હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે બાલાચડી સ્થિત સૈનિક સ્કૂલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ શાળાની કાર્યપ્રણાલી, વિદ્યાર્થીઓને અપાતી સુવિધાઓ, અભ્યાસક્રમ, શાળાનો ઇતિહાસ, શાળાની વિવિધ પ્રવૃત્તિઓ અને માળખાગત સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.વિશેષમાં તેઓએ વાવાઝોડા અને અન્ય કુદરતી આપત્તિ સમયે શાળાની સ્થિતિ અને તેની તૈયારીઓ વિશે પણ જાણકારી મેળવી હતી.અને શાળામાં ખૂટતી સુવિધાઓ અંગે વહીવટી તંત્ર દ્વારા પૂરતો સહયોગ પૂરો પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.આ તકે કલેક્ટર સાથે સૈનિક સ્કૂલના આચાર્ય કર્નલ શ્રેયસ મહેતા, એડમીન ઓફિસર હરિરામ પુનિયા, વાઇસ પ્રિન્સિપાલ અને સ્ક્વોડર્ન લીડર…
Read MoreDay: May 28, 2025
ગુજરાતભરમાં આવતીકાલ તા. ૨૯ મેના રોજ ફરી એક વાર સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગત તા. ૭ મે, ૨૦૨૫ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવામાં આવી હતી. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને…
Read Moreસભા-સરઘસ-રેલી-ઉપવાસ વગર પરવાનગીએ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં જુદી-જુદી સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ, અરજદારઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા-સરઘસ-રેલી-ઉપવાસ જેવા કાર્યક્રમ કરતા હોય છે. જેના કારણે તંગદીલી જેવુ વાતાવરણ સર્જાય છે, અને આવા કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમની રજુઆત કરતા વર્ગવિગ્રહ જેવા બનાવો પણ જિલ્લામાં બનવાની શકયતા રહે છે. તેમજ ભુતકાળના બનાવો ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને માલ મિલકતને નુકસાન થાય છે. તેને ધ્યાને રાખીને બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે…
Read Moreઆવો માસિક દરમિયાનની સ્વચ્છતા વિશે વાત કરીએ
હિન્દ ન્યુઝ, બોટાદ ૨૮ મે માસિક સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કિશોરીઓને માસિક આવવુ તે કિશોરાવસ્થાનો એક કુદરતી ફેરફાર છે. દર મહિને અંત:સ્રાવોની અસરને કારણે સ્રીના ગર્ભાશયમાંથી લોહીની દીવાલો ખરી પડવાની ઘટનાને માસિક આવ્યુ એમ કહેવાય છે. સામાન્ય રીતે માસિક ચક્ર ૨૧ થી ૨૮ દિવસનું હોય છે. માસિક આવ્યા પહેલાના ૧૪મા દિવસે સ્ત્રીબીજ છુટુ પડે છે માસિક ચક્રના ૧૪ થી ૨૧ દિવસ દરમિયાન ગર્ભધારણ થવાની શક્યતા સૌથી વધારે હોય છે. આ દિવસો દરમિયાન જો પુરુષબીજ અને સ્રીબીજનું મિલન ન થાય તો માસિક આવે છે.…
Read Moreઅણીયાણીકાઠીથી બોટાદ રોડ, એમ.ડી.આર, કિ.મી ૧૫/૧૦૦ થી ૨૧/૧૦૦ની લંબાઈમાં આવતા રસ્તાની મધ્ય રેખાથી બંને બાજુ ૧૨.૦૦ મીટર સુધીની હદમાં આવતા ગેર કાયદેસર દબાણો દૂર કરાશે
હિન્દ ન્યુઝ, બોટાદ માર્ગ અને મકાન પેટા વિભાગ, બોટાદના બોટાદ સેકશન ખાતે આવેલા અણીયાણીકાઠીથી બોટાદ રોડ, એમ.ડી.આર, કિ.મી ૧૫/૧૦૦ થી ૨૧/૧૦૦ની લંબાઈમાં આવતા રસ્તાની મધ્ય રેખાથી બંને બાજુ ૧૨.૦૦ મીટર સુધીની હદમાં આવતા લગત તમામ ગેર કાયદેસર દબાણો દૂર કરવા અર્થે તા. ૦૩/૦૬/૨૦૨૫ થી તા. ૦૪/૦૬/૨૦૨૫ સુધી અત્રેથી જરૂરી લગત કામગીરી કરવામાં આવનાર છે. જેની નાગરિકોએ નોંધ લેવા નાયબ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન પેટા વિભાગ, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે. …
Read Moreતમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા બરવાળા તાલુકાના નાવડા ગામે શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ અને રેડની કામગીરી
હિન્દ ન્યુઝ, બોટાદ સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટર જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયાની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એ.ધોળકિયા અને એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.આર.આર.ચૌહાણ દ્વારા બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે. તાલુકા આરોગ્ય અધિકારી ડો.એસ.એસ.પ્રસાદ દ્વારા બરવાળા તાલુકામાં આ અંગે સઘન અમલીકરણ કરવામાં આવે છે. “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું…
Read Moreહળવી પણ સતત અને નિયમિત કસરત શરીર
હળવી કસરતો કરો અને રહો ફિટ હિન્દ ન્યુઝ, બોટાદ મેદસ્વીપણું એટલે કે અતિશય વજન હોવું કે જે આજે ઘણાં લોકોમાં જોવા મળે છે અને તે ગંભીર આરોગ્યની સમસ્યા બની ગયું છે. જીવનશૈલીમાં થયેલાં ખોટા ફેરફારો, બહારનું ખાવાની ટેવો અને વ્યાયામનો અભાવ જેવી અનેક બાબતોને કારણે લોકો મેદસ્વિતાનો શિકાર બની રહ્યાં છે. તેથી જ, મેદસ્વિતાથી મુક્તિ મેળવવા માટે નિયમિત કસરત કરવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને હળવી કસરતો કે જેને અંગ્રેજીમાં લાઈટ એક્સરસાઈઝીસ કહેવાય છે તે શરુઆત કરવામાં માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે…
Read Moreબોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકાનાં જૂના નાવડા ગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિન પખવાડિયાની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ વિશ્વ પર્યાવરણ દિવસનાં અનુસંધાને બોટાદ જિલ્લામાં પ્રકૃતિ અને પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકનાં ઉપયોગને ટાળવા માટે વિશેષ જનજાગૃત્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે બરવાળા તાલુકાનાં જૂના નાવડા ગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિન પખવાડિયાની ઉજવણીનાં ભાગ રૂપે માસિક સ્વચ્છતા દિવસ થીમ અંતર્ગત “માસિક અંગે ખુલીને વાત કરો, ચુપકીદી તોડો હવે તો બોલો” અને પ્લાસ્ટિકની બેગના બદલે રોજિંદા વપરાશમાં કાપડની થેલીનો વપરાશ વધારવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યાં હતાં અને સાથે સાથે કાપડની બેગોનું ટીમ એસ.બી.એમ.જી દ્રારા વિતરણ…
Read Moreબોટાદ જિલ્લામાં ખેડૂતોને ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે કાળજી રાખવા નાયબ ખેતી નિયામક દ્વારા સંદેશ
હિન્દ ન્યુઝ, બોટાદ ખેડૂતોને ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખાસ કાળજી રાખે તે ખૂબ જરૂરી છે. બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો.કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ ખેતી માટે જરૂરી વિવિધ ઇનપુટ્સની ખરીદી કરવી નહીં. જેથી, છેતરપિંડીથી બચી શકાય. બિયારણ, ખાતર તથા જંતુનાશક…
Read Moreભાવનગર જિલ્લામાં તા. ૨૯ મે થી તા. ૧૨ જૂન સુધી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં તા. ૨૯ મે થી તા. ૧૨ જૂન દરમિયાન દેશવ્યાપી “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન” શરૂ કરવામાં આવશે. જે દરમિયાન ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કૃષિ વિશ્વ વિદ્યાલયોના વૈજ્ઞાનિકો અને જિલ્લાના ખેતી, બાગાયત, આત્મા પ્રોજેક્ટ જેવા રાજ્ય સરકારના વિભાગોના અધિકારીઓ સાથે સ્થાનિક ખેડૂત સંગઠનોના પ્રતિનિધીઓના સહયોગથી રચાયેલ ટુકડીઓ જિલ્લાના તમામ તાલુકાઓના વિવિધ ગામમાં ભ્રમણ કરી ખેડૂતોને સ્થાનિક આબોહવા, જમીન અને પાણીની પરિસ્થિતિને અનુરૂપ અદ્યતન કૃષિ તકનિકો, ભલામણો, કૃષિ સહાય યોજનાઓ, પ્રાકૃતિક કૃષિ જેવી વિવિધ બાબતે માર્ગદર્શન આપવામાં આવશે. આ એક…
Read More