૧૨મી જાન્યુઆરી ‘સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ’ અને ‘યુવા દિન’ નિમિત્તે રામકૃષ્ણ આશ્રમ દ્વારા સાંજે ચાર થી છ ઓનલાઈન રાષ્ટ્રીય પરિસંવાદ

હિન્દ ન્યૂઝ, રાજકોટ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ, જાણીતા નિવૃત આઈપીએસ કિરણ બેદી, પદ્મભૂષણ રમતવીર પુલેલા ગોપીચંદ, પદ્મશ્રી અરુણિમા સિંહા, યુવા શિક્ષણવિદ શરદ સાગર, રશિયાનું સર્વોચ્ચ શિખર સર કરનારા દિવ્યાંગ ચિદુગુલ્લા શેખર, પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપ ગોલ્ડ મેડાલીસ્ટ માનસી જોશી અને તરણવીર ભક્તિ શર્માના વક્તવ્યો.

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એક નેશનલ વેબીનારનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. ‘સ્વામી વિવેકાનંદનો આધુનિક યુવાનોને સંદેશ’ વિષય પર એક દિવસીય હિન્દી પરિસંવાદનું આયોજન ૧૨મી જાન્યુઆરી મંગળવારના રોજ સાંજના ચાર થી સુધી રામકૃષ્ણ આશ્રમની વેબસાઈટ પર કરવામાં આવ્યું છે. ઉપરાંત ફેસબુક અને યુ ટ્યુબ પર પણ લાઈવ જોઈ શકાશે. આ વેબીનારનું મુખ્ય વક્તવ્ય પુદુચેરીના લેફ્ટન્નટ ગવર્નર અને નિવૃત્ત આઈપીએસ કિરણ બેદી આપશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રામકૃષ્ણ મઠ અને મિશન બેલુરના જનરલ સેક્રેટરી પૂજ્ય સ્વામી સુવિરાનંદજી મહારાજ દ્વારા અપાયેલો સંદેશ પણ રજુ થશે. વિવિધ ક્ષેત્રમાં પડકારરૂપ કામગીરી કરી રહેલા યુવાનોના વક્તવ્યો આ વેબિનારમાં રજુ થશે.

                    આ વેબીનારના વક્તાઓ વિષે માહિતી આપતા રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી એ જણાવ્યું હતું કે આ એક દિવસીય પરિસંવાદના અન્ય વક્તાઓમાં ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયન અને ભારતીય બેડમિન્ટન ટીમ ના ભૂતપૂર્વ મુખ્ય રાષ્ટ્રીય કોચ પદ્મભૂષણ પુલેલા ગોપીચંદ, એક પગ ન હોવા છતાં એવરેસ્ટ સર કરનારી પ્રથમ મહિલા પર્વતારોહક અને તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ અને પદ્મશ્રી સન્માનિત અરુણીમા સિંહા, એક પગ, એક હાથ અને એક પગનો અંગુઠો ન હોવા છતાં રશિયાના સર્વોચ્ચ પર્વત એલ્બ્ર્સ સર કરનારા અને જાણીતા પેરા એથ્લીટ સાઇકલ ચેમ્પિયન ચિદુગુલ્લા શેખર, એન્ટાર્કટીકા સમુદ્ર તરીને પાર કરનારી પ્રથમ એશિયન અને વિશ્વની સૌથી નાની વયની મહિલા તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ સન્માનિત ભક્તિ શર્મા, એક પગ ગુમાવ્યા છતાં આત્મવિશ્વાસ પૂર્વક ફરી રમવાનું શરુ કરી ૨૦૧૯ની પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપ અને ગોલ્ડ મેડલ વિજેતા ગુજરાતની જાણીતી પેરા બેડમિન્ટન એથ્લીટ માનસી જોશી અને ડેક્ષટેરીટી ગ્લોબલના સ્થાપક અને સીઈઓ શરદ સાગર પર વક્તવ્ય આપશે.

                          શ્રી શરદ સાગરવૈશ્વિક સ્તરે જાણીતા શૈક્ષણિક ઉદ્યોગ સાહસિક અને ૨૧મી સદીના નેતા છે. જેમના શિક્ષણ અને જાહેર સેવાના ક્ષેત્ર વિષયના વિચારો અને કાર્ય નવી પેઢી માટે પ્રેરણાદાયી છે. પ્રમુખ બરાક ઓબામાએ તેને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું. ફોર્બ્સે તેમનો ગ્લોબલ ફોર્બ્સની ૩૦ વર્ષથી નીચેના લોકોની યાદીમાં સમાવેશ કર્યો હતો. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વધુમાં જણાવ્યું હતું કે, “આ વિનામૂલ્યે વેબીનારમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટની વેબસાઈટ www.rkmrajkot.org અથવા વ્હોટ્સએપ નંબર ૯૩૨૮૮ ૫૯૭૧૯ ઉપર સંપર્ક કરવો. સમગ્ર વેબીનાર શ્રી રામકૃષ્ણ આશ્રમના ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ પરથી લાઈવ બ્રોડકાસ્ટ પણ થશે.

Related posts

Leave a Comment