રાજકોટ શહેરમાં દરજી યુવાને આર્થિક સંકળામણથી પોતાની જ દુકાનમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે

રાજકોટ, રાજકોટ શહેર મવડી ચોકડી પાસે શ્રી હરી મેઈન રોડ પર રાધેશ્યામ સોસાયટી શેરીનં.૧ માં ભાડેથી દરજીની દુકાન ચલાવતા ભાવીનભાઈ ગોપાલભાઈ જેસુર (ઉ.35) નામના દરજી યુવાને ગઈકાલે સાંજે પોતાની જ દુકાનમાં પંખાના હુક સાથે કાપડ બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બાજુમાં દુકાન ધરાવતા વેપારીએ ભાવીનભાઈની દુકાનનું શટર અડધુ ખુલ્લુ હોય જેથી અંદર તપાસ કરતા ભાવીનભાઈ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. જે અંગે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકના હેડ.કોન્સ. ભાવેશભાઈ વસવેલિયા સહિતના સ્ટાફ દોડી ગયો હતો. અને પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસમાં મૃતક ભાવેશભાઈ મુળ ગડ્ડના વતની…

Read More

રાજકોટ શહેર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪ ઓગસ્ટે બપોરે ૧૨ કલાક સુધીમાં કોરોના વાયરસના નવા ૩૫ કેસ નોંધાયા

રાજકોટ,   રાજકોટ શહેર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪ ઓગસ્ટે બપોરે ૧૨ કલાક સુધીમાં કોરોના વાયરસના નવા ૩૫ કેસ નોંધાયા છે. આ સાથે જ શહેરના કુલ.૧૪૧૩ થયા છે. ગઈકાલે એક જ દિવસમાં ૭૦ કેસ મળી આવ્યા હતા. જયારે તેની સામે ગઈકાલે વધુ ૧૮ લોકોએ કોરોનાને માત આપી છે. આ સાથે અત્યાર સુધીમાં ૬૨૩ દર્દીઓને સાજા થતા હોસ્પિટલ માંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી રીકવરી રેટ વધીને ૪૫.૨૧% થયો છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

દીપડાના હુમલામાં મૃત્યુ પામનાર યુવતીના પરિવારજનોને રૂ. ૪ લાખની સહાય

દાહોદ, દાહોદ જિલ્લામાં હિંસક પ્રાણીના હુમલામાં મૃત્યુ પામનારી એક યુવતીના પરિવારજનને વન વિભાગ દ્વારા રૂ. રૂ. ચાર લાખની સહાય કરાઇ છે. ગત્ત તારીખ ૨૬ના રોજ ધાનપુર તાલુકાના ખજૂરી ગામમાં આવી ચઢેલા એક દીપડાના કરેલા હુમલામાં કાજલબેન નામની યુવતીનું મૃત્યું થયું હતું. તેમને નિયમોનુસાર સરકારની સહાય આપવા માટે વન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. તે બાદ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી સહાય આપવા માટે રાજ્ય મંત્રી  બચુભાઇ ખાબડ, નાયબ વન સંરક્ષક આર. એમ. પરમાર તથા સહાયક વન સંરક્ષક ઋષિરાજ પુવાર ખજૂરી ગામે પહોંચ્યા હતા અને જ્યાં તેમણે મૃતકના…

Read More

દિયોદર ના વખા ગામ પાસે અકસ્માત થી બે વ્યક્તિ ને ઇજા

દિયોદર, દિયોદર તાલુકા ના વખા ગામ પાસે ગત રાત્રી ના સમય પિકપ ગાડી અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિ ને ઇજા પોહચતા સારવાર અર્થ પાટણ હોસ્પિટલ ખાતે ખસેડામાં આવ્યા છે જે અંગે પિકપ ગાડી ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે. દિયોદર તાલુકા ના વખા ગામ નજીક ગોળાઈ માં થરા તરફ થી આવતી ઇકો ગાડી અને પિકપ ડાલા વચ્ચે ગત મોડી રાત્રે અકસ્માત સર્જાતા પિકપ ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો, જેમાં ઇકો ગાડી માં સવાર સંજયભાઈ મકવાણા અને શિવાભાઈ મકવાણા બંને રહે અમદાવાદ વાળા ને ગંભીર ઇજા…

