વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા 

ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા માન. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ,સલામતી અને જાગૃતતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમ ગોરજ મુની સેવાશ્રમ દ્વારા સંચાલિત એકલવ્ય વોકેશ્નલ ટ્રેનીગ સેન્ટર મગનપુરા ગામ ખાતે બેટો બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ડો.પરિક્ષિત વાઘેલા,દહેજ પ્રતિબંધક અધિકારી, વડોદરા હાજર રહેલા સાથે જ એડવોકેટ અર્જુનભાઈ પરમાર, વાઘોડિયા કોર્ટ એસોસિએશનના પ્રમુખ શ્રીરાહુલભાઈ પટેલ, વાઘોડિયા કોર્ટ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રીમતી શર્માબેન,પોલીસ વિભાગ વાઘોડિયા શ્રીમતી મહિમા વસાવા,૧૮૧ અભયમની મહિલા ટીમ,મહિલા કર્મયોગી સાથે જ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વનું છે કે,“સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવમેન્ટ ઓફ વીમેનના ડિસ્ટ્રિક્ટ મિશન કોર્ડીનેટર દ્વારા મહિલાઓના કાયદાઓ તેમજ અધિકારો વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડો.પરિક્ષિત વાઘેલા,દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ -૨૦૦૫ કાયદા વિષે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ સાથે મહિલા હેલ્પલાઇન ૧૮૧ વિષે માર્ગદર્શન પણ આપવામાં આવેલ હતું. તેમજ સાયબર સેફટી અને સોશિયલ મીડિયાના સલામત ઉપયોગ વિષે ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment