વડોદરા ખાતે GSFC યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ

હિન્દ ન્યુઝ, વડોદરા

        GSFC યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ફર્ટીલાઇઝરનગર, વડોદરા ખાતે યોજાયો હતો. આ દીક્ષાંત સમારોહ માં સ્કૂલ ઓફ ટેકનોલોજી, સ્કૂલ ઓફ સાયન્સ અને સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીસ એન્ડ લિબરલ આર્ટસ ના ૬૩૨ જેમા ૩૭૭ વિદ્યાર્થીઓ અને ૨૫૫ વિધ્યાર્થીનીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

 “The First Missile Woman of India” તરીકે પણ જાણીતા ડો. ટેસી થોમસ, વાઈસ ચાન્સેલર , NICHE , કન્યાકુમારી દિક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા દરેક પ્રવાહમાં પ્રથમ ક્રમ મેળવનાર ૧૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા ૧૧ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કર્યા હતા. GSFC યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ શ્રી પી.કે. તનેજા,IAS (નિવૃત્ત) દ્વારા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવા માં આવી હતી. 

GSFC યુનિવર્સિટીના પ્રમુખ શ્રી પી.કે.તનેજા એ ૧૪ ગોલ્ડ અને ૧૧ સિલ્વર મેડલિસ્ટ સહિત સ્નાતક થયેલા તમામ વિદ્યાર્થીઓને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે દીક્ષાંત સમારોહનો દિવસ આપણાં સૌ માટે અપાર ગૌરવ અને આનંદની ક્ષણ છે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષોની મહેનત, ધીરજ અને સમર્પણની પરાકાષ્ઠાનું પ્રતીક છે. માતા-પિતાઓ માટે, પોતાના સંતાનને એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન હાંસલ કરતા જોવાનો આ સંતોષનો દિવસ છે. તેમણે GSFC યુનિવર્સિટીમાં પ્રાપ્ત કરેલ જ્ઞાન, મૂલ્યો અને જીવનકૌશલ્યો, તેમની આગળની જીવનયાત્રાના નવા અધ્યાય માટે મજબૂત આધારરૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જીવનમાં આગળ વધવા માટે ઈમાનદારીથી માર્ગદર્શિત જવાબદાર નાગરિક તરીકે સમાજમાં સકારાત્મક યોગદાન આપવાની પ્રતિબદ્ધતા જાળવી રાખશો એવી આશા વ્યક્ત કરી હતી.

 ડો. ટેસી થોમસ એ તેમના દિક્ષાંત પ્રવચનમાં સહુ પ્રથમ પ્રત્યેક સ્નાતક વિદ્યાર્થી તથા તેમના પરિવારજનોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે દરેક પડકાર, ત્યાગ અને સિદ્ધિમાં તમારી સાથે અડગપણે ઉભા રહેનાર તમારા પરિવારોનું યોગદાન પ્રશંસનીય છે. આજે તમારા પરિશ્રમ, ધીરજ, સર્જનાત્મકતા અને અધ્યયનનો એક મહત્વપૂર્ણ મુકામ પૂર્ણ થાય છે તથા સાથે જ નવી સંભાવનાઓ અને જવાબદારીઓથી ભરેલા નવા અધ્યાયની શરૂઆત થાય છે. 

Related posts

Leave a Comment