Read More

દિયોદર ડુચકવાડા દુસ્ક્રર્મ મામલો આરોપી ની અટકાયત કરવા માંગ

દિયોદર, દિયોદર તાલુકા ના ડુચકવાડા ગામે થોડા સમય અગાવું એક સગીરા ને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જે અંગે સગીરાની માતાએ દિયોદર પોલીસ મથક ખાતે આરોપી વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ આપી હતી. જે બાબતે પોલીસે બે આરોપીની અટકાયત કરી છે, ત્યારે અન્ય નીરૂબેન મોદી અને રાકેશ પટેલ આ આરોપી ની પોલીસે હજુ સુધી અટકાયતના કરતા.સગીરાની માતાએ જિલ્લા કક્ષાએ લેખિત માં રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવેલ કે આરોપીઓ દ્વારા સમાધાન કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી પોલીસ…

Read More

કુંભારાથી કરબુણ હડકાઈ માતાજીના મંદિરે જમીન માપી માનતા પૂરી કરી

થરાદ, લોકોમાં દેવી દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા આસ્થા હજી અકબંધ જોવા મળી રહી છે, જોકે લોકો હજુ માનતાઓ પૂરી કરવા વિવિધ રીતે દેવી દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા રાખી માનેલી માનતા પૂરી કરતા ભક્તિભાવ અખંડ જોવા મળે છે, ત્યારે કુંભારાથી જમીન માપી કરબુણ ગામે હડકાઈ માતાજીના મંદિરે દર્શન કરી માનેલી માનતા પૂરી કરી હતી. જોકે હડકાઈ માતાજીના મંદિરે આવતા શ્રધ્ધાળુઓ ઉમટી વિવિધ માનતાઓ પૂરી કરી ધન્યતા અનુભવે છે, તેમજ કુંભારાથી માનતા પૂરી કરવા કરબુણ ગામે હડકાઈ માતાજીના મંદિરે નીકળેલ શ્રધ્ધાળુઓ ઢોલ વગાડતા વગાડતા મંદિરે દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી, જેમાં ગણપતભાઈ ભેમાભાઈ…

Read More

ગઢડા શામળાજી ગામે વૃક્ષને બાંધે બેની અમર રાખડી કાર્યક્રમ યોજાયો

ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ગામે વૃક્ષને બાંધે બેની અમર રાખડી. સાબરકાંઠા જિલ્લા કલેકટર સી જે પટેલ ના વરદ હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. “ગુજરાત રાજ્યનો ક્દાચ આ પ્રથમ કાર્યક્રમ હશે. રક્ષાબંધનના પવિત્ર દિવસે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો . જિલ્લા સમાહર્તા સી જે પટેલ સાહેબ કાર્યક્રમ ની શુભ શરૂઆત ભગવાન શામળીયાના દર્શન કરી કરી હતી. ગ્રામજનો સાથે સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક સાથે ઔપચારિક મીટીંગ ગોઠવી હતી. કાર્યક્રમની રૂપરેખા ગઢડા શામળાજી સરપંચ એમ આર ચૌહાણે આપી હતી. પત્રકાર એસોસિયેશનના પ્રમુખ ધીરુભાઈએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સાથે વૃક્ષને…

Read More

વેરાવળ મા ધૉધમાર વરસાદ ના કારણે તપેશ્વર મહાદેવ ના મંદિરમાં વરસાદ સાથે ગટર ના પાણી પણ ઘુસ્યાં

ગીરસૉમનાથ, ભારે વરસાદ ને પગલે વેરાવળ સટ્ટા બજાર સૂભાષરૉડ ગાંધી ચૉક વીસ્તાર મા પાણી ભરાયા.. વેરાવળ સોમનાથમાં 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો… વેરાવળ ગ્રામ્ય વિસ્તારોમાં માં વરસાદ… ભાલપરા આંબલીયાળા, ડભોર, તાતીવેલા, દેદા, ઉંબા સહિત ના ગામો માં વરસાદ… રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

શ્રેષ્ઠ કામગીરી કરવાથી “એવોર્ડ” દ્વારા ૧૦૮ ના ૧૦ કર્મચારીઓને સન્માનિત કરાયા

છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કહેર નું રોદ્ર રૂપ રોજેરોજ વધતું જઈ રહ્યું છે, ત્યારે આવા કપરા સમયમાં પણ ૧૦૮ ના કર્મચારીઓની કામગીરી પ્રશંસનીય રહેલી છે. સતત ખડેપગે સેવા બજાવતા એવા 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી એકબીજાને રાખડી બાંધીને કરી હતી અને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. 108 ઇમરજન્સી સેવાના 10 જેટલા કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Read More