ગીર સોમનાથ જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન થાય તેની તકેદારી માટે સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      ગીર સોમનાથમાં વાવાઝોડાના પગલે વરસાદ નોંધાયો છે ત્યારે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ અરૂણ રોયની સૂચના અનુસાર કુલ ૨૩૭ આરોગ્ય ટીમ દ્વારા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો સહિત વિવિધ જગ્યા પર પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન થાય તેની તકેદારી માટે સર્વેલન્સ કામગીરી ચાલુ કરવામાં આવી છે.

આરોગ્ય ટીમ દ્વારા જિલ્લામાં તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સર્વે સાથે ક્લોરિનેશન, ક્લોરિન ટેબલેટ, ORS વિતરણ કામગીરી. એન્ટીલાર્વા કામગીરી પૂરઝડપે હાથ ધરવામાં આવી છે. તેમજ તાજો ખોરાક લેવા અને ઉકાળેલું પાણી પીવાની સૂચના સાથે સાવચેતીના પગલા લેવા આરોગ્ય ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

હાલના વાતાવરણમાં મચ્છરની શક્યતા વધે છે. ડેન્‍ગ્‍યૂ અને મેલેરિયા જેવા રોગો મચ્‍છરથી થાય છે. મેલેરીયા/ડેન્ગ્યુ/ચિકનગુનિયા તાવથી બચવાનાં જરૂરી સાવચેતીરૂપ પગલા લેવા જરૂરી છે. જેથી એરકુલર/કોઠી/પીપ/હવાડાને ખાલી કરી સાફ કરીને પાણી ભરો તેમજ એરકુલર જો સાફ કરી શકાય તેમ ના હોયતો તેમાં દર અઠવાડીયે એક ચમચી કેરોસીન નાખવુ અથવા ખાધ્ય તેલ પણ નાખી શકાય

આ ઉપરાંત ઓવરહેડ કે અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવું. પાણી સંગ્રહીત વાસણો દરરોજ સાફ કરીને તેમાં પાણી ભરીને ઢાંકીને રાખવું તેમજ કોઈ પણ સંગ્રહીત પાણી પીવાલાયક ન હોય તો તેમાં અઠવાડીયામાં એકવાર એક ચમચી પેટ્રોલ/ડીઝલ/ કેરોસીન નાંખો. ટાયર/ ભંગાર / તુટેલા વાસણો જેમા વરસાદી પાણી જમા થવાની શક્યતા રહેલ છે. તેનો તાકીદે નિકાલ કરો. તાવ આવે કે તુરંત જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લો. તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર ઉપલબ્ધ છે તેમજ ખાસ જ્યારે પણ કર્મચારી તપાસ માટે આવે ત્યારે સાથ અને સહકાર આપવો અને સુચના પ્રમાણે અમલ કરવા વિનંતી કરવામાં આવી છે.

Related posts

Leave a Comment