ગીર સોમનાથમાં માર્ગ અને મકાન વિભાગના આગોતરા આયોજનને કારણે અવિરત ચાલુ રહ્યા જિલ્લાના તમામ રસ્તાઓ

હિન્દ ન્યુઝ, ગીર રસોમનાથ

      ગીર સોમનાથ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને અનુલક્ષી જિલ્લા કલેકટર શ્રી એચ કે વઢવાણિયાના માર્ગદર્શન નીચે જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત રહ્યુ હતુ. જેમા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સ્ટેટ, પંચાયત દ્વારા કોઈપણ જાતની કચાશ ન રહે તેમજ જિલ્લામાં ક્યાંય પણ માર્ગ પરિવહન અવરોધાય નહી. તે માટે સુચારૂ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કુલ ૧૧ ટીમો બનાવવામાં આવી હતી જે જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર વિવિધ સાધનો સાથે કાર્યરત રહી ૧૩૫ થી વધુ જમીનદોસ્ત તેમજ અડચણરૂપ વૃક્ષો દુર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો હતો.

માર્ગ મને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના આગમચેતીના ભાગે રૂપે કરેલા સુચારુ આયોજન અને જિલ્લાના વિવિધ ડિપાર્ટમેન્ટ સાથેના સંકલનના પરિણામરૂપ જિલ્લામાં વેરાવળ તાલાલા રોડ, ઉના ગીર ગઢડા રોડ, કોડીનાર જામવાડા રોડ, તાલાલા જામવાડા રોડ, સુત્રાપાડા ધામણેજ સહિતના અલગ અલગ વિસ્તારમાં રોડ પર ૧૭ જેસીબી તેમજ ૧૨ ડમ્પર અને ૧૧ ટ્રેકટર સહિતની મશીનરીઓથી સજ્જ ૧૧ ટીમોએ સતત કાર્યરત રહીને ૧૩૫ થી વધુ પડી ગયેલ અને વાહનવ્યવહારને અડચણરૂપ વૃક્ષોને દુર કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સ્ટેટ, પંચાયત ટીમો જિલ્લાની રોડ–રસ્તાની ભૌગોલીક પરિસ્થિતિ મુજબ અલગ અલગ જગ્યાઓ પર જિલ્લાના નોડલ અને કાર્યપાલક ઈજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના સુનિલ મકવાણાના સંકલનમાં રહીને તાલુકા કક્ષાએ ટીમો બનાવી અને એસ.ઓની નિમણૂંક કરવામાં આવેલ હતી. તેમજ દરેક ટીમમાં જરૂરીયાત મુજબ જેસીબી, ટ્રેકટર, અને ડમ્પર સહિતની મશીનરીઓથી સાથે સુસજ્જ રાખવામાં આવી હતી. આયોજન, સમયસૂચકતા, ટીમોની એકતા તેમજ સંકલનના પરિણામ સ્વરૂપે શક્તિશાળી બિપરજોય વાવાઝોડામાં જિલ્લામાં એક પણ રસ્તો બંધ થવાના પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે દિશામાં કાર્ય અને આપત્તિનો સામનો કરવામાં સુચારૂ આયોજન કરવામાં સફળ રહ્યું હતું.

Related posts

Leave a Comment