ભારતીય ગૌરક્ષા વાહિનીમાં માન. રિતેશ પટેલ (કાલાવડ) ને સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી તરીકે નિમણુંક

કાલાવડ, ભારત ભરમાં ગૌરક્ષા માટે કાર્યરત ભારતીય ગૌરક્ષા વાહિનીમાં માન. રિતેશ પટેલ (કાલાવડ) ને સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાના કાલાવડ ના રહેવાસી અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે હિન્દુત્વ વાદી સંગોઠનો અને ખાસ ગૌરક્ષા સંગઠનોમાં વર્ષોથી હિંદુઓ અને હિન્દુત્વ માટે સદૈવ અગ્રેસર રહી અને જામનગર, કાલાવડ અને સમગ્ર ગુજરાતમાં હિન્દૂ હિત માટે સદૈવ લડત આપનારા એવા માનનીય રિતેશ પટેલ ને ભારતીય ગૌરક્ષા વાહિનીમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી તરીકે નિમણુંક થવા બદલ તેઓના મિત્ર મંડળ, શુભેચ્છકો અને હિન્દૂ ધર્મ પ્રેમીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી…

Read More

કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાલાવડ – રાજકોટ સ્ટેટ હાઈવે પર પડી ગયેલ ખાડાઓમાં વૃક્ષારોપણ કરીને કર્યો અનોખો વિરોધ

કાલાવડ, કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાઈવે રોડ પર પડી ગયેલ ખાડાઓમાં વૃક્ષારોપણ કરીને કર્યો અનોખો વિરોધ. વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યના હાઈવેના રોડ લગભગ બીસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે અને ઠેક ઠેકાણે મસ મોટા ખાડાઓ પડી ગયા છે. જેમા સરકાર સાથે કોન્ટ્રાક્ટરોની મીલી ભગતથી ભ્રષ્ટાચાર થયેલના આરોપો સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાલાવડ- રાજકોટ સ્ટેટ હાઇવે ઉપર ભાજપ સરકારનો વિકાસ રોડ ઉપર આવી ગયો છે. કાલાવડ નગરપાલિકાના ભષ્ટ્રાચારનો આ વિકાસ અને ગતીશીલ ગુજરાતનો તથા હજુ ઉદ્ઘાટન કર્યા.…

Read More

સુરત શહેર ના કાયૅકરોએ ભરૂચ ની પુર પરિસ્થિતી જ્યાં સર્જાઈ હતી ત્યા જઇ અનાજ કીટનું વિતરણ

સુરત, આજે 01/09/2020 ભરૂચના નીચાણ વાળા ભાગોમાં નમૅદા ડેમ માથી છોડાયેલા પાણી થી આવેલા પુર માં મુશ્કેલી અને ભારે નુકસાન થયુ, ઘરોમા મુકાયેલા અનાજ અને ખાધ સામગ્રી વગેરે પલળી જવા પામી હતી. જે કારણે ખાવા પીવા માટે તકલીફ પડી રહી હતી , સુરત ના અગ્રણીય સમાજ સેવકો મુન્ના ભાઇ ભાટા – સર્વ સમાજ સેના (ગુજરાત રાજ્ય), ઝુલ્ફીકાર શેખ યુવા જનક્રાંતિ પાર્ટીના વડા , ઇકબાલ બાપુ ગુજરાત રાજ્યના પ્રમુખ , શાહીલ લાકડાવાલા , અખ્તર ભાઇ ચકકીવાલા માગરોલ , અજહર ભાઇ શેખ , સાહિલ ભાઇ મન્સૂરી , જફર ભાઈ શેખ કાયૅકરતાઓ એ…

Read More

ગુજરાત રાજ્ય વ્યાયામ અને કલાસંઘ દ્વારા થરાદના ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું

