પસંદગીના વાહન નંબર મેળવવા માટે પાલનપુર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ઈ-ઑક્શન યોજાશે

હિન્દ ન્યુઝ, પાલનપુર 

             પાલનપુર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટર સાયકલ (ટુ વ્હીલર, થ્રી વ્હીલર તેમજ ફોર વ્હીલર)ની સીરીઝોમાં પેન્ડિંગ રહેલ અને હરાજીમાં ફાળવેલ ન હોય તેવા બનાસકાંઠા જિલ્લા જીજે ૦૮ સીરીઝોમાં (૦૦૦૧ થી ૯૯૯૯) (ગોલ્ડન અને સિલ્વર નંબરો) ની ફાળવણી માત્ર ઓકશનથી જ કરવાની હોઈ પસંદગીનો નંબર ઈ-ઓકશનથી મેળવવા માટે તા.૧૫/૦૨/૨૦૨૨ ઓક્શન કરવાનું થાય છે. જે માટે તા.૧૦/૦૨/૨૦૨૨ થી તા.૧૨/૦૨/૨૦૨૨ તારીખ સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે તેમજ તા.૧૩/૦૨/૨૦૨૨ અને તા.૧૪/૦૨/૨૦૨૨ તારીખે ઓનલાઇન બિડીંગ કરવાનું રહેશે ત્યારબાદ તા.૧૫/૦૨/૨૦૨૨ બિડીંગ ઓપન કરી નંબરની ફાળવણી કરવા માટે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ હોઈ પસંદગી નંબર માટે રસ ધરાવતા અરજદારે જે તે નંબર માટેની અરજી કરવા માંગતા હોય તેઓએ વર્ગીકૃત નંબરની નક્કી કરી Parivahan.gov.in પર ફેન્સી નંબર માટે ઓનલાઇન પ્રોસેસ કરવાની રહેશે. બનાસકાંઠા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી પાલનપુર દ્વારા ટુ વ્હીલર, થ્રી વ્હીલ તેમજ ફોર વ્હીલર (એલ.એમ.વી. મોટર કાર) વાહનોની પેન્ડીંગ સીરીઝ જીજે ૦૮ માં ગોલ્ડન/ સીલ્વર નંબરો માટેની હરાજી તા.૧૫/૦૨/૨૦૨૨ના ખોલવામાં આવશે. તો ઈચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ–૭ માં કરાવી ઓનાલઇન https://parivahan/gov .in/fancy ૫૨ ૨જીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે. (૧) તા.૧૦/૦૨/૨૦૨૨ થી તા.૧૨/૦૨/૨૦૨૨ સુધી ઓક્શન માટે ઓનલાઇન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન ક૨વાની ૨હેશે. (૨) તા. ૧૩/૦૨/૨૦૨૨ તેમજ ૧૪/૦૨/૨૦૨૨ના રોજ ઓક્શનનું બિડીંગ ઓપન થશે. (૩) તેમજ તા.૧૫/૦૨/૨૦૨૨ ના રોજ હરાજીમાં સફળ થયેલ અરજદારોને નંબરની ફાળવણી કરવામાં આવશે. ટુ વ્હીલ૨, થ્રી વ્હીલ૨ તેમજ ફોર વ્હીલર (એલ.એમ.વી.મોટરકાર) વાહનોની પેન્ડીંગ સીરીઝ જીજે ૦૮ માં બાકી રહેલ ગોલ્ડન/ સીલ્વર નંબરો માટેની હરાજી કરાશે.

Related posts

Leave a Comment