હિન્દ ન્યૂઝ, વડગામ
વડગામ તાલુકા ના મેતા ગામ માં છેલ્લા કેટલાક સમય થી ગ્રામપંચાયત માં લાલિયાવાડી ચાલવાના એધાણ જોવા મળી રહ્યા છે. જેના લિધે ગામ માં વિકાસ અટકી ગયો છે અને ઠેર ઠેર જગ્યા એ ગંદકી નુ સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. જેના લિધે રોગચાળો ફાટી નિકળવાની દહેશત ઉભી થઇ છે. મેતા થી માહી જવાના રસ્તા પર ઇન્દિરા નગર વિસ્તાર માં આશરે બારસો ઉપર ની વસ્તી વસવાટ કરી રહી છે. ત્યારે મેતા થી ઇન્દિરાનગર વિસ્તાર માં જતા વચ્ચે નદી નો પટ આવેલો છે. આ નદી ના પટ માં અજાણ્યા ઇસમો દ્વારા પશુ ઓને મારી ને તેનો બગાડ રસ્તા વચ્ચે ફેંકી દેવાતા સમગ્ર વિસ્તાર ના લોકો દુર્ગંધ થી પરેશાનિ ભોગવી રહ્યા છે. ત્યારે ઇન્દિરા નગરના જાગ્રત નાગરિકો દ્વારા માત્ર વિકાસ ની વાતો ના લફાળા કુટતા ગ્રામપંચાયત ના સરપંચ ને અવાર નવાર રજુઆત કરાતા ગ્રામપંચાયત ના સરપંચ ના પેટનુ પાણી યે હલતુ નથી. તો સત્વરે મેતા ગ્રામપંચાયત ના સરપંચ ઇન્દિરા નગર ના રહિશો ની મુલાકાત કરે અને આ દર્ગંધ થી ફાટી નિકળતા રોગચાળા ને અટકાવે તેવી લોકો માં માંગ ઉઠી છે.
રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, વડગામ