થરાદ, થરાદના ધારાસભ્યને ગુજરાત રાજ્ય વ્યાયામ અને કલા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવી રાજ્યની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શારીરિક શિક્ષણ અને કલા વિષયના શિક્ષકોની ફરજીયાત તેમજ કાયમી નિમણૂંક કરવા બાબતે રજુઆત કરાઈ હતી, જેમાં વર્ષ 2009થી વ્યાયામ અને કલા વિષયના શિક્ષકોની ભરતી કરવામાં આવેલ ન હોઈ ગુજરાત રાજ્ય વ્યાયામ હિત રક્ષક સમિતી અને રાજયના વિવિધ શૈક્ષણિક સંઘો દ્વારા વર્ષ 2010થી વારંવાર રજૂઆતો કરવા છતાં સરકારે આ અંગે કોઈ નિર્ણય ન લીધો હોવાનું વ્યાયામ અને કલા સંઘ બનાસકાંઠા જીલ્લાના અધ્યક્ષ ગોવિંદભાઈ જોષીએ જણાવ્યું હતું. જોકે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ…

Read More

કાલાવડ ખાતે હિન્દ ન્યુઝ કાર્યાલય માં ગણપતિ વિસર્જન અને ભોજન સમારંભ યોજાયો

કાલાવડ, તા. 01-09-2020 ના રોજ હિન્દ ન્યૂઝ મુખ્ય કાર્યાલય કાલાવડ ખાતે પ્રથમ પૂજનીય દેવ ગણપતિજી ની દશ દિવસની સ્થાપના કરી હતી. આ દસ દિવસ પૂજન અર્ચના કર્યા બાદ મહાઆરતી નો કાર્યક્રમ યોજાયો, ત્યાર બાદ ગણપતિ દાદાનુ વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન બાદ હિન્દ ન્યુઝ કાર્યાલય (સાગર કોમ્પલેક્ષ) ખાતે પ્રીતિ ભોજન નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતું. સરકારશ્રી ના નિયમોનુસાર માસ્ક પહરી અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિસર્જન તેમજ ભોજન સમારંભમાં સાગર કોમ્પલેક્ષ નાં દુકાનદારો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ…

Read More

રાજકોટ શહેર આજીડેમ સહિતના સ્થળોએ વિસર્જન ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

રાજકોટ, રાજકોટ શહેર કોરોનાની મહામારીને કારણે ગણપતિ ઉત્સવમાં પંડાલો ઉભા કરવા તથા જાહેરમાં ઉજવણી કરવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. મુર્તિઓનું જાહેરમાં વિસર્જન કરવાની પણ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મનાઇ ફરમાવી જાહેરનામુ બહાર પાડ્યું છે. લોકો આમ છતાં આજીડેમ સહિતના સ્થળોએ વિસર્જન માટે પહોંચ્યા નથી. તેનું નિરિક્ષણ કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ આજીડેમ સહિતના વિસર્જનના સ્થળોએ બપોરે અચાનક પહોંચ્યા હતાં.  A.C.P એચ.એલ.રાઠોડ, ક્રાઇમ બ્રાંચના P.I વી.કે.ગઢવી, આજીડેમ P.I વી.જે.ચાવડા સહિતનો સ્ટાફ પણ જોડાયો હતો. આજીડેમ સહિતના સ્થળોએ વિસર્જન ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રિપોર્ટર : દિલીપ પરમાર,…

Read More

કાંકરેજ તાલુકા માં અતિભારે વરસાદ પડવાથી ખેડુતો ને ચોમાસું સીઝનમાં વ્યાપક નુકસાન

બનાસકાંઠા, કાંકરેજ તાલુકાને કોરાનાની મહામારી માંથી બહાર નીકળવાની વેતરણમાં કાંકરેજ તાલુકાનાં અનેક ગામોમાં અનેક વિસ્તારમાં વરસાદના કારણે વ્યાપક નુકસાન થયું છે. સતત વરસાદ ચાલુ રહેતાં ખેડૂત ના પાકો જેવા કે કપાસ, મગફળી, જુવાર, એરંડા, બાજરી તેમજ કઠોળ ના પાકો મા વ્યાપક નુકસાન થતા કાંકરેજ તાલુકા ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ વાઘાભાઇ આર.પટેલ દ્વારા ખેડૂતના પાકો નું સર્વે કરી ઘટતું કરવા ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું હતું.  રિપોર્ટર : કનુજી ઠાકોર, ‌કાંકરેજ

