પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

હિન્દ ન્યુઝ, ભાવનગર   જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં તારીખ 22 એપ્રિલના રોજ થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.  ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુ:ખદ અવસાન થયું છે. તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે હતભાગીઓના ઘરે જઈ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આતંકવાદી હુમલામાં માર્યા…

Read More

“રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ – ૨૦૨૫”

જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીએ “ગોબરધન પ્રોજેક્ટ” અને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને સન્માનિત કર્યાં હિન્દ ન્યુઝ, ભાવનગર   આજે 24મી એપ્રિલ,2025ના “રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ” નિમિત્તે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુએ મહુવા તાલુકાના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનાના કલસ્ટર કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ શિયાળ, નીતિનભાઈ પરમાર અને પાયલબેન મારૂનું “ગોબરધન પ્રોજેક્ટ” તેમજ વલ્લભીપુર તાલુકાના મૂળધરાઇ ગામના સરપંચ તથા તલાટીને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયાં હતાં‌.  આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ, કર્મચારીઓ…

Read More

ઘોઘાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર અને નિ:શુલ્ક એક્સ-રે કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર   પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વાળુકડ ઘોઘા ખાતે રક્તદાન શિબિર અને નિ:શુલ્ક એક્સ-રે કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.   મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ચંદ્રમણી કુમાર પ્રસાદ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો જીતુભાઈ પરમાર ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ દરમિયાન 31 બોટલ લોહી રક્તદાતાઓ દ્વારા આપવામાં આવ્યું હતું. જેમાં સર તખ્તસિંહજી હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા કામગીરી કરવામાં આવી હતી જ્યારે જીલ્લા ક્ષય કેન્દ્રની ટીમ દ્વારા 31 શંકાસ્પદ ટીબી દર્દીઓના એક્સ-રે કરવામાં આવ્યા હતા. આ મહત્વપૂર્ણ પ્રયાસમાં જીલ્લા ટીબી અધિકારી ડૉ. પી.વી. રેવર તેમજ તેમની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી…

Read More

પાટણ જિલ્લા ના તમામ મહેસૂલી કર્મચારી દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

હિન્દ ન્યુઝ, પાટણ પાટણ જિલ્લા ના મહેસુલી કર્મચારી દ્વારા વિવિધ પડતર પ્રશ્નો સબંધે તા.22/04/2025 ના રોજ પાટણ જિલ્લા ના તમામ મહેસૂલી કર્મચારી દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી તેમજ તા.30/04/2025 ના રોજ માસ સી એલ નો નિર્ણય કરેલ છે તેમજ દરેક કલેકટર કચેરી એ આવેદન પત્ર આપી દિન 10 માં પડતર પ્રશ્નો નો નિકાલ કરવામાં નહિ આવે તો આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે.

Read More

  જમ્મુ કાશ્મીર ખાતે ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતીઓને રાજ્ય સરકારની તાત્કાલિક મદદ-આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ જામનગર તા.21 એપ્રિલ, જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનની ઘટનાને પગલે ફસાયેલા ગુજરાતીઓને રાજ્ય સરકારે તાત્કાલિક મદદ પૂરી પાડી છે. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી હાથ ધરી જમ્મુ કાશ્મીર સરકાર સાથે સંપર્ક કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્ય ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ અંગત રસ દાખવી જમ્મુ કાશ્મીર સરકાર સાથે વાતચીત કરી ફસાયેલા ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી…

Read More

આરટીઓ ભુજ દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો(3 – વ્હીલર પેસેન્જર સિવાયના) પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ GJ-12-CVનું ઓક્શન કરાશે

હિન્દ ન્યુઝ, ભુજ   પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ – કચ્છની અખબારી યાદી મુજબ ટ્રાન્સપોર્ટ વાહનો (3-વ્હીલર પેસેન્જર સિવાયના) વાહનોમાં નવી સિરિઝ GJ-12-CVના ગોલ્ડન, સિલ્વર નંબરોનું ઓક્શન શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી તારીખ ૦૧/૦૫/૨૦૨૫, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૩/૦૫/૨૦૨૫, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૦૩/૦૫/૨૦૨૫, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૦૫/૦૫/૨૦૨૫, સમય સાંજે ૪ કલાક સુધી થશે.         સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટ્રાન્સપોર્ટ વાહનોના રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર ટ્રાન્સપોર્ટ વાહનો માટે રૂ.૧૫૦૦૦,…

