નડિયાદ બાસુંદીવાળા ગ્રાઉન્ડ ખાતે મા.મુખ્ય મંત્રી ના હસ્તે વિકાસ કામોનું લોકાર્પણ

હિન્દ ન્યૂઝ, નડિયાદ

તા.૧૦/૧/૨૧, નડિયાદ બાસુંદીવાળા ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાનીના હસ્તે ખેડા જિલ્લાના 81.70 કરોડની પાણી પુરવઠા યોજના અને વિવિધ વિભાગના 203.72 ના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાત મહુર્તનું આયોજન કરાયું હતું. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસ એ જ અમારું લક્ષ્ય છે. ભ્રષ્ટાચાર શિષ્ટાચાર ન બને અને લોકોને તેમાંથી મુક્તિ મળે તે માટે સરકાર મક્કમ છે.

વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઠાસરા-ગળતેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના(દક્ષિણ)નું ઈ- ખાતમહુર્ત અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નડિયાદ ખાતે સ્પોર્ટ્સ એકેડમી સેન્ટર અને નડિયાદનું ઈ-લોકાર્પણ મુખ્ય છે. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં 185.11 કરોડના 52 કામોના ઈ-ખાત મહુર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે 100.11 કરોડના 25 જેટલા પૂર્ણ થયેલ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ કુલ 285.42 કરોડના કુલ 77 જેટલા કામોનું ઈ-ખાત મહુર્ત અને ઈ-લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યું હતું.

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે જિલ્લામાં 285.42 કરોડ પાણી પુરવઠા અને અન્ય વિભાગના વિકાસ કામોના ઈ-ખાત મહુર્ત અને ઈ-લોકાર્પણ સમયે સભા ને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વિકાસ કામોમાં સમય બધ્ધતા, પારદર્શિતા અને નાણાકીય સુવ્યવસ્થા ભાજપ સરકારની ખાસિયત રહી છે. જેનું ખાત મહુર્ત અમે કરીએ છીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ તેમ જણાવ્યું હતું. કોરોનાના કપરા કાળમાં પણ આ વિકાસ કામોની વણથંભી વણઝાર અટકવા દીધી નથી.

16 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન હાથ ધરાશે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ મહિનામાં સરકારે 25000 કરોડ ઉપરાંતના વિકાસ કામોના ઈ-ખાતમહુર્ત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમો કર્યા છે. ગુજરાત સરકારના વહીવટે સાબિત કર્યું છે કે ગુજરાતન રૂકશે ન ઝુકશે ની નીતિ એ કામ કરે છે. વળી 16 મી જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન પોગ્રામ થવાનો છે. વેક્સિનેશન માટે સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું છે. તમામ તાલુકા અને જિલ્લામાં તેનું રિહર્સલ પણ પૂર્ણ થઈ ગયું છે. ગુજરાતમાં કોરોના હારશે અને ગુજરાત જીતશેનો મંત્ર સાર્થક થશે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment