માનવતા મહેંકી દિયોદર ના સુરાણા ગામે ચાંદીના દાગીના ભરેલ થેલી મૂળ માલિક ને પરત કરી

હિન્દ ન્યુઝ, દિયોદર

           દિયોદર તાલુકા ના સુરાણા ગામે જાગૃત લોકો એ માનવતા મહેકાવી છે જેમાં દાગીના ભરેલ થેલી મૂળ માલિક ને પરત કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કાંકરેજ તાલુકા ના અણદપુરા ગામ ના ધીરાજી રામચંદજી ઠાકોર ની ચાંદીના દાગીના ભરેલી થેલી શિહોરી દિયોદર રોડ પડી ગઈ હતી જે થેલી સુરાણા ગામે રહેતા લખીરામભાઈ વિરમભાઈ જોષી, તથા ધવલભાઈ મણીલાલભાઈ જોષી, પ્રકાશભાઈ તેજરામભાઈ જોષી ને મળતા થેલી માં તપાસ કરતા ચાંદીના એક લાખ રૂપિયા ના દાગીના હોવાથી જાગૃત લોકો એ સોસીયલ મીડિયા ના માધ્યમ થી મૂળ માલિક સુધી પોહચી દાગીના ભરેલ થેલી મૂળ માલિક ને પરત કરી હતી.

જેમાં માલિક જાલમોર ખાતે ભાગીયા તરીકે મજૂરી કામ કરતો હતો જેમાં દાગીના ભરેલ થેલી પરત મળતા આભાર વ્યક્ત કર્યો હતો જો કે વર્તમાન સમય આવી પરિસ્થિતિ વચ્ચે પણ સુરાણા ગામ લોકો એ માનવતા દાખવી હતી જેનું ઉત્તમ ઉદાહરણ પણ લોકો એ બિરદાવ્યું હતું.

રિપોર્ટર : કલ્પેશ બારોટ, દિયોદર

Related posts

Leave a Comment