હિન્દ ન્યુઝ, બનાસકાંઠા
સરહદી સૂઇગામ તાલુકાના મોરવાડા ગામના રહેવાસી વાઘેલા મંગલસિંહ જિતુભા અને વાઘેલા વિજયસિંહ પ્રવીણ બંને ખેડૂતોને સને 2017 ખરીફ ઋતુમાં ઓછા વરસાદને કારણે ના કૃષિ ઇનપુટ સહાય અંતર્ગત સને. 2018-19 માં રૂ.13600/- મળવા પાત્ર હતા અને મોરવાડા ગ્રામ પંચાયત લાભાર્થીઓ નું જે લિસ્ટ હતું. તેમાં પણ બંને ખેડૂતોનો નામ હતાં અમને મળવાપાત્ર સહાયના ચેક માં નામ માં ભૂલના કારણે તેઓને સહાય મળેલ ન હતી. તેઓ સહાયથી વંચિત રહેલ તે બાબતે તેઓએ તાલુકા વિકાસ અધિકારી સુઇગામ ને તારીખ-17/10 /2019 ના રોજ અરજી કરેલ હતી અને આ સંદર્ભે તેઓએ વારંવાર તાલુકા વિકાસ અધિકારીને મૌખિક તેમજ લેખિત અરજીઓ પણ આપેલ હતી, છતાં તેમાં કોઇ ઉકેલ આવેલ ન હતો અને આ વાતને કોઈ ધ્યાન પણ આપતુ ન હતું. તે બાબતને તેઓ એ સુઈગામ તાલુકા વિકાસ અધિકારીને અરજી કરેલ.
વધુમાં મોરવાડા ગામના બંને લાભાર્થીઓના સને. 2017માં પાકની નિષ્ફળતાના કારણે કૃષિ ઇનપુટ સહાય બાબતની અરજી ધ્યાને લેવામાં આવતા સુઈગામ તાલુકા વિકાસ અધિકારી કુમારી કાજલબેન આંબલીયા અને ખેતીવાડી શાખા સુઈગામ દ્વારા વિગતો મેળવી જરૂરી તપાસ કરાવી બેન્કમાંથી ખાતરી કરી અને 2018 ની અરજીનો નિકાલ કરવામાં આવ્યો અને કૃષિ ઇનપુટ સહાયના રૂપિયા 13600/- ની રકમના ચેક બંને લાભાર્થી ખેડૂતોને તાલુકા વિકાસ અધિકારી કુમારી કાજલ બેન આંબલિયા ના હાથે આપવામાં આવ્યા, બંને ખેડૂતોએ નો આભાર માન્યો.
અહેવાલ : વેરસીભાઈ રાઠોડ, સુઈગામ