કાલાવડ ટાઉન પોલીસ ‘સત્તાના નશા’ નીચે દબાયેલી? મહિલા પત્રકારની ફરિયાદમાં ૭ દિવસથી ‘તારીખ પે તારીખ’ !!!

હિન્દ ન્યુઝ, કાલાવડ

        લોકશાહીની ચોથી જાગીર ગણાતા મીડિયા પર જ્યારે હુમલા કે ધમકીના બનાવો બને છે, ત્યારે પોલીસની તટસ્થતા પર સવાલો ઉઠતા હોય છે. કાલાવડમાં હાલ કંઈક આવો જ ઘાટ સર્જાયો છે. કાલાવડ ટાઉન પોલીસ સત્તાધારી ભાજપના ઈશારે કામ કરી રહી હોય અને મહિલા પત્રકારની ન્યાયી ફરિયાદને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.


ભાજપના નેતાઓ અથવા નેતાના સબંધીઓ સામે ફરિયાદ એટલે પોલીસના હાથ ધ્રુજે?

       એક મહિલા પત્રકારને એલફેલ બોલવા અને તેઓને આડકતરી રીતે ધમકીઓ આપવાના ગંભીર કિસ્સામાં હજુ સુધી એફ.આઈ.આર. (FIR) કેમ નથી નોંધાઈ? આ પ્રશ્ન હાલ કાલાવડના ચર્ચાઈ રહ્યો છે. જ્યારે અન્ય સામાન્ય નાગરિકો કે પત્રકારો વિરુદ્ધ નાની અમથી બાબતમાં તાત્કાલિક કાર્યવાહી કરતી પોલીસ, ભાજપ સાથે સંકળાયેલા વ્યક્તિઓ સામે આવતા જ કેમ ‘ઢીલી નીતિ’ અપનાવી રહી છે?

      ‘હિન્દ ન્યુઝ’ અખબારના તંત્રીશ્રી ડો. સીમાબેન પટેલ દ્વારા કાલાવડ ભાજપના અમુક નેતાઓના કથિત કાંડોને ઉજાગર કરવામાં આવ્યા હતા. આ સમાચાર પ્રસિદ્ધ થતા જ સત્તાના જોરે મીડિયાનો અવાજ દબાવવાના પ્રયાસો શરૂ થયા હતા.


જીતુ ડાંગરીયાનું અભદ્ર વર્તન

        કાલાવડ ભાજપ તાલુકા પ્રમુખ સંજય ડાંગરીયાના ભાઈ જીતુ ડાંગરીયા દ્વારા ‘હિન્દ ન્યુઝ’ ના તંત્રીશ્રી ડો.સીમાબેન પટેલને એલફેલ બોલીને આડકતરી રીતે ધમકીઓ આપ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.


પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં

        જ્યારે મહિલા પત્રકાર પોતે કાયદાકીય લડત માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે કાલાવડ ટાઉન પોલીસ માત્ર ‘તપાસ ચાલુ છે’ કહીને સમય પસાર કરી રહી છે. શું પોલીસને કાલાવડ ભાજપના નેતાઓનો ડર લાગી રહ્યો છે? શું સત્તા પક્ષના દબાણ હેઠળ મહિલા પત્રકારની સુરક્ષા અને સ્વતંત્ર મીડિયાના અધિકારોનું હનન થઈ રહ્યું છે ?


મહિલા સુરક્ષાની મોટી વાતો કરતી સરકારના શાસનમાં એક મહિલા પત્રકાર જ સુરક્ષિત નથી ?


શું કાલાવડ પોલીસને ઉપરથી કોઈ ખાસ ‘ભલામણ’ મળી છે કે ફરિયાદ ન નોંધવી ?


કાલાવડ ટાઉન પોલીસ ભાજપના ઈશારે ઢીલી નીતિ અપનાવતી હોય પત્રકાર જગતમાં ભારે રોષની લાગણીઓ જન્માવી રહી છે. જો પોલીસ દ્વારા તાત્કાલિક તટસ્થ તપાસ હાથ ધરી જીતુ ડાંગરીયા વિરૂધ્ધ એફ.આઈ.આર. નોંધવામાં નહીં આવે, તો પોલીસની વિશ્વસનીયતા પર કાયમી પ્રશ્નાર્થ લાગી જશે !!!


મહિલા પત્રકાર જોડે બનેલ આ ઘટનામાં કાલાવડ ટાઉન પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં નહી આવે તો “સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન” (પત્રકાર સંગઠન) દ્વારા કાલાવડ ટાઉન પોલીસ મથકના તપાસ અધિકારી વિરુદ્ધ ઉચ્ચસ્તરીયે ફરિયાદ કરવામાં આવશે



Related posts

Leave a Comment