ડભોઇ વેગા જયવીર હોટલ પાસે થી વોંટેડ આરોપી રમેશ ડોંડા ની અટકાયત કરતી ડભોઇ પોલીસ

હિન્દ ન્યૂઝ, ડભોઈ

            પ્રોહીબીશનના ગુના માં છેલ્લા સાત માસથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીનેપકડી પાડતી ડભોઇ પોલીસ હરીકૃષ્ણ પટેલ પોલીસ મહાનીરીક વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધીક્ષક સુધીરકુમાર દેસાઈ વડોદરા ગ્રામ્ય, નાઓએ જીલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ તથા નાયબ પોલીસ અધીક્ષક કે.વી.સોલંકી ડભોઇ ડિવિજન ડભોઇ નાઓના માર્ગદર્શન ના આધારે ડભોઇ પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.વાઘેલાનાઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ડભોઇ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી રમેશભાઇ વજુભાઇ ડોંડા રહે.ગોપાલનગર અસલાલી અમદાવાદ નાનો અમદાવાદથી ડભોઇ કામ અર્થે આવેલ છે. જે હાલ ડભોઇ વેગા જયવીર હોટલ ઉપર ઉભેલ છે અને જેણે શરીરે લાલ કલરનો શર્ટ તથા કમરે આકાશી કલરનુ જીન્સ પેન્ટ પહરેલ છે.

             જે બાતમી આઘારે સદર જગ્યાએ જતા ઉપરોક્ત વર્ણનવાળો એક ઇસમ ઉભો હોય જેને પકડી તેનુ નામ, ઠામ પૂછતા તેણે પોતાનુ નામ રમેશભાઇ વજુભાઇ ડોંડા ઉ.વ.૨૭ રહે. અસલાલી, હનુમાન પુરા તા.દસકોઇ જી.અમદાવાદ નાનો હોવાનુ જણાવેલ. જેથી ડભોઇ પો.સ્ટે PART- C ગુ.ર.નં ૧૪૩૫/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫એઇ,૯૮(૨)૮૧,૮૩ મુજબ ના કામે આરોપીને તા.૦૨/૦૨/૨૦૨૧ ના કલાક ૧૫:૩૦ વાગ્યે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment