવામાં આવ્યું. જેમાં ૧૩૦ પરિવારો ને મહાજન વાડી મા ખાંડ, તેલ, મગ, ચણા ની દાળ, મરચા ની ભૂકી, મમરા, તલ, ગોળ, નિમક અને…

Read More

ઓવરબ્રિજ ના કામકાજ સમય ડાયવર્જન માર્ગ પર ભુવા પડ્યા

દિયોદર ગટર નું ગંદુ પાણી ઉભરાતા રોગચાળો ફેલાવાનો ભય સ્થાનિક લોકો ની રજુઆત મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ઉર્ગ રજુઆત કરાઈ હિન્દ ન્યૂઝ, દિયોદર                      દિયોદર હાઇવે વિસ્તાર પર કરોડો રૂપિયા ના ખર્ચે ઓવરબ્રિજ નું કામ ચાલી રહું છે. જેમાં વાહનો માટે ડાયવર્જન આપવામાં આવ્યો છે. જેમાં આ માર્ગ પર ગટર નું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિક લોકો માં ભારે રોષ જોવા મળી આવ્યો છે. જે અંગે ઉર્ગ રજુઆત કરાઈ છે.                      …

Read More

વેલકમ પ્રોગ્રામ અંતર્ગત શારદા મંદિર વિદ્યાલય લુણાવા ખાતે ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

હિન્દ ન્યુઝ, થરાદ             કોવીડ -19 મહામારી વચ્ચે સરકાર ની ગાઇડ લાઇનને અનુસરીને આજથી રાજ્યની શાળાઓમાં ધોરણ 10 અને 12 નો અભ્યાસ ચાલુ કરવાનો નિર્ણય સરકારે લીધો. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આજરોજ શારદા મંદિર વિદ્યાલય લુણાવા માળી ફાર્મ તા. થરાદ ખાતે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. શાળામાં પોલીસ વિભાગની ટીમ પીએસઆઇ જાલોરી તેમજ સ્ટાફ હાજર રહ્યા.             જેતડા પી.એચ.સી ની ટીમ આર.એસ મગરવાડિયા, એફ એચ અઘારીયા, નીતાબેન રાઠોડ, પીરાભાઈ ચૌધરી, બિજલબેન ચેનવા ઉપસ્થિત રહ્યા. લાયન્સ ક્લબ જેતડા ના પ્રમુખ ડો. ભુરાભાઇ રાજપુત,…

Read More

કઠોર મુસ્લિમ કોમ્યુનિટી ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આયોજિત ૦૯મો સમુહ લગ્નન મા ૨૭ જોડી નાં લગ્ન (નિકાહ) કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, સુરત           સુરત જીલ્લાના કામરેજ તાલુકા કઠોર ગામમાં આવેલ  ‘ઘી કઠોર મુસ્લિમ કોમ્યુનિટી ડેવલોપમેન્ટ ટ્રસ્ટ’ કઠોર અને ઈન્ડિયન મુસ્લિમ રીલિફ એન્ડ અંનજુમન એ તાલીમુલ મુસ્લિમીન હાજી ડી.એમ લોખાત ચેરીટેબલ ટ્રસ્ટ તેમ ઘી કઠોર મુસ્લિમ કોમ્યુનીટી સોસાયટી ( U.K )દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષ પણ આજ રોજ એક સમુહ લગ્ન એટલે કે સમુહ મુસ્લિમ રીવાજ નિકાહ નુ આયોજન થયુ.            તેમાં ૨૭ કપલ નિકાહના ગરીબ અને મઘ્યમ વગૅની મુસ્લિમ છોકરીઓને ઘર વપરાશના લાગતા દરેક ને એક સમાન દહેજમાં સામાનમાં…

Read More

નડિયાદ બાસુંદીવાળા ગ્રાઉન્ડ ખાતે મા.મુખ્ય મંત્રી ના હસ્તે વિકાસ કામોનું લોકાર્પણ

હિન્દ ન્યૂઝ, નડિયાદ તા.૧૦/૧/૨૧, નડિયાદ બાસુંદીવાળા ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાનીના હસ્તે ખેડા જિલ્લાના 81.70 કરોડની પાણી પુરવઠા યોજના અને વિવિધ વિભાગના 203.72 ના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાત મહુર્તનું આયોજન કરાયું હતું. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસ એ જ અમારું લક્ષ્ય છે. ભ્રષ્ટાચાર શિષ્ટાચાર ન બને અને લોકોને તેમાંથી મુક્તિ મળે તે માટે સરકાર મક્કમ છે. વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઠાસરા-ગળતેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના(દક્ષિણ)નું ઈ- ખાતમહુર્ત અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નડિયાદ ખાતે સ્પોર્ટ્સ એકેડમી સેન્ટર અને નડિયાદનું ઈ-લોકાર્પણ મુખ્ય છે. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં 185.11…

Read More

અમરેલીના બગસરા શહેરમાં પરશુરામ ધામ દ્વારા જી.આર.ડી.ના જવાનોનું સન્માન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, અમરેલી          અમરેલી જિલ્લાના બગસરા શહેર અને તાલુકાના જી.આર.ડી.ના જવાનોનું કોરોના વોરિયર્સ સન્માનપત્ર આપી પરશુરામ ધામ બગસરા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ આ સન્માન કાર્યક્રમમાં બગસરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. યુ. એફ.રાવલ યોગેશભાઈ પરમાર બાબુભાઈ યે હાજરી આપી હતી. દરેક તાલુકાના જી.આર.ડી.ના જવાનોનું સન્માન પત્ર પી.એસ.આઇ. રાવલ અને પોલીસ સ્ટાફ દ્વારા આપવામાં આવ્યું હતું. રિપોર્ટર : મનજી પરમાર, બગસરા

Read More