દિયોદર ના વખા ગામ પાસે અકસ્માત થી બે વ્યક્તિ ને ઇજા

દિયોદર,

દિયોદર તાલુકા ના વખા ગામ પાસે ગત રાત્રી ના સમય પિકપ ગાડી અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિ ને ઇજા પોહચતા સારવાર અર્થ પાટણ હોસ્પિટલ ખાતે ખસેડામાં આવ્યા છે જે અંગે પિકપ ગાડી ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

દિયોદર તાલુકા ના વખા ગામ નજીક ગોળાઈ માં થરા તરફ થી આવતી ઇકો ગાડી અને પિકપ ડાલા વચ્ચે ગત મોડી રાત્રે અકસ્માત સર્જાતા પિકપ ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો, જેમાં ઇકો ગાડી માં સવાર સંજયભાઈ મકવાણા અને શિવાભાઈ મકવાણા બંને રહે અમદાવાદ વાળા ને ગંભીર ઇજા થતાં સારવાર અર્થ દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં વધુ સારવાર અર્થ પાટણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જે અંગે દિયોદર પોલીસ મથક ખાતે પિકપ ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા દિયોદર પોલીસે ફરિયાદ નોંધી આગળ ની તપાસ શરૂ કરી છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment