ઢસા,
ગઢડા તાલુકાનાં ઢસા ગામમાં થી ઢસા જં. જવાના રસ્તો બહુ જ ખરાબ હાલતમાં છે. તેથી ઢસા તેમજ આજુ બાજુ ના ગામના આગેવાનો ની માંગણી છે કે રોડ નુ સમારકામ જલ્દી શરૂ થાય. ઢસા જં. માં મોટા પ્રમાણમાં વેપાર ધંધા રોજગાર હોવાથી આજુ બાજુ ના ગામ લોકોને માલની અવર જવર માટે મોટી તકલીફ પડે છે તેમજ ઢસા જં.માં કપાસ ના જીન, તેલ મીલ મોટા પ્રમાણમાં છે,
તેમજ ટાઇલ્સ-મારબલ, લાકડાં ની લાતીઓ પણ આવેલ છે સાથે રેલ્વે સ્ટેશન, એસ.ટી. બસ ડેપો તેમજ બેંકો પણ ઢસા જં. માં આવેલ છે. આથી ગ્રામજનો ને વ્યાપાર કરવા માટે લોકોની અવર જવરમાં તકલીફ પડે છે. માટે પ્રશાસન પાસે લોકો ની માંગણી છે કે રોડ નુ સમારકામ ઝડપ થી શરૂ થાય તેવી લોક માંગણી કરેલ છે.
રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા