હિન્દ ન્યુઝ, વડોદરા
ભારત સરકારની બેટી બચાવો, બેટી પઢાઓ યોજના હેઠળ વડોદરા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓ સેલ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ, સલામતી અને જાગૃતતા આવે તે હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
તા.૨૧ નવેમ્બરના રોજ સુમેરૂ હોસ્પિટલ ખાતે પહેલ ઓર્ગેનાઈઝેશન સાથે સંયુક્ત ઉપક્રમે સાયબર સેફટી અંતગર્ત સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરજણ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેક્ટર એ.કે ભરવાડ દ્વારા કિશોરીઓમાં સાયબર સેફટી અને સોશિયલ મીડિયાના સલામત ઉપયોગ અને પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવતી સેવા વિષે ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રંસગે ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવમેન્ટના કોર્ડીનેટર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજના વિષે માહિતી આપવામાં આવી હતી. આ સાથે જેન્ડર સ્પેશિયલિસ્ટ દ્વારા કામકાજના સ્થળે થતી જાતીય હિંસા અટકાયત અધિનિયમ, જીવન કુશળતા વિશેની માહિતી આપવામાં આવી હતી. કોલેજના પ્રિન્સીપાલએ શિક્ષણનું જીવનમાં મહત્વ શું છે તે વિષય ઉપર માહિતી આપી હતી ત્યારબાદ બેટી બચાવો, બેટી પઢાઓના શપથ અને સિગ્નેચર ડ્રાઇવ કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.