રાજકોટ શહેર રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસેમિયા અને કેન્સરગ્રસ્ત દર્દીઓને લોકડાઉનમાં રક્તની અછત તંગી વર્તાય રહી છે. જેથી આવા દર્દીઓને મદદરૂપ થવા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવીને લોકડાઉનના નિયમોનું પાલન સાથે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતાં. જેથી આ રક્તદાન કેમ્પમાં ૧૭૧ બોટલ રક્ત એકઠું થયું હતું. આ રક્ત રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક, સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક તથા સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કને અર્પણ કરાયું છે. આ રક્તદાન કેમ્પમાં રાજકોટ શહેર…

Read More

રાજકોટ શહેર લોકડાઉનના લીરેલીરા. રાજકોટના રણછોડવાડી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ફાકી તમાકુના જથ્થો પકડાયો

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાયરસના કારણે લોકડાઉન રહેતા હાલ તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ છે. જેના કારણે પાન-મસાલા, બીડી-સિગારેટના ભાવ બે-ત્રણ ગણા વધી ગયા છે. કારણ કે પાન-મસાલા ગુટખા અને બીડી-સિગારેટના બંધાણીઓને તેની લત લાગી હોવાથી ગમે તે રીતે ખરીદી કરવા માગતા હોય છે. તેવામાં રાજકોટના રણછોડવાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં માવો, ફાકી, તમાકુ અને સિગારેટનું વેંચાણ થતુ હોવાની ફરિયાદના આધારે ૧૪ કિ.ગ્રા. સોપારીનો જથ્થો. ૧.૬ કિ.ગ્રા. તમાકુ અને ૧૭૫ માવાના પાર્સલ અને ૭૦ પેકેટ સિગારેટનો જથ્થો મળી આવતા જપ્ત કરવામાં આવેલ છે. તેમજ F.B.O. ને…

Read More

રાજકોટ શહેરમાંથી રૂપિયા ૩.૮૫ લાખના હેરોઈનના જથ્થા સાથે દંપતી ઝડપાયું

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ ભકિતનગર પોલીસ મથક પાસેના મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલ પાસે હેરોઈનની ડીલેવરી થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે ભકિતનગર પોલીસ મથકના પી.આઇ.ગઢવી ની સૂચનાથી પી.એસ.આઇ પી.બી.જેબલીયા સહિતના સ્ટાફે ધસી જઈ શંકાસ્પદ દંપતીને અટકાવવી પૂછપરછ કરતા તે જંકશન નજીક આવેલ ખડિયાપરામાં હાજી પીરની દરગાહ પાસે રેતી ફાતમા ઇમરાન સિપાઈ અને તેનો પતિ ઇમરાન પરવર પઠાણ હોવાનું જણાવતા પોલીસે બંનેની અટકાયત કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની તપાસમાં તેની પાસેથી મળી આવેલ વેફર્સ પુરી સહિતનો નાસ્તો ભરેલી બેગની તલાશી લેતા નાસ્તા સાથે ૩.૮૫ લાખની કિંમતનું ૩૩ ગ્રામ હેરોઈન…

Read More