પાલનપુર તાલુકાના ચિત્રાસણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, પાલનપુર 

             પાલનપુર તાલુકાના ચિત્રાસણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે બનાસકાંઠાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. ડી. બી. મહેતાએ કેન્સર થવાના કારણો, કેન્સર ન થાય તે માટે લેવાના આગોતરા પગલાં અને તેની સારવાર તથા સરકારની આરોગ્ય વિષયક સેવાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્‍યું હતુ. વિશ્વ કેન્સર દિવસની ઉજવણી નિમિત્તે પાલનપુર તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા. દિપકભાઇ અનાવાડીયા, જિલ્લા આઈ.ઈ.સી. અધિકારી એમ. એન. રાઠોડ, જિલ્લા એન.સી.ડી. પ્રોગ્રામ ઓફિસર ભરતભાઈ પ્રજાપતિ, આર્ટિસ્ટ કમ ફોટોગ્રાફર અહેમદભાઈ હાડા, ચિત્રાસણી પી.એચ.સી. મેડિકલ ઓફિસર ડો. સતિશ પ્રજાપતિ, ચિત્રાસણી પી.એચ.સી.નો તમામ આરોગ્ય સ્ટાફ, ગ્રામજનો, દર્દીઓ તથા લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment