ગીર સોમનાથ, ગીર સોમનાથ-90, સોમનાથ ના યુવા લોક લાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની સુચના થી વેરાવળ કોંગ્રેસ પરિવાર દ્રારા વેરાવળ પાટણ શહેર ના રોડ રસ્તાઓ ઉપર ગુથણ ડૂબ ખાડાઓ પડેલ છે. તેને સમારકામ કરવા માટે ઘોર નિંદ્રા મા સુતેલ તંત્ર તેમજ વેરાવળ પાટણ ભાજ્પ શાસિત નગરપાલિકા ને જગાડવા ના ભાગરૂપે ખાડા પૂજન કરવાનો કાર્યક્રમ કરેલ હતો. તે દરમિયાન પોલીસ તંત્ર દ્રારા વેરાવળ કોંગ્રેસ કાર્યકર્તાઓ ની અટકાયત કરેલ. રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ
Read MoreMonth: September 2020
રાજકોટ શહેર ખાતે ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર આવેલી S.B.I બેંકના કર્મચારી ઝપટે ચડી જતાં બેંક બંધ કરવાની નોબત આવી હતી
રાજકોટ, રાજકોટ શહેર તા.૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ S.B.I બેંકના ૩ થી વધુ કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડી જતાં આખી બેંક સંક્રમિત થઈ ગઈ છે. તકેદારીના ભાગરૂપે આજે બેંક બંધ કરવામાં આવી હતી. બેંકમાં એક સાથે ૩ થી વધુ કર્મચારીના સંપર્કમાં આવેલા ગ્રાહકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બેંકમાં કામકાજ માટે આવતા ગ્રાહકોને આજે બેંકના સત્તાધિશોએ બેંક બહાર કોરોના પોઝિટીવના કારણોસર બ્રાંચના કામો બંધ કરવામાં આવ્યા હોવાનું બોર્ડ મરાયું હતું. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreઅંબાજી મંદિર ફ્લાય ઓવરબ્રિજના દુકાનદારો પાસે લોકડાઉન સમયનું ભાડું મંદિર ટ્રસ્ટ તરફથી લેવાતા વેપારીઓએ નારાજગી વ્યક્તકરી
અંબાજી, હિન્દ ન્યુઝ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે લોકો ને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ત્યારે વેપાર જગત ને પણ બહુ મોટો ફટકો પડયો હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે લોકડાઉન દરમિયાન સરકાર દ્વારા ત્રણ મહિના જે લોકડાઉન કરાયું હતું તે દરમિયાન અંબાજી મંદિરની અંદર આવેલી દુકાન ચાલકો કે જે મંદિર ટ્રસ્ટ સંચાલિત છે તે દુકાન ચાલકો જોડે મંદિર ટ્રસ્ટે માર્ચ, એપ્રિલ, મે એમ ત્રણ મહિના કે જે સમયે સરકાર દ્વારા આ ત્રણ મહિના મંદિર અને સંપૂર્ણ ભારત બંધ રહ્યું હતું. તેનું પણ…
Read Moreનર્મદા ખાતે આજે શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી
નર્મદા, આજ રોજ ૫ મી સપ્ટેમ્બર ૨૦૨૦, શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અેનાયત કાયૅકમ જીલ્લા સેવા સદન, કલેક્ટર ની કચેરી, નર્મદા, રાજપીપલા ખાતે યોજવામાં આવ્યો. જે અંતર્ગત રાજય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ના વરદ હસ્તે તાલુકા કક્ષા અને જીલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ભરુચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા, જીલ્લા વિકાસ અધિકારી નમૅદા, નાંદોદ ના ધારાસભ્ય પી.ડી.વસાવા, જીલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક જીલ્લા શિક્ષણ અધિકારી, જીલ્લા શિક્ષક સંઘ પ્રમુખ, નમૅદા સુગર ફેક્ટરી ના ચેરમેન ધનશયામભાઈ પટેલ, નર્મદા ભાજપ જિલ્લાના મહામંત્રી, ગજેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યાં…
Read Moreરાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી અધિકારીઓ અને કર્મચારીઓની કુલ.૧૨૦૦ થી વધુ ટીમોને શહેરમાં ઉતારવામાં આવી છે.
રાજકોટ, રાજકોટ શહેર તા.૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા જે તે ઘરમાં કોરોના હોવાની શંકા દર્શાવતા સામાન્ય લક્ષણ દેખાયા હોય તો તે સભ્યના ટેસ્ટ હાથ ધરે છે. મનપા દ્વારા તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલા કુલ.૩૬ ટેસ્ટીંગ વ્હીકલ દરેક વોર્ડમાં ટેસ્ટની કામગીરી કરે છે. ૩૬ ટેસ્ટીંગ વ્હીકલ ઉપરાંત આરોગ્ય કેન્દ્રો, ૧૦૪ સેવા રથ અને ધનવંતરી રથ દ્વારા પણ ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે. આ સર્વેલન્સની કામગીરીમાં શહેરની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના શિક્ષકોનો ખુબ મોટો ફાળો મળ્યો છે. જેમાં દરેક શિક્ષકે ૧૦ ઘરની જવાબદારી ઉઠાવી છે. આ ટીમો દ્વારા દરેક વોર્ડને આવરી…
Read Moreગીર સોમનાથના વેરાવળ માં મુસ્લિમ એકતા મંચ તરફથી પ્રતિ ક્ષી મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવેલ
વેરાવળ, વેરાવળ પાટણ શહેરના વોર્ડ ન. ૨.૫ તથા ૬ માં ધણી કોલોનીઓ વર્ષોથી અસ્તિત્ત્વમા આવેલ છે. જેમાં મોટા પ્રમાણમાં વસવાટ થાય છે. હાલમાં વેરાવળ પાટણ શહેર માં થયેલ વરસાદ ના કારણે કોલોનીઓમા વરસાદી પાણી ભરાઇ રહેલ છે. જેનું એકમાત્ર કારણ કોલોનીઓમા કોઈ જ ગટર ની સુવિધા આપવામાં આવેલ નથી અને જે કોલોનીમાં ગટર આવેલ છે ત્યાં ચોમાસાં પૂર્વ સફાઈ કરવામાં આવેલ નથી. જેના કારણે પણ પાણી સતત લાંબા સમય સુધી ભરાઈ રહેલ છે. ઉપરોક્ત વોર્ડની કોલોનીઓમા ખુલ્લા પ્લોટ પણ આવેલ છે, જે પ્લોટમાં પણ પાણી ભરાઇ રહેલ છે જે અંગે…
Read Moreછોટાઉદેપુર બસ ડેપો ખાતે કવાંટ જામનગર બસમાં કંડકટર દ્વારા મુસાફરોને હેરાનગતિ
છોટાઉદેપુર, મળતી માહિતી મુજબ છોટાઉદેપુર ખાતે આજ રોજ કવાંટ જામનગર બસ સાંજના 5.00 વાગ્યાના સમયે છોટાઉદેપુર એસ.ટી ડેપોમાં આવી પહોંચી હતી. લેડીઝ કંડકટર દ્વારા લોકલ નજીકના સ્થળ તેમજ વડોદરા જવાવાળા પેસેન્જર ને બસમાં ચઢવા દીધા ન હતા તેમજ દૂરની મુસાફરી વાળા પેસેન્જરોને બસમાં ચઢવા દેવામાં આવ્યા હતા, આના પાછળનું શું કારણ હોઈ શકે ? શું છોટાઉદેપુર એસ.ટી ડેપોમાં આવતી બધી બસોમાં આ જ રીતે વહીવટ ચાલી રહ્યો છે કે શું ? તેમજ COVID-19 ની મહામારી હાલ વિશ્વમાં પૂરઝડપે ફેલાઈ રહી છે, તો આવા કપળા સમયમાં સરકારી પરિપત્રના નિયમો અનુસાર બસમાં…
Read Moreરાજકોટ કંટ્રોલરૂમમાં એક સાથે ૬ થી વધુ ફરિયાદ આવતા આજે સવારથી પ્રાંત અધિકારીનો કાફલો ખાનગી હોસ્પિટલમાં ત્રાટક્યો છે : ક્લેક્ટર રૈમ્યા મોહન.
રાજકોટ, રાજકોટ શહેર તા.૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કોરોનાની સારવાર માટે ૧૯ હોસ્પિટલને કલેકટર તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પરંતુ તેમાં કેટલીક ખાનગી હોસ્પિટલોના સંચાલકો કોરોનાના નામે દર્દીઓને ૩-૪ ગણા બિલો ફટકારવામાં આવતા ભારે દેકારો બોલી ગયો છે. જીલ્લા કલેકટર રેમ્યા મોહને કોરોનામાં વધુ બિલો ફટકારતી હોસ્પિટલોની સામે ફરિયાદ કરવા માટે સ્પેશિયલ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. ગઈકાલે કંટ્રોલરૂમમાં એક સાથે ૬ થી વધુ ફરિયાદ આવતા આજે સવારથી પ્રાંત અધિકારીઓ નો કાફલો ખાનગી હોસ્પિટલમાં ત્રાટક્યો છે. પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી, મામલતદાર દંગી, મેડિકલ સ્ટાફ સહિત ૧૨ અધિકારીઓ અને કર્મચારીઓની…
Read Moreથરાદ ખાતે શાસ્ત્રોક્ત વિધિ સર પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ માટે શ્રાદ્ધ ક્રિયા કરવામાં આવ્યું
થરાદ, સમાજમાં જે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ સર પ્રમાણે શ્રાદ્ધ ચાલી રહ્યા છે અને પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ માટે એમની પાછળ શ્રાદ્ધ ક્રિયા કરવામાં આવે છે. ત્યારે આજે લુવાણા કળશ નગરી ના મહાન પંડિત સ્વ.હરખચંદ બુધારામ દવે નુ શ્રાદ્ધ કરવામાં આવ્યું. અને જેરીતે શ્રાદ્ધ વિધિ હોય છે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સંપૂર્ણ વિધિવિધાન સાથે બ્રાહ્મણોના ઉપસ્થિતમાં મંત્રોચ્ચાર કરીને સ્વ.હરખચંદ બુધાલાલ દવેનું શ્રાદ્ધ તેમના પુત્રો દ્વારા વિધિ સર આ શ્રાદ્ધ વિધિ કરવામાં આવી. રિપોર્ટર : અશોક ત્રિવેદી, થરાદ
Read Moreઅરવલ્લી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ઉપક્રમે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
અરવલ્લી, અરવલ્લી ખાતે સી.જી.બુટાલા હાઇસ્કૂલ ખાતે પોલીસ આવાસ નિગમ ચેરમેન ડી.ડી. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહમાં સારસ્વતોને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રામાણિકતા, નિષ્ઠા અને ચોક્કસ ધ્યેય સાથે જ્યારે કોઈ કર્મ કરવામાં આવે છે ત્યારે તેનું ઉત્તમ ફળ ચોક્કસ મળે છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં શિક્ષક દિન ઉજવવામાં આવે છે. તેમના ઉચ્ચ શૈક્ષણિક જીવન-કવનમાંથી તમામ શિક્ષકોને શ્રેષ્ઠ આપવાની પ્રેરણા મળી રહે છે, તેમ ચેરમેનએ ઉમેર્યું હતું. વધુમાં રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ બહાર આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા…
Read More