જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લઈ શિક્ષણ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે બાલાચડી સ્થિત સૈનિક સ્કૂલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ શાળાની કાર્યપ્રણાલી, વિદ્યાર્થીઓને અપાતી સુવિધાઓ, અભ્યાસક્રમ, શાળાનો ઇતિહાસ, શાળાની વિવિધ પ્રવૃત્તિઓ અને માળખાગત સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.વિશેષમાં તેઓએ વાવાઝોડા અને અન્ય કુદરતી આપત્તિ સમયે શાળાની સ્થિતિ અને તેની તૈયારીઓ વિશે પણ જાણકારી મેળવી હતી.અને શાળામાં ખૂટતી સુવિધાઓ અંગે વહીવટી તંત્ર દ્વારા પૂરતો સહયોગ પૂરો પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.આ તકે કલેક્ટર સાથે સૈનિક સ્કૂલના આચાર્ય કર્નલ શ્રેયસ મહેતા, એડમીન ઓફિસર હરિરામ પુનિયા, વાઇસ પ્રિન્સિપાલ અને સ્ક્વોડર્ન લીડર રાકેશ તિવારી જોડાયા હતા જેઓએ કલેક્ટરને શાળાની વિવિધ પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

Related posts

Leave a Comment