નિવાસી અધિક કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા ભરત પટેલ

હિન્દ ન્યુઝ, વડોદરા      રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં કરાયેલા ફેરફારોમાં વડોદરા કલેક્ટર તંત્રમાં નિયુક્તિ પામેલા ગુજરાત સનદી સેવાના વરિષ્ઠ અધિકારી ભરત પટેલે નિવાસી અધિક કલેક્ટર પદનો વિધિવત્ત રીતે ચાર્જ સંભાળી લીધો હતો. વિદાય પામેલા નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ તેમને શુભકામનાઓ પાઠવી હતી.      ભરત પટેલ આ પૂર્વે ખેડા – નડિયાદ અને પાટણમાં નિવાસી અધિક કલેક્ટર પદે ઉપરાંત વડોદરા ગ્રામ્ય, પાદરા મામલતદાર તથા ડભોઇ પ્રાંત અધિકારી પદે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

Read More

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને કલેક્ટરની ઉપસ્થિતિમાં બાળ કલ્યાણ સમિતિ અને બાળ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, મોરબી       મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને કલેક્ટર કે.બી. ઝવેરીની પ્રેરક ઉપસ્થિતિમાં બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ હતી.      કલેક્ટરએ બંને સમિતિ હેઠળ કરવામાં આવેલી કામગીરીનું મૂલ્યાંકન કરી બાળકો જે સ્થળોએ આશરે લઈ રહ્યા હોય તે સંસ્થાઓની આકસ્મિક મુલાકાત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. વધુમાં જિલ્લામાં કોઈ પણ વાલી કે અન્ય અસામાજીક પ્રવૃત્તિઓ કરતા જૂથ બાળકો પાસેથી કોઈ પણ જ્ગ્યાએ ભીખ ન મંગાવે તે બાબતની પૂરતી તકેદારી રાખવા તાકીદ કરી હતી. આ બેઠક દરમિયાન સમિતિના સભ્ય…

Read More

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી

હિન્દ ન્યુઝ, વડોદર       એન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં મેળવી સફળતા • તાલીમબદ્ધ નાર્કોટિક્સ ડોગ ‘ગુલાબ’એ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી સ્ટીલના ડબ્બામાં અથાણા અને રસગુલ્લાની વચ્ચે સેલોટેપ વિંટળીને સંતાડેલો ગાંજાનો જથ્થો શોધ્યો • ‘બીના’ ડોગે ભાવનગર ખાતે લોહીના ડાઘની સ્મેલથી મર્ડરના ત્રણ આરોપીઓને ફાઇન્ડ આઉટ કર્યા • ‘પેની’ ડોગે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલી રૂ.૧.૦૭ કરોડની ચોરીનો ગુનો એક સ્કુલ બેગ અને પાણી બોટલ સુંઘીને ડિટેક્ટ કર્યો • બળાત્કારના એક ગુનામાં ‘પાવર’ ડોગે ચંપલની સ્મેલથી ગુનામાં વપરાયેલા બાઇક સુધી પહોંચાડવામાં પોલીસને મદદ…

Read More

વડોદરાની સાત વર્ષની દેવાંશિકા ૧૦ વર્ષની ખેલાડીને હરાવી TPL માં બની વિજેતા

નાનો પણ રાઈનો દાણો હિન્દ ન્યુઝ, વડોદરા       વડોદરાની માંડ સાત વર્ષની નાનકડી દેવાંશિકા પટેલ ટેનિસ પ્રીમિયર લીગ આયોજિત જયપુરમાં યોજાયેલી TPL under 10 ગર્લ્સમાં વ્યક્તિગત વિજેતા બની છે.ખાસ વાત એ છે કે નાનો પણ રાઈનો દાણો કહેવતની યાદ અપાવતી આ દીકરી માંડ 7 વર્ષની છે અને તેણે 10 વર્ષની ખેલાડીને હરાવીને આ સિદ્ધિ મેળવી છે.વડોદરા જિલ્લા રમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસે તેની આ સિદ્ધિને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે. આટલી નાની ઉંમરે પહેલી સિદ્ધિ મેળવનારી આ દીકરીની માતા વંદના જ તેના ટેનિસ ગુરુ છે. ટેનિસ કે લોન ટેનિસ…

Read More

વડોદરા શહેરના મકરપુરા ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા        ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા માન.જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ,સલામતી અને જાગૃતતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  વડોદરા જિલ્લાના પ્લાસર ઇન્ડિયા,મકરપુરા ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત વોકેશનલ ટ્રેનીંગ માં તાલીમ મેળવતી બહેનોને મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ અને મહિલા લક્ષી કાયદાઓ જેમકે ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ તથા કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અન્વયે…

