ઢસા જં. ખાતે કાળુપુર નદી માં નાહવા ગયેલ યુવાન નો મૃતદેહ મળી આવ્યો

ઢસા,

તા.1 સપ્ટેમ્બર ના રોજ ગઢડા તાલુકાના ઢસા જં.નો યૂવાન ઢસા જં. ગામે થી થોડે દુર આવેલ માલપરા ગામ પાસે થી ખીજડયા જવાના રસ્તા ઉપર કાળૂભાર નદીમાં તણાયો હતો. ત્યાર બાદ તંત્ર ને જાણ થતાં પોલીસ અધિકારી, મામલતદાર તેમજ તાલુકાના વિકાસ અધિકારીનો મોટો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ તરવૈયા ની ટીમ દ્વારા યુવાન ની શોધખોળ હાથ ધરવામાં આવતા સફળતા મળી. ત્યાર બાદ જીલ્લા તંત્ર ને જાણ કરતા જીલ્લા તેમજ તાલુકા ની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. જેમાં ગતરોજ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તરવૈયા, પોલીસ, મામલતદાર તેમજ આજુબાજુ ગામ ના આગેવાનો ઘટના સ્થળે ખડે પગે જોવા મળ્યા હતા. તેમજ માંધાતા ગ્રુપ અને સેવાભાવી ગ્રુપ ના રવિભાઈ ચાવડા પણ શોધખોળ માં હાજર રહ્યા હતા.

ગતરોજ યુવાન મકવાણા કિશન મગનભાઈ નો મૃતદેહ મળતા ઢસા તેમજ નારાયણનગરના ગ્રામજનો એ દુઃખ વ્યકત કર્યું હતું. ગ્રામજનો અને અધિકારીઓએ મૃતદેહ મળી આવતા ભગવાન એની આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.

રિપોર્ટર : યુસુફભાઇ આકબાણી, ઢસા

Related posts

Leave a Comment