હિન્દ ન્યુઝ, વડોદરા
ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ,સલામતી અને જાગૃતતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વડોદરા જિલ્લાના પ્રાથમિક શાળા પીસાઈ ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની બાળકીઓને ગુડ ટચબેડ ટચ, POCSO એક્ટ, ચાઈલ્ડ હેલ્પ લાઈન તેમજ પાલક માતાપિતા યોજનાઓના પ્રચાર પ્રસાર થાય તે હેતુસર બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાનો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં “સંકલ્પ” ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવમેન્ટ ઓફ વીમેનના ડીસ્ટ્રીક મિશન કોર્ડીનેટર દ્વારા બાળકોના કાયદાઓ તેમજ અધિકારો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે બાળકોને સાયબર સેફટી અને સોશિયલ મીડિયાના સલામત ઉપયોગ વિષે ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સાથે ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવમેન્ટ ના જેન્ડર સ્પેશિયલિસ્ટ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજના વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ શાળાનાં આચાર્ય સર્વોદયભાઈ દ્વારા જીવન કુશળતા વિશેની માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.