Read More

મેદસ્વીતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાત

હિન્દ ન્યુઝ, ભુજ     આજે દુનિયા જેટલી ઝડપી અને આધુનિક થઈ રહી છે તેટલી જ પાયાની બાબતો તરફ ફરી ગતિ કરી રહી છે. એટલે કે બેક ટુ બેઝિક… આપણાં મૂળ સાથે પુન: જોડાણ થઈ રહ્યું છે. આપણાં જીવનમાં મિલેટ્સનું મહત્વ હોય કે પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ. આપણી જીવન શૈલીનો આપણાં આરોગ્ય સાથે સીધો સંબંધ છે. તમામ વ્યક્તિઓ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વીતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે, સ્વસ્થતાનો સંદેશ દરેક નાગરિક સુધી પહોંચે એ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતાથી મુક્તિ માટે દેશવાસીઓને કરેલા…

Read More

રાજ્યના નાગરિકોને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ

હિન્દ ન્યુઝ, ભુજ      મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તરોતર સંગીન બનાવીને નાગરિકો તથા વ્યાપાર, ઉદ્યોગોને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો સુચારુ અભિગમ અપનાવ્યો છે.  મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં તમામ જિલ્લાઓમાં રસ્તાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અત્યંત જરૂરિયાતવાળા રસ્તાઓના રિસરફેસિંગ અને અન્ય આનુષાંગિક કામગીરી માટે ૧૧૮ માર્ગોની ૭૩૫ કિલોમીટર લંબાઇમાં આવા કામો હાથ ધરવા ૯૭૫ કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગ માટે મંજૂર કર્યા છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત મહેસાણા જિલ્લાના કડી તથા કચ્છના દેશલપર-હાજીપીરમાં રોડ નેટવર્કના વિવિધ કામો માટે કુલ ૨૬૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તદઅનુસાર, મહેસાણા જિલ્લાના મહત્વપૂર્ણ…

Read More

ગાંધીધામ ખાતે યોજાયેલી ‘હાલ્લો ગુજરાત સીઝન ૭’ રિયાલિટી શોમાં પસંદ થતાં પુજા હોબી સેન્ટર અને પોદાર પ્રેપ અક્ષર માર્ગના બાળકો

હિન્દ ન્યુઝ, રાજકોટ      તારીખ ૨૭ એપ્રિલ રવિવારના રોજ ગાંધીધામ ખાતે “હાલ્લો ગુજરાત સીઝન-૭” નું ઓડીશન રાખેલ છે. જેમાં જજ તરીકે ડાન્સ ઈન્ડીયા ડાન્સ ના વિજેતા ટાઈગર પોપ અને મરાઠી ફિલ્મના કોરિયોગ્રાફર રોશન માડકરે નિર્ણાયક તરીકે રહેશે. સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ-જામનગર-ભાવનગર-પોરબંદર-કચ્છ-મોરબી જિલ્લાના બાળકો આ ઓડિશનમાં ભાગ લેશે.      પુજા હોબી સેન્ટરના અને પોદાર પ્રેપ અક્ષર માર્ગના આ બાળકો જેમાં સિમરન તંતી, આસ્થા અમીપરા, રાહી નાગવેકર, ફલક પારેખ, શિખા પાબારી, ધ્યાના ગઢીયા, દર્શિતા જાની, પ્રેમ ગાંધી, મીત ગાંધી, મહમદ ઝૈદ લખાખાન, વિવાન માંડલિયા, પરમ ઠકરાર, ધ્યાંશ કુંડલીયા, વત્સ કુંડલીયા, ધ્યેય…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું જામનગર એરપોર્ટ પર આગમન થતા મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર    ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જામનગરમાં આવેલ ગુજરાત આયુર્વેદ વિશ્વ વિદ્યાલયના ૨૯માં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.  ત્યારે જામનગર એરપોર્ટ પર રાજ્યપાલનું આગમન થતા મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગતમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર ડી.કે.સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.

Read More