Read More

રાજકોટ શહેર ૮ P.S.I ની બદલીનો પોલીસ કમિશ્નરે હુકમ કર્યો છે. લીવ રીઝર્વ પર રહેલા ૩ P.S.I ની પણ બદલી કરવામાં આવી

રાજકોટ,   તા.૨/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ વધી રહેલા ક્રાઈમના રેસિયાને કાબૂમાં લેવા પોલીસ વિભાગમાં જબરા ફેરફાર કરતા હોય તેમ અગાઉ પણ અનેક પોલીસકર્મીની આંતરીક બદલી કર્યા બાદ આજે વધુ ૮ P.S.I ની આંતરીક બદલી કરી છે. જેમાં લીવ રીઝર્વ પર રહેલા એમ.એસ.મહેશ્ર્વરીને માલવીયાનગર, એચ.આર.હેરભાને કુવાડવા રોડ પોલીસ સ્ટેશન, જે.બી.પટેલને ભક્તિનગર તેમજ ભક્તિનગરના આર.એન.સાંકળીયાને સાયબર ક્રાઈમફમાં અને પી.બી.જેબલીયાને P.C.B માં યુનિવર્સિટી પો.સ્ટેશનના એમ.વી.રબારીને સાયબર ક્રાઈમમાં, મહિલા પો.સ્ટેશનના બી.પી.વેગડાને M.O.B માં અને M.O.B ના વી.સી.રંગપડીયાને ટ્રાફિક શાખામાં મૂકવામાં આવ્યા છે. રિપોર્ટર :  દિલીપ પરમાર, રાજકોટ

Read More

વેરાવળ નબળી ગુણવતા ના રોડ નું સમારકામ કરાવવા અને કોન્ટ્રાકટરો સામે શિક્ષાત્મક પગલાં લેવા બાબતે

વેરાવળ, જય સોમનાથ ના જયઘોષ સાથે આપ અધિકારી ને સવિનય જણાવ્યે છીએ કે, હાલ વેરાવળના બધા જ મુખ્ય અને શેરી-ગલીઓના રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં છે અને તેના લીધે રાહદારીઓ અને નગરજનોને બહુત હાલાકી ભોગવવી પડતી હોય અને વધુમાં જણાવવામાં આવે છે કે બાળકો અને મોટી ઉમર ના લોકોને ચાલવામાં અને વાહનમાં આવ-જાવ કરતાં અકસ્માત નો સામનો કરવો પડે છે અને ઇજાગ્રસ્ત થાય છે માટે વહેલાં માં વહેલી તકે આ રસ્તોઑ નું સમારકામ કરવામાં આવે અને જો પંદર દિવસમાં સમારકામ નહીં થાય તો પાછલા વર્ષની જેમ #SelfieWithKhada અભિયાન અને “ખાડા ત્યાં…

Read More

કોડીનાર તાલુકા ખેડૂત મંડળ અને કિશાન એકતા સમિતિ દારા મુખ્યમંત્રીને સંબોધી કોડીનાર મામલતદારને આવેદનપત્ર આપ્યું….

ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદનાં કારણે જિલ્લાનાં તમામ તાલુકાનાં ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું હોય વળતર આપવા કરી માંગ… લીલી નાઘેર એવા આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ હોય જિલ્લાની હજારો વિઘા ખેતીની જમીનમાં ઉભેલો પાક નાશ પામ્યો હોય જગતનો તાત બિચારો બન્યો છે. સોયાબીન,મગફળી સહિતનાં પાકો નાશ પામ્યા છે ત્યારે મુખ્યમંત્રીશ્રી ગીર સોમનાથ જિલ્લામાં ‘લીલો દુષ્કાળ’ જાહેર કરી કિસાનોને 100 ટકા વળતર આપે તેવી આવેદનમાં કરી માંગ. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More