Read More

વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા  ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ,સલામતી અને જાગૃતતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડોદરા જિલ્લાના પ્રાથમિક શાળા પીસાઈ ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની બાળકીઓને ગુડ ટચબેડ ટચ, POCSO એક્ટ, ચાઈલ્ડ હેલ્પ લાઈન તેમજ પાલક માતાપિતા યોજનાઓના પ્રચાર પ્રસાર થાય તે હેતુસર બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાનો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં “સંકલ્પ” ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવમેન્ટ ઓફ…

Read More

વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા  ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા માન. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ,સલામતી અને જાગૃતતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમ ગોરજ મુની સેવાશ્રમ દ્વારા સંચાલિત એકલવ્ય વોકેશ્નલ ટ્રેનીગ સેન્ટર મગનપુરા ગામ ખાતે બેટો બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ડો.પરિક્ષિત વાઘેલા,દહેજ પ્રતિબંધક અધિકારી, વડોદરા હાજર રહેલા સાથે જ એડવોકેટ અર્જુનભાઈ પરમાર, વાઘોડિયા કોર્ટ એસોસિએશનના પ્રમુખ શ્રીરાહુલભાઈ પટેલ, વાઘોડિયા કોર્ટ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રીમતી…

Read More

વડોદરાના વડીલ મહિલાનું સાહસ: ૬૩ ની ઉંમરે આરોગ્ય લાભો માટે કરે છે પ્રાકૃતિક ખેતી

હિન્દ ન્યુઝ, વડોદરા હવે ગાય આધારિત ખેતીથી પકવેલા શાકભાજી નો પાવડર બનાવવાનું નવું સાહસ કરશે. સરકારી નોકરી કે અન્ય નોકરીઓમાં દાખલ થવું હોય તો ઉંમર મર્યાદા નડે.પરંતુ સાહસ કરવું હોય તો કોઈ વય મર્યાદા ના નડે.વડોદરાના વડીલ મહિલા દીપ્તિ જાની ૬૩ વર્ષની ઉંમરે આરોગ્ય લાભો માટે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ૬ વર્ષની ગાય આધારિત સાત્વિક ખેતીની સફળતા પછી તેઓ વધુ એક નવું સાહસ કરવાનું વિચારી રહ્યા છે.હવે તેઓ પ્રાકૃતિક ખેતીના ગુણસભર શાકભાજી ઉત્પાદનોની સૂકવણી કરી,તેના પાવડર બનાવીને મૂલ્યવર્ધિત પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણનું નવું સાહસ કરવાનું વિચારી રહ્યા છે.ખરેખર સાહસને ઉંમરની…

Read More

ઉમરપાડા તાલુકાના ડોગરીપાડા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ઉમરપાડા જેમાં ખેડુતોને ગાય આધારિત ખેતી કરીને કેવી રીતે ખેતી ખર્ચ ધટાડી શકાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને રવિ પાકોમાં ધઉ, શાકભાજી, તુવેર, ચણા જવા પાકોમાં જીવામૃત, ધનજીવામૃત, અગ્ર્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપણીઅર્ક જેવી દવાઓ ઘરબેઠા બનાવીને ખેતીપાકોમાં છંટકાવ કરીને જીવાતો પર નિયંત્રણ કરી શકાય છે તે અંગે ખેતીવાડી વિભાગના અધિકારી, આત્મા પ્રોજેકટના, તથા ફાર્મર માસ્ટર ટ્રેનર દ્વારા ખેડુતોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Read More

મોરબી જિલ્લામાં ૨૦૨૪ માં ૪૦૬ દિવ્યાંગોને વિનામૂલ્યે એસટી બસ પાસનો તો ૨૫૬ દિવ્યાંગોને સંત સુરદાસ યોજનાનો લાભ મળ્યો

હિન્દ ન્યુઝ, મોરબી          દર વર્ષે તારીખ ૦૩ ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ મનાવવામાં આવે છે. વર્ષ ૧૯૮૧ માં આ તારીખને આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ દિવસ જાહેર કરવાનો ઉદ્દેશ એ છે કે દિવ્યાંગો આત્મનિર્ભર બને અને તેઓ સ્વાવલંબન માટે પ્રયત્નો કરી શકે.          મોરબી જિલ્લામાં રાજ્ય સરકારની ૨૧ જેટલી વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે. અત્યારે દિવ્યાંગો માટે એસ.ટી.બસમાં નિઃશુલ્ક મુસાફરીની યોજના, દિવ્યાંગ સહાય સાધન યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના વગેરે યોજનાના અરજી પત્રક સ્વીકારવામાં આવે છે. તેમજ આ